ફ્લિપકાર્ટ બાદ હવે મીશોની કમાલ!! ગ્રાહકે ડ્રોન કેમેરાનો ઓર્ડર આપેલો, મોકલી દીધા 10 બટાકા


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-10 16:46:48

નાલંદા પરવલપુરના રહેવાસી ચેતન કુમાર સાથે છેતરપિંડીની આ ઘટના બની છે. વાયરલ વિડિયોની વાત કરવામાં આવે તો તેમા ગ્રાહક મીશો ડિલીવરી એક્ઝિક્યુટીવને પાર્સલ રિસીવ કરતી વખતે અનબોક્સ કરતા દેખાય છે. ડિલીવરી બોય પાર્સલ ખોલે છે, તો તેમાંથી ડ્રોન કેમેરાને બદલે 10 બટાકા દેખાય છે. આ અંગે લોકોએ સોશિયલ મીડિયા પર આકરી પ્રતિક્રિયા આપી છે


અગાઉ દિલ્હીના એક ગ્રાહકે લેપટોપ મંગાવેલું તો ડિટર્જન્ટનું પેકેટ મળેલું
જોકે આ ઘટનામાં કોઈ ફરિયાદ દાખલ થઈ નથી
ડિલિવરી એક્ઝિક્યુટીવે કહ્યું-આ ભૂલ કંપનીની છે


ભારતમાં તહેવારોની સિઝન આવી ચુકી છે અને ઓનલાઈન વેબસાઈટ શાનદાર ઓફર્સ લઈને આવી રહી છે. ઓનલાઈન કંપનીઓ માટે સેલ્સ સિઝનમાં ગ્રાહકો સારી ઓફર મેળવવા શોપિંગ વેબસાઈટ્સ પર પણ જઈ રહ્યા છે, જોકે કેટલાક કિસ્સામાં તેમની સાથે છેતરપિંડીની ઘટના પણ બની રહી છે. તાજેતરમાં દિલ્હીમાં એક વ્યક્તિએ લેપટોપને બદલે ડિટર્જન્ટ મળ્યો હતો. હવે આવી જ એક ઘટના બિહારમાંથી સામે આવી છે. નાલંદાના પરવલપુરમાં એક વ્યક્તિએ મીશો પાસેથી ડ્રોન કેમેરો મંગાવ્યો હતો, પણ તેને બટાકાથી ભરેલું બોક્સ મળ્યું છે.


સોશિયલ મીડિયા પર વાયરલ થયો વિડિયો.


બિહારમાં એક વ્યક્તિએ મીશો એપ (Meesho App) પર ડ્રોન માટે ઓનલાઈન ઓર્ડર આપ્યો હતો. ઓર્ડર સફળતાપૂર્વક રજૂ કર્યાં બાદ ગ્રાહક પાસે નિયત તારીખે ડિલિવરી બોય પેકેટ લઈને આવ્યો હતો. પણ જ્યારે આ પેકેટ ખોલવામાં આવ્યું તો તેમાંથી ડ્રોન કેમેરાને બદલે એક કીલો બટાકા નિકળ્યા હતા. આ ગ્રાહકે પેકેટને અનપેક્ડ કરવાનો સંપૂર્ણ વિડિયો તૈયાર કર્યો છે અને સોશિયલ મીડિયા પર શેર કર્યો છે, જે ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે.

ડ્રોનના પેકેટમાંથી નિકળ્યા 10 બટાકા


અહેવાલ પ્રમાણે નાલંદા પરવલપુરના રહેવાસી ચેતન કુમાર સાથે છેતરપિંડીની આ ઘટના બની છે. વાયરલ વિડિયોની વાત કરવામાં આવે તો તેમા ગ્રાહક મીશો ડિલીવરી એક્ઝિક્યુટીવને પાર્સલ રિસીવ કરતી વખતે અનબોક્સ કરતા દેખાય છે. ડિલીવરી બોય પાર્સલ ખોલે છે, તો તેમાંથી ડ્રોન કેમેરાને બદલે 10 બટાકા દેખાય છે.


મીશોના એક્ઝિક્યુટીવે કર્યો દાવો

Exclusive: Meesho forays into grocery and FMCG with a long term strategy

ગ્રાહકે ડ્રોન માટે ઓનલાઈન પેમેન્ટ કર્યું હતું. ડ્રોન માટેનું પેકેટ ખોલતા તેમાંથી બટાકા નિકળ્યા હતા. ત્યારબાદ ડિલિવરી કરવા આવેલા મીશો એક્ઝિક્યુટીવને સ્થાનિક લોકોએ ઘેરી લીધા હતા. જે વિડિયોમાં જોઈ શકાય છે. ડિલિવરી એક્ઝિક્યુટીવે દાવો કર્યો છે કે આ ઘટનામાં તેની કોઈ જ સંડોવલણી નથી. પણ મીશો આ છેતરપિંડીમાં સામેલ છે. આ અંગે કોઈ પોલીસ ફરિયાદ દાખલ થઈ નથી.



આજે શિક્ષક દિવસ છે.. શિક્ષકોને આપણે ત્યાં ઘણું મહત્વનું સ્થાન આપવામાં આવ્યું છે. બાળકના જીવનમાં માતા પિતા સિવાય જો કોઈનું મહત્વનું સ્થાન હોય તો તે શિક્ષકનું છે.. શિક્ષકો જ્યારે વિદ્યાર્થીઓેને ભણાવે છે ત્યારે તે આવવાની પેઢીને તૈયાર કરે છે.

ગુજરાતમાં ટેટ ટાટ પાસ ઉમેદવારો ઘણા સમયથી માગ કરી રહ્યા છે કાયમી શિક્ષકોની ભરતી કરવામાં આવે.. જ્ઞાન સહાયકનો વિરોધ તે કરી રહ્યા છે. આજે ગાંધીનગર ખાતે ટેટ ટાટ પાસ ઉમેદવારો આંદોલન કરવા માટે આવ્યા હતા. અને સરકાર વિરૂદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા.

વડોદરાથી આવા વિરોધના દ્રશ્યો સામે આવ્યા હતા પરંતુ હવે આવા દ્રશ્યો અમદાવાદના ઓઢવથી સામે આવ્યા છે જેમાં બાબુદાસ પટેલને વિરોધનો સામનો કરવો પડ્યો હતો.. સ્થાનિકોએ તેમનો રોષ ઢાલવ્યો અને તેમને જતા રહેવા કહ્યું..

અનેક લોકો એવા હોય છે જેમને જીવનમાં ક્યાં જવું છે તેની ખબર નથી હોતી. જીવનનો લક્ષ્ય ખબર નથી હોતી એટલા માટે તે ભટકતા રહે છે, દિશાહીન હોય છે. સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે ગૌરાંગ ઠાકરની રચના..