આજે સવારથી જ વિશ્વભરના શેરબજારોમાં જોરદાર ગિરાવટ જોવા મળી છે. કેહવાઈ રહ્યું છે કે , ડોનાલ્ડ ટ્રમ્પના રેસિપ્રોકલ ટેરિફ પછી વિશ્વભરની સપ્લાય ચેન પર ખુબ મોટું જોખમ તોળાઈ રહ્યું છે અને તેની સીધી અસર વિવિધ દેશોના અર્થતંત્ર પર પડી શકે છે. તો હવે ચાઇના પછી યુરોપીઅન યુનિયન અમેરિકા પર કાઉન્ટર ટેરિફ લગાડે તેવી સંભાવના છે. વાત કરીએ ઇઝરાયેલની તો , તેણે યુનાઇટેડ કિંગડમના બે સાંસદોને ઇઝરાયેલમાં પ્રવેશતા રોકવામાં આવ્યા છે સાથે જ તેમને ડિટેઇન કરી લેવાયા છે. ડોનાલ્ડ ટ્રમ્પના "ટેરિફ વિસ્ફોટ"ની અસર હવે વિશ્વભરના શેરબજારોમાં દેખાઈ રહી છે. સૌપ્રથમ વાત કરીએ આપણા ભારતીય શેરબજારની તો આજે સેન્સેક્સ ૩૦૦૦થી વધુ ડાઉન ગયો છે. નિફ્ટી ૧૧૦૦ જેટલો ગગડ્યો છે. વાત કરીએ અન્ય દેશોના બજારોની તો , જાપાનમાં ૬ ટકા , કોરિયાનું માર્કેટ ૪.૫ ટકા , ચીનનું માર્કેટ ૬.૫ ટકા , હોંગકોંગમાં ૧૦ ટકાથી નીચેની ગિરાવટ છે . આ મામલે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની પ્રતિક્રિયા સામે આવી છે જયારે પત્રકારોએ આ વિશે તેમને પૂછ્યું ત્યારે તેમણે જવાબ આપતા કહ્યું હતું કે , " તમારો સવાલ જ બોગસ છે. હું કોઈ પણ વસ્તુને ડાઉન કરવામાં માનતો નથી . જોકે કોઈક વાર તમારે સાજા થવા માટે દવા લેવી પડે છે . "
એપ્રિલની ૩ જી તારીખ પર ડોનાલ્ડ ટ્રમ્પએ મોટાભાગના દેશો પર રેસિપ્રોકલ એટલેકે , જેવા સાથે તેવા ટેરિફ લગાડ્યા છે. તેની સૌપ્રથમ અસર અમેરિકાના વૉલ સ્ટ્રીટ માર્કેટ પર પડી હતી. કોરોના પછી પ્રથમવાર ડાઉ જોન્સમાં શુક્રવારના રોજ ૨૨૩૧ પોઇન્ટ એટલેકે ૫.૫ ટકા ગિરાવટ જોવા મળી હતી. જોકે ભારતનું વલણ સ્પષ્ટ છે તે કોઈ પણ કાઉન્ટર ટેરિફ અમેરિકા પર નઈ નાખે . ભારતની અમેરિકાની સાથે દ્વિપક્ષીય વ્યાપારી કરારોને લઇને ચર્ચા ચાલુ જ છે. જે સપ્ટેમ્બર સુધીમાં પૂર્ણ થશે. સંભાવના છે કે , અમેરિકન રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ જયારે ક્વૉડ દેશોની સમિટમાં ભાગ લેવા ભારત આવે ત્યારે દ્વિપક્ષીય વ્યાપારી કરારો પર બેઉ દેશો વચ્ચે હસ્તાક્ષર થઈ શકે છે. વાત કરીએ યુરોપની , યુરોપીઅન યુનિયન અમેરિકા પર ૨૮ બિલિયન ડોલરના કાઉન્ટર ટેરિફ લગાવી શકે છે. અમેરિકા પર આ અગાઉ કેનેડા અને ચાઇનાએ કાઉંટર ટેરિફ લગાડેલા છે. હવે યુરોપીઅન યુનિયન પણ આ કાઉંટર ટેરિફની ક્લબમાં શામિલ થઇ ગયું છે. વાત કરીએ યુરોપીઅન યુનિયનના ૨૭ દેશો પર અમેરિકાએ ૩જી એપ્રિલના રોજ ૨૦ ટકા રેસિપ્રોકલ ટેરિફ લગાડેલા છે. બીજા વિશ્વયુદ્ધ પછી અમેરિકા અને યુરોપ ખુબ મહત્વના ભાગીદાર છે. આટલુંજ નહિ ગયિકાલે જ ડોનાલ્ડ ટ્રમ્પના ખાસ માણસ ઈલોન મસ્કે અમેરિકા અને યુરોપ વચ્ચે ફ્રી ટ્રેડ ઝોનની વાત કરી હતી એટલે તેમણે ડોનાલ્ડ ટ્રમ્પ કરતા અલગ સુર અપનાવ્યો છે.
હવે વાત કરીએ યુનાઇટેડ કિંગ્ડમ અને ઇઝરાયલની તો , આ બેઉ દેશો વચ્ચે રાજદ્વારી સબંધોમાં તણાવ જોવા મળી રહ્યો છે. બ્રિટનની સત્તાધારી લેબર પાર્ટી અને તેના બે સાંસદ યુઆન યાન્ગ અને અબત્તિસમ મોહમ્મદ , આ બેઉ જણ પાર્લિયામેંટ્રી ડેલિગેશનના ભાગ રૂપે ઇઝરાયેલની મુલાકાતે પહોંચ્યા હતા . પણ આ બેઉ બ્રિટિશ લેબર સાંસદોને ઇઝરાયેલમાં પ્રવેશ નહોતો અપાયો અને આ સાથે જ તેમને ડિટેન કરીને બ્રિટન પાછા ડિપોર્ટ કરી દેવાયા છે. જોકે ઇઝરાયેલ તરફથી પ્રતિક્રિયા સામે આવી હતી કે આ બેઉ સાંસદો હેટ સ્પીચ ફેલાવવા માંગતા હતા . આપને જણાવી દયિકે હાલમાં વર્તમાન બ્રિટિશ સરકાર ગાઝામાં સીઝફાયર ઈચ્છે છે . એટલે , ઇઝરાયલ આ બાબતે સહેમત ના હોઈ શકે .