Corona બાદ Heart Attack પ્રાણઘાતક સાબિત થઈ રહ્યો છે! Rajkotમાં વધુ એક યુવાનનું અચાનક થયું મૃત્યુ, જાણો વિગત


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-10-16 11:34:41

હાર્ટ એટેકને કારણે અનેક યુવાનોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. ન માત્ર યુવાનો માટે હાર્ટ એટેક પ્રાણઘાતક સાબિત થઈ રહ્યો છે પરંતુ નાના બાળકો, સ્કૂલમાં ભણતા બાળકોના મોત પણ હાર્ટ એટેકને કારણે થઈ રહ્યા છે. રાજકોટથી તો અવાર-નવાર સમાચાર આવતા હોય છે હાર્ટ એટેકના. છેલ્લા થોડા દિવસોની અંદર જ રાજકોટમાં રહેતા અનેક લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. ગઈકાલે પણ બે લોકો મોતને ભેટ્યા છે ત્યારે વધુ એક કિસ્સો હાર્ટ એટેકનો સામે આવ્યો છે. રાજકોટમાં 33 વર્ષીય યુવકનું મોત હાર્ટ એટેકને કારણે થયું છે તેવી આશંકા પરિવારના સભ્યો દ્વારા વ્યક્ત કરવામાં આવી છે.


રાજ્યમાં નાની ઉંમરે હાર્ટ એટેકથી મોતનો સિલસિલો યથાવત, રાજકોટમાં 33 વર્ષના યુવકનું મોત

આજે વધુ એક યુવાનો ગુમાવ્યો હાર્ટ એટેકને કારણે જીવ 

યુવાનોમાં હાર્ટ એટેકના કિસ્સાઓ બનવા સામાન્ય બની ગયા છે. અનેક યુવાનો મોતને ભેટ્યા છે હાર્ટ એટેકને કારણે. રાજકોટમાં 33 વર્ષનાં રાજકુમાર આહુજાનું હાર્ટ એટેકથી મોત નિપજ્યું છે. ગીતગુજરી સોસાયટીમાં યુવક રહેતો હતો. રાત્રિના સમયે અચાનક યુવાન બેભાન થઈ ગયો હતો. બેભાન થયા બાદ તાત્કાલીક રાજુકમારને સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જો કે હોસ્પિટલના ફરજ પરના તબીબોએ યુવકને મૃત જાહેર કર્યો હતો. મહત્વનું છે કે ગઈકાલે પણ હાર્ટ એટેકના બે કિસ્સાઓ સામે આવ્યા હતા. એક સુરતથી અને બીજો વડોદરાથી કિસ્સો સામે આવ્યો હતો. યુવાનોના અચાનક મૃત્યુથી પરિવારમાં શોકની લાગણી પ્રવર્તિ ઉઠી છે. યુવાનોમાં વધતા હાર્ટ એટેકના કિસ્સાઓ ચિંતાજનક છે. 


થોડા દિવસોની અંદર અનેક લોકોએ ગુમાવ્યો છે જીવ  

રાજ્યમાં હાર્ટ એટેકના બનાવો ચિંતાજનક રીતે વધી રહ્યા છે. લોકો ક્રિકેટ રમતા, તો કોઈ ડાન્સ કરતા મોતને વ્હાલુ થાય છે. કોઈનું કસરત કરતા -કરતા હ્રદય બંધ થઈ રહ્યું છે. આપણી સામે એવા અનેક કિસ્સાઓ છે જેમાં ગરબા રમતા રમતા યુવાનોના મોત થઈ રહ્યા છે. ગઈકાલે વડોદરા અને સુરતથી બે હાર્ટ એટેકની ઘટનાઓ સામે આવી હતી. બે યુવકોના મોત થયા છે. પરિવાર ભલે અલગ અલગ હોય પરંતુ પરિવારજનને ગુમાવવાનો ગમ એક સરખો હોય છે. પરિવાર પર આભ ફાટી જાય છે. ત્યારે આજે વધુ એક યુવાનનું મોત થયું છે. નવરાત્રી પર્વ અનેક પરિવારો માટે અશુભ સાબિત થયા છે.   


ગઈકાલે બે લોકોના મોત હાર્ટ એટેકને કારણે થયા 

સુરતના ઇચ્છાપોરમાં એક યુવકનું મોત થયું છે, ઇચ્છાપોરમાં નવરાત્રી માટે માતાજીની મૂર્તિ લેવા ગયેલા 28 વર્ષીય યુવાનનું છાતીમાં દુઃખાવા બાદ મોત થયું છે. આ યુવકને હાર્ટ એટેક આવ્યો હોવાની આશંકા છે. મૃતક યુવક અમર કિશોર રાઠોડ હીરા કંપનીમાં કામ કરતો હોવાનું જાણવા મળ્યું છે. મૃતકને પરણિત છે અને સંતાનમાં એક પુત્રી છે. યુવકના મોતના પગલે પરિવાર પર આભ તૂટી પડ્યું છે. મળતી માહિતી અનુસાર યુવાન રાત્રે 3.20 વાગ્યાની આસપાસ બેભાન થયો હતો. સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો પરંતુ તે પહેલા જ તેનો જીવ જતો રહ્યો હતો. પરિવારને આશંકા છે કે યુવકનું મોત હાર્ટ એટેકને કારણે થયું છે.  




સાવરકુંડલા તાલુકામાં વરસાદને કારણે પાકને નુકસાન થયું છે.. ત્યારે સરકાર દ્વારા નુકસાનીનો જલ્દી સર્વે કરવામાં આવે અને સહાય ચૂકવવામાં આવે તેવી માગ કરી છે...

બાળપણ... જીવનનો એક એવો phase જે આપણને યાદ રહી જાય છે.. બાળપણનું નામ સાંભળતા જ આપણા ચહેરા પર એક અલગ સ્માઈલ આવી જાય.. જૂની યાદો તાજા થઈ જાય.. બાળપણ આખું યાદ આવી જાય.

ગુજરાતમાં ફરી એકવાર ચૂંટણીનો માહોલ છવાઈ રહ્યો છે.... ત્રણેય પક્ષોએ તૈયારીઓ શરુ કરી દીધી છે... ત્રણ એટલા માટે કે આમ આદમી પાર્ટી પણ પોતાના ઉમેદવાર ઉતારશે એવી ચર્ચા છે... એટલે આપ અને કોંગ્રેસનું ગઠબંધન તૂટશે એવુ કહી શકાય છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ફિટ ઈન્ડિયા, ફિટ મીડિયા કેમ્પેઈનનો શુભારંભ કરાવ્યો હતો.. રેડ ક્રોસ ભવનની બાજુમાં આવેલા ખાદી ગ્રામોદ્યોગ ભવનના પરિસરમાં કરવામાં આવ્યો હતો..