બનાસકાંઠા લોકસભાની ચૂંટણીમાં ગેનીબેન ઠાકોર જીત્યા ત્યારથી સ્વાભાવિક સવાલ હતો કે વાવની પેટા ચુંટણીમાં કોંગ્રેસ કોને ઉતારશે? શું ફરી ત્યાં જાતિગત રાજનીતિ થશે? શું ઠાકોર નેતાને ઉમેદવાર તરીકે ઉતારવામાં આવશે? જોકે ઉમેદવાર કોણ હશે એ પત્તું ગેનીબેન ઠાકોરએ ખોલી દીધું છે.
એક સભા દરમિયાન ગેનીબેન ઠાકોરે કહ્યું હતું કે...
ગેનીબેન ઠાકોર બાદ વાવ વિધાનસભાના ધારાસભ્ય કોણ બનશે તે સવાલ દરેકના મનમાં હતો. વાવ વિધાનસભાની પેટા ચુંટણી લડવા કોંગ્રેસના ઘણા નેતાઓ થનગની રહ્યા છે. ત્યારે બધાનું અનુમાન હતું કે ફરી ત્યાં ઠાકોર અને ચૌધરીવાળું જાતિગત સમીકરણ ચાલશે. જોકે ધીરે ધીરે વાત વાતમાં એ વાત જાહેર થતી જાય છે કે વાવ વિધાનસભા પેટા ચૂંટણી ઠાકોર નેતા નહીં લડે કેમ કે ગેનીબેન ઠાકોરે એક સભા દરમિયાન સમાજને સાનમાં સમજાવ્યું અને લોકોને કહ્યું કે લોકસભાની ચૂંટણી દરમિયાન દરેક સમાજના લોકોએ સાથ આપ્યો છે અને હવે આપણએ ઋણ ચૂકકવવાનો વારો આવ્યો છે.
ગુલાબસિંહ હોઈ શકે છે વાવ બેઠક માટે ઉમેદવાર
ગેનીબેન ઠાકોર જ્યારે લોકસભાની ચૂંટણીના પ્રચાર માટે બનાસકાંઠાનાં ગામડાં ફરી રહ્યાં હતાં ત્યારે કોંગ્રેસના એક નેતા પડછાયાની માફક તેમની સાથે જોવા મળતા હતા. જે નેતાની વાત થઈ રહી છે તે નેતા હતા ગુલાબસિંહ રાજપૂત. જેમની ગળથૂથીમાં રાજકારણ છે. એટલે હવે ગેનીબેને જ્યારે એવું કીધું છે કે બીજા સમાજનો ઋણ ચૂકકવાનો છે ત્યારે સૌથી પહેલું નામ ગુલાબસિંહનું જ લાગે છે કે એ ચૂંટણી લડી શકે છે અને બીજું નામ જે ચર્ચામાં છે એ છે કે.પી.ગઢવી જેમણે લોકસભામાં ખૂબ મેહનત કરી તો હવે પરદા પાછળ કોનું નામ સામે આવે છે તે જોવાનું રહ્યું..