ભાજપ બાદ કોંગ્રેસે પણ ચૂંટણી દરમિયાન પક્ષવિરોધી કામ કરનાર નેતાઓને કર્યા સસ્પેન્ડ


  • Published By :
  • Published Date : 2023-01-14 08:54:58

ડિસેમ્બર મહિનામાં ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી યોજાઈ હતી. 182 સીટોમાંથી ભાજપે 156 સીટો પર જીત મેળવી હતી જ્યારે કોંગ્રેસે માત્ર 17 સીટો મેળવી હતી. કોંગ્રેસના ખરાબ પ્રદર્શનને પગલે કોંગ્રેસ એક્શન મોડમાં આવી ગઈ છે. કોંગ્રેસે કડક કાર્યવાહી કરવાની શરૂઆત કરી દીધી છે. જે અંતર્ગત જૂનાગઢની માંગરોળ બેઠક પર બાબુભાઈ વાજાને હરાવવા પ્રયત્ન કરનાર બે નેતાઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.


કોંગ્રેસે કરી છે સત્ય શોધક કમિટીની રચના 

ગુજરાતમાં બે તબક્કામાં વિધાનસભા ચૂંટણી યોજાઈ હતી. પહેલી અને પાંચમી ડિસેમ્બરે મતદાન યોજાયું હતું જ્યારે આઠમી ડિસેમ્બરના રોજ પરિણામ આવ્યું હતું. ભાજપે ફરી એક વખત ગુજરાતમાં સત્તા સંભાળી છે. ત્યારે કોંગ્રેસને માત્ર 17 સીટોથી જ સંતોષ માનવો પડ્યો હતો. આ વખતનું કોંગ્રેસનું પ્રદર્શન એકદમ ખરાબ માનવામાં આવે છે. ગુજરાતમાં કારમી હાર બાદ કોંગ્રસે સત્ય શોધક કમિટીની રચના કરી છે જે ગુજરાતમાં હારનું કારણ શોધશે અને રિપોર્ટ હાઈ કમાન્ડને સોંપશે.


માંગરોળ બેઠક પર બાબુભાઈ વાજાનો થયો પરાજ્ય

કોંગ્રેસને આ વખતની ચૂંટણીમાં ઓછી સીટથી સંતોષ માનવો પડ્યો હતો. કારમી હાર બાદ કોંગ્રેસ પાર્ટી એક્શન મોડમાં આવી છે. ચૂંટણી સમયે પાર્ટીને નુકસાન પહોંચનાર નેતાઓ સામે પગલા લેવામાં આવી રહ્યા છે. જૂનાગઢના માંગરોળ બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર બાબુભાઈ વાજાની જીત લગભગ નક્કી હતી. પરંતુ તેમને હારનો સામનો કરવો પડ્યો હતો. 


પક્ષવિરોધી કામ કરનાર નેતા સામે કરાઈ કાર્યવાહી 

કોંગ્રેસના નેતાઓ દ્વારા તેમને હરાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો. જેને કારણે પાર્ટીએ નેતાઓ વિરૂદ્ધ પગલા લેવાનું શરૂ કર્યું છે. પાર્ટીએ ખુમાણભાઈ અને તેમના પુત્ર રણજીતભાઈ પરમારને પાર્ટીમાંથી સસ્પેન્ડ કરી દીધા છે. બાબુભાઈની હાર બાદ જ્યારે કોંગ્રેસે તપાસ કરી તે વખતે જણવા મળ્યું કે જાણી જોઈને બાબુભાઈને હરાવવા પ્રયત્ન કરવામાં આવ્યો છે. ઉપરાંત આવનાર સમયમાં અનેક નેતાઓ સામે કાર્યવાહી કરવામાં આવી શકે છે.     



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.