ગુજરાત અને ગરબા બંને એક બીજાના પૂરક છે તેવું કહેવું અતિશયોક્તિ નથી. ગુજરાત સહિત અન્ય રાજ્યો પણ રાહ જોતા હોય છે તે તહેવાર એટલે કે નવરાત્રિ. ટૂંક સમયમાં નવરાત્રિનો પાવન પર્વ આવી રહ્યો છે. નવરાત્રિ મામલે ગુજરાત સરકારે મહત્વની જાહેરાત કરી છે કે હવેથી નવ શક્તિ પીઠ પર ગરબાનું આયોજન કરી શકાશે.
કોરોનાના કારણે 2 વર્ષથી ગુજરાતીઓ ગરબા રમવા માટે થનગની રહ્યા છે. ગુજરાત સરકારે હવે અંબાજી, બહુચરાજી અને પાવાગઢ સહિતના 9 શક્તિ મંદિર પર ગરબાનું આયોજન કરવા માટે મંજૂરી આપી દીધી છે.
અમદાવાદના જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે પણ ગરબાનું ભવ્ય આયોજન કરી શકાશે. આગામી 26 સપ્ટેમ્બરથી નવરાત્રિ આવી રહી છે ત્યારે ગુજરાતીઓએ દાંડિયા સાથે ગરબા રમવા માટે તૈયાર છે. કોરોનાના કારણે બંધ ગરબા પર પણ ગુજરાત સરકારે આદેશ કર્યો છે કે સામાન્ય સ્થિતિમાં ગરબાનું આયોજન કરી શકાશે.