ચૌધરી અને પાટીદાર સમાજ બાદ ક્ષત્રિય Thakor સમાજના લોકોએ બનાવ્યું પોતાનું બંધારણ, જાણો કુપ્રથા દૂર કરવા શું લેવાયા નિર્ણય?


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-08-28 13:02:19

જેમ દેશનું બંધારણ હોય છે તેમ અનેક સમાજો પણ પોતાના બંધારણને ઘડી રહ્યા છે. થોડા સમયથી આવી પહેલ શરૂ થઈ છે કે સમાજ પોતાના બંધારણની રચના કરી રહ્યો છે. ચૌધરી સમાજ અને પાટીદાર સમાજના બંધારણ બનાવાની ઘટના બાદ અનેક સમાજો આ દિશામાં આગળ વધી રહ્યા છે. મોટા ભાગના સમાજ કંઈકને કંઈક સમાજ સુધારાના આશયથી પોતાના સમાજનું બંધારણ બનાવી રહ્યા છે. હવે ક્ષત્રિય ઠાકોર સમાજ દ્વારા બંધારણ બનાવવામાં આવ્યું છે.  

 મહેસાણામાં ક્ષત્રિય ઠાકોર સમાજની પહેલ: લગ્ન પ્રસંગે થતા બીજા પ્રસંગોમાં ડી.જે વગાડવાનું બંધ કરવામાં આવે છે. પરંતુ ઘરે લગ્ન સ્થળે થતાં ગામના મંદિરે ધાર્મિક પસંગે અને નવરાત્રિ ટાણે સાઉન્ડ વગાડી શકાશે.

કુરિવાજોને નાથવા ક્ષત્રિય ઠાકોર સમાજે બનાવ્યું બંધારણ

મહેસાણા જિલ્લાના અનેક વિસ્તારોમાં ક્ષત્રિય સમાજના લોકો વસે છે. વડનગર આસપાસ લગભગ 80 ગામ એવા છે જ્યા ક્ષત્રિય ઠાકોર બાહુલ્યવાળા છે. ઉત્તર ગુજરાતના સમાજોમાં દારૂ અને ગાંજો જેવી સમસ્યાઓ છે તેને કારણે સમાજ આગળ નથી વધી શકતો. પરંતુ ધીરે ધીરે આવી સમસ્યાથી આગળ વધવાનો પ્રયત્ન કરી રહ્યા છે. આવી સમસ્યાને અને કુરિવાજોને બંધ કરવા ક્ષત્રિય ઠાકોર સમાજના નેતા અને વડીલો ભેગા થયા હતા અને પોતાનું નવું બંધારણ બનાવ્યું હતું. 

લગ્ન પ્રસંગમાં નહીં વગાડાય ડીજે 

તેમના બંધારણની મુખ્ય બાબતો વિશે જાણીએ તો લગ્ન પ્રસંગે કે બીજા કોઈ પ્રસંગે ડીજે બંધ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જો કે મંદિરના ધાર્મિક પ્રસંગમાં અને નવરાત્રીમાં ડીજે વગાડવાની મનાઈ નથી કરવામાં આવી. લગ્નમાં વરઘોડાની પ્રથા પણ બંધ કરી છે. ઓઢણી જેવા પ્રસંગમાં હવે માત્ર સ્ત્રીઓ જ જઈ શકશે. ઓઢણીના પ્રસંગમાં પુરુષો હવે નહીં જઈ શકે. મરણ પ્રસંગમાં સોળ લાવવાના બદલે રોકડા રૂપિયા આપી દેવાના રહેશે. અને કુટુંબના બધા લોકો હવે સોળ નહીં લઈ જઈ શકે કુટુંબનો મુખ્ય વ્યક્તિ જ સોળ લઈ જઈ શકશે. 


પહેરામણીની પ્રથા કરાઈ બંધ 

ઘરધણી સિવાય બાકીના લોકોએ રોકડા રૂપિયાનો વહેવાર કરવો પડશે. મરણ થઈ જાય ત્યારે માથે સાડી નાખવાની પ્રથા બંધ કરવામાં આવી છે. ખાલી ઘરધણી જ માથે સાડી નાખી શકશે. ઘરધણી સિવાયના લોકો રોકડા રૂપિયાનો વહેવાર કરશે. અમુક સમાજમાં હજુ પણ પ્રથા છે કે લગ્ન પ્રસંગમાં પહેરામણી કરવી ફરજિયાત હોય છે, ક્ષત્રિય ઠાકોર સમાજમાં પણ આ પ્રથા હતી પરંતુ હવે આ પ્રથાને બંધ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. છતાંય જો ઓઢામણી કરવી હોય તો રોકડા રૂપિયા આપીને કરવાની રહેશે. સૌથી મહત્વની અને સૌથી સુંદર વાત લગભગ આ હશે કે સામાજિક પ્રસંગોમાં જુગાર રમવામાં આવે છે તેના પર પ્રતિબંધ લગાવામાં આવશે, 


ક્ષત્રિય ઠાકોર સમાજમાં પહેલા હતી દારૂ પીવાની પ્રથા 

પહેલા ઠાકોર સમાજમાં દારૂ પીવાની બહુ આદત હતી જોકે સમાજ પોતે જાગૃત થયો અને પાછલા દાયકાઓમાં દારૂ પીવાનું બહુ ઘટ્યું છે. શિક્ષણ આવે છે એટલે સમાજમાં પણ સુધારા થાય છે. તમામ સમાજે સારપ માટે અને સમાજના કલ્યાણ માટે સારા નિર્ણયો લેવા જોઈએ અને કુ પ્રથાઓને સમાજમાંથી દૂર કરવી જોઈએ.



વાવ બેઠકની પેટા ચૂંટણીનું પરિણામ આવી ગયું છે અને તેમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરની જીત થઈ છે...

ગુજરાતમાં ગુલાબી ઠંડીનો અનુભવ ધીરે ધીરે થવા લાગ્યો છે... વહેલી સવારે અને રાત્રે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે.. અનેક વિસ્તારો એવા છે જેનું તાપમાન 20 ડિગ્રીની નીચે નોંધાયું છે..

અદાણી ગ્રૂપના વડા ગૌતમ અદાણી પર અબજો ડોલરની લાંચ તેમજ છેતરપિંડીનો આરોપ લગાવામાં આવ્યો છે.... ગૌતમ અદાણી સહિત 7 લોકો પર ન્યૂયોર્કની ફેડરલ કોર્ટે અબજો ડોલરની છેતરપિંડી અને લાંચ લેવાનો આરોપ લગાવ્યો છે.

રાજ્યમાં ધીરે ધીરે ગુલાબી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે... વહેલી સવારે તેમજ મોડી રીત્રે ઠંડીનો ચમકારો અનુભવાય છે.... 24 કલાકમાં જ બેથી ત્રણ ડિગ્રી તાપમાન ઘટ્યું છે.... અનેક વિસ્તારો એવા છે જ્યાંનું લઘુત્તમ તાપમાન 20 ડિગ્રી નીચે નોંધાયું છે...