લ્યો બોલો! નકલી સરકારી કચેરી બાદ હવે મોરબીમાંથી ટોલનાકું ઝડપાયું, વાહનચાલકો પાસેથી કરોડો લૂંટ્યા


  • Published By :
  • Published Date : 2023-12-04 16:16:08

ગુજરાતમાં રામ રાજ્ય અને પ્રજા સુખી તેવો માહોલ છે. રાજ્યમાં બધું જાણે રામ ભરોસે ચાલી રહ્યું છે, વર્તમાન જે પરિસ્થિતી જોવા મળી રહી છે તે ખરેખર ચિંતાજનક છે. એક તરફ નકલી અધિકારીઓ, નકલી પોલીસ કર્મી, નકલી ખાણી-પીણીની વસ્તુઓ અને નકલી સરકારી કચેરીઓ પણ પકડાઈ ચૂકી છે. ત્યારે હવે ગુજરાતના મોરબીમાં નકલી ટોલનાકું ઝડપાતા હડકંપ મચ્યો છે. દક્ષિણ ગુજરાતમાં સરકારી કચેરી ગેરકાયદે ધમધમતી હોવાના અહેવાલ તાજા જ છે ત્યારે રાજકોટથી માત્ર 50 કિલોમીટર દૂર નેશનલ હાઈવે પર ગેરકાયદે ટોલનાકું ઊભું કરી દેવાની ઘટના પ્રકાશમાં આવી છે.


મોરબીના ટોલનાકું ધમધમતું હતું


મોરબીના વાંકાનેરના વઘાસિયા ગામ નજીક બંધ પડેલી સીરામીક ફેક્ટરી ભાડે રાખીને ટોલનાકું ચલાવવામાં આવતું હતું. આ ટોલનાકું થોડા દિવસોથી નહીં પરંતુ છેલ્લા દોઢ વર્ષથી ચાલતું હતું. જેમાં ફોર વ્હીલરના 50, નાના ટ્રકના 100, મોટા ટ્રકના 200ની ઉઘરાણી કરાતી હતી. આમ મામલે નિવૃત આર્મીમેન ગણાવતા રવિ નામના વ્યક્તિ સામે નકલી ટોલનાકું ચાલવીને કરોડો રૂપિયાની કમાણી કરી હોવાના આક્ષેપ લાગ્યા છે. મોટામાથાઓ દ્વારા આ ટોલનાકું ચલાવાતું હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે. પરંતુ સવાલ એ થાય છે કે, તંત્રને અત્યાર સુધી આ અંગે જાણ કેમ ના થઈ? કોની રહેમ નજર હેઠળ આ નકલી ટોલનાકું ચાલતું હતું તે મોટો સવાલ છે. આ મામલે સ્થાનિક એટલે કે વાંકાનેર પોલીસ સહિત લાગતા વળગતા સત્તાધીશોને અનેક વખત રજૂઆતો કરવામાં આવી હોવા છતાં ટોલ પ્લાઝાના નામે ગેરકાયદેસર ઉઘરાણા બંધ થતા ન હોવાનો ટોલ પ્લાઝાના મેનેજરે આક્ષેપ કર્યો છે.


દોઢ વર્ષમાં કરોડોની કમાણી કરી 


રાજકોટ જિલ્લાના, વાંકાનેર પંથકના વઘાસીયા ટોલ પ્લાઝાથી બચવા માટે નાના-મોટા હજારો વાહનો માટે નજીકની ફેક્ટરી અને વઘાસીયા ગામના અમુક માથાભારે માણસોએ ગેરકાયદેસર રીતે ટોલ પ્લાઝાના નામે ટોલ પ્લાઝાથી ઓછી રકમ ઉઘરાવવાનો સિલસિલો ચાલુ કરતા રોજ લાખો રૂપિયાના ઉઘરાણા અને મહિને રૂપિયા એક કરોડથી પણ વધારે પૈસા એકત્ર કરાતો હોવાથી મૂળ ટોલ પ્લાઝા સંચાલકોને કરોડો રૂપિયાનુ નુકસાન જઈ રહ્યું છે.વ્હાઇટ હાઉસ નામની ફેક્ટરી અને વઘાસીયા ગામના અમુક માથાભારે શખ્સ દ્વારા નાના મોટા હજારો વાહનોને આવન જાવન કરવા માટે ટોલ પ્લાઝાના નામે ઉઘરાવવામાં આવતા રોજના લાખો રૂપિયા બાબતે ચોકાવનારી વિગતો એવી જાણવા મળી છે કે વાંકાનેર નજીકના રોડ ઉપર વઘાસીયા ટોલ પ્લાઝા ઉભુ કરવામાં આવ્યું છે. આ ટોલ પ્લાઝા ઉપરથી પસાર થતા વાહનો પાસેથી નિયમ મુજબ ટોલ ટેક્સ ઉઘરાવવામાં આવે છે. પરંતુ નાના મોટા વાહન ચાલકોને ટોલટેક્સ મોંઘો પડતો હોય આ ટોલ પ્લાઝા  નજીકની વાઈટ હાઉસ નામની ફેક્ટરીના સંચાલકે પોતાની પ્રીમાઈસીસમાંથી નાના મોટા હજારો વાહનોને રોજ આવન જાવન માટે રસ્તો કરી દેતા એકંદરે વાહન ચાલકોને રાહત થાય છે.પરંતુ આવા વાહનોને પસાર કરવા માટે ફેક્ટરીના સંચાલકો એટલે કે આ ફેક્ટરીના ખીલે કુદતા અમુક પાલતુ માણસો દ્વારા નાના મોટા વાહનો પાસેથી રૂપિયા 50 થી માંડીને 200 સુધીના ગેરકાયદેસર રીતે ટોલ પ્લાઝાના નામે ઉઘરાણા કરવામાં આવે છે.

કલેક્ટરે આપ્યો તપાસનો આદેશ


મોરબીના વાંકાનેરમાં નકલી ટોલનાકાનો પર્દાફાશ થયો છે. નકલી ટોલનાકા અંગે મિડીયા રિપોર્ટ આવ્યા બાદ તંત્ર પણ દોડતું થયું છે. આ સમગ્ર અહેવાલ બાદ નકલી ટોલનાકા મુદ્દે કલેક્ટર જી.ટી. પંડ્યાએ તપાસના આદેશ આપ્યા છે. વાંકાનેર પ્રાંત અધિકારી અને પોલીસને આદેશ આપ્યા છે. નકલી ટોલનાકા અંગે પોલીસ પણ તપાસ કરશે. મોરબીના વાંકાનેરમાં છેલ્લા દોઢ વર્ષથી નકલી ટોલનાકું ચાલતું હોવાનાં આક્ષેપ સાથે એક વીડિયો વાયરલ થતા ચકચાર મચી છે, આ નકલી ટોલનાકામાં ચાલતા ગોરખધંધાના દ્રશ્યો કેમેરામાં  કેદ થયા છે.



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.