ગૌતમ ગંભીર બાદ ભાજપના જયંત સિન્હાએ ચૂંટણીના રાજકારણને અલવિદા કહી દીધું..! જે.પી.નડ્ડાને લખ્યો પત્ર અને કહી આ વાત


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-03-02 16:40:17

લોકસભા ચૂંટણીને લઈ ભારતીય જનતા પાર્ટી પોતાના ઉમેદવારોના નામોની જાહેરાત કરી શકે છે. એવા તુક્કાઓ લગાવવામાં આવી રહ્યા છે કે ભાજપ અનેક નવા ચહેરાઓને ચૂંટણી લડવા માટે મોકો આપી શકે છે. અનેક સાંસદોના નામ કપાઈ શકે છે તેવી પૂરેપૂરી સંભાવનાઓ છે. ત્યારે આજે સવારે ગૌતમ ગંભીર દ્વારા એક પોસ્ટ કરવામાં આવી હતી જેને લઈ રાજનીતિના બજારમાં ચર્ચાઓ થવા લાગી. જે પોસ્ટ ગૌતમ ગંભીર દ્વારા કરવામાં આવી હતી તે પરથી લાગતું હતું કે રાજનીતિથી સંન્યાસ લઈ શકે છે ત્યારે વધુ એક ભાજપના સાંસદે ચૂંટણીની ફરજોમાંથી મુક્ત કરવા માટે અપીલ કરી છે. જયંત સિંહાએ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડાને પત્ર લખ્યો છે અને તેમને તેમના રાજકીય કર્તવ્યોથી મુક્ત કરવાની અપીલ કરી હતી. 

વધુ એક સાંસદે ચૂંટણીથી દૂર રાખવા અપીલ કરી!

ભાજપ ગમે ત્યારે ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી શકે છે. કયા ઉમેદવારોને ચૂંટણી મેદાનમાં ભાજપ ઉતારે છે તેને લઈ સસ્પેન્સ છે કારણ કે નવા ચહેરાને ચૂંટણી મેદાનમાં ઉતારવા માટે ભાજપ ફેમસ છે. નવા ઉમેદવારોને ચૂંટણી લડાવી શકે છે ભાજપ તેવી પૂરેપૂરી શક્યતાઓ છે. એક તરફ ભાજપ ગમે ત્યારે ઉમેદવારોના નામની ઘોષણા કરી શકે છે તો બીજી તરફ અનેક સાંસદો ચૂંટણી લડવાની ના પાડી રહ્યા છે. આજે સવારે દિલ્હીના સાંસદ તરીકે ચૂંટાયેલા ગૌતમ ગંભીરે જે.પી.નડ્ડાને પત્ર લખ્યો હતો અને તેમને રાજનીતિની જવાબદારીમાંથી મુક્તિ આપવા માટે અપીલ કરી હતી. 

સવારે ગૌતમ ગંભીર દ્વારા કરવામાં આવી હતી આવી ટ્વિટ!

ત્યારે  ફરી એક ભાજપના સાંસદ જયંત સિન્હાએ જે.પી,નડ્ડાને પત્ર લખ્યો છે, તેમાં તેમણે જણાવ્યું છે કે ચૂંટણીના કાર્યભારથી તેમને મુક્ત કરવામાં આવે જેથી કરી હું ભારતમાં અને સમગ્ર વિશ્વમાં વૈશ્વિક ક્લાઈમેટ ચેન્જનો સામનો કરવા માટે પ્રયત્નો પર ધ્યાન કેન્દ્રીય કરી શકું. મહત્વનું છે કે આજે સવારે જ ગૌતમ ગંભીર દ્વારા પણ આવી ટ્વિટ કરવામાં આવી છે. એક સાથે આવા ટ્વિટ કરવામાં આવતા અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે. 



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?