ગુજરાતમાંથી પસાર થઈ બિપોરજોય વાવાઝોડું રાજસ્થાન તરફ આગળ વધી ગયું છે. વાવાઝોડાને કારણે ગુજરાતના અનેક જિલ્લાઓમાં ભારે વરસાદ વરસ્યો હતો. તેજ હવા તેમજ વરસાદને કારણે અનેક જગ્યાઓથી નુકસાનીની તસવીરો સામે આવી છે. અનેક લોકોએ પોતાના ઘર ગુમાવ્યા છે તો અનેક લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. ત્યારે બિપોરજોય વાવાઝોડાની ગંભીર અસર રાજસ્થાનમાં જોવા મળી રહી છે. ત્યાં પણ અનેક જગ્યાઓ પર ધોધરમાર વરસાદ વરસી રહ્યો છે. રાજસ્થાનથી એવા અનેક દ્રશ્યો પણ સામે આવ્યા છે જેમાં હોસ્પિટલમાં પાણી ભરાઈ ગયા છે. ભરાયેલા પાણી વચ્ચે સારવાર કરાવા લોકો મજબૂર બન્યા છે.
#WATCH Rajasthan | Ajmer's Jawaharlal Nehru Hospital flooded following heavy rainfall in the city. (18.06) pic.twitter.com/eOOVNF39sE
— ANI MP/CG/Rajasthan (@ANI_MP_CG_RJ) June 18, 2023
ગુજરાતમાં પણ બિપોરજોયનો જોવા મળ્યો હતો કહેર!
અરબી સમુદ્રમાં ઉદ્ભવેલું બિપોરજોય વાવાઝોડું દેશના અનેક રાજ્યોમાં તબાહી મચાવી રહ્યું છે. ગુજરાતથી બિપોરજોય પસાર થઈ ગયું. ચક્રવાતને કારણે અનેક જિલ્લાઓના વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો અને વરસાદ પણ વરસ્યો હતો. ગુજરાતમાં પસાર થયેલું વાવાઝોડું રાજસ્થાન તરફ આગળ વધ્યું હતું. મહત્વનું છે કે આપણાં વાવાઝોડાની ગંભીરતાને જોતા તંત્ર સજ્જ હતું તેમજ લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું હતું. સુરક્ષિત સ્થળ પર લોકોને ખસેડી દેવામાં આવ્યા હતા. વાવાઝોડા દરમિયાન પોલીસ તેમજ એનડીઆરએફ તેમજ એસડીઆરએફની ટીમે અદ્ભૂત કાર્ય કર્યું હતું. ગુજરાતમાં તો સ્થિતિ સામાન્ય થઈ રહી છે પરંતુ રાજસ્થાનમાં પરિસ્થિતિ વણસી રહી છે.
હોસ્પિટલમાં ભરાઈ ગયા વરસાદી પાણી!
ગુજરાત જેવી પરિસ્થિતિ રાજસ્થાનમાં જોવા મળી રહી છે. અનેક જગ્યાઓ પર ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. વાવાઝોડાને કારણે બાડમેર જિલ્લામાં ભારે વરસાદ થઈ રહ્યો છે. અનેક જગ્યાઓ પર પાણી પણ ભરાઈ ગયા છે જેને કારણે પૂર જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું હોય તેવું લાગે. ત્યારે વાવાઝોડાને કારણે થયેલા વરસાદને કારણે હોસ્પિટલમાં પણ પાણી ભરાઈ ગયા છે. મળતી માહિતી અનુસાર અજમેર શહેરની હોસ્પિટલમાં અંદર પાણી ઘૂસી ગયું હતું. જેને કારણે દર્દીઓને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે.