કવિતા ટ્રેન્ડમાં BJP અને Congressના નેતાઓ બાદ Yuvrajsinh Jadejaએ આપ્યું યોગદાન, કવિતા શેર કરી - જરા ધ્યાન રાખજો...


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-03-30 17:48:46

ગુજરાતની રાજનીતિમાં રાજનેતાઓનો જેમ અંતરાત્મા જાગી જતો હોય છે તેમ તેમની અંદર રહેલો કવિ પણ જાગી જતો હોય છે..! આ ચૂંટણીમાં કંઈ નવું જોવા મળવાનું છે કારણ કે ભારતીય જનતા પાર્ટીના તેમજ કોંગ્રેસના નેતાઓ દ્વારા કવિતાઓ લખવામાં આવી રહી છે એક બીજા પર કટાક્ષ કરવામાં આવી રહ્યો છે. પરેશ ધાનાણીએ શરૂવાત કરી તો પછી એમની પાછળ હેમાંગ રાવલે કવિતા લખી પછી વળતા જવાબમાં ભાજપના યજ્ઞેશ ભાઈએ પણ કવિતા લખી અને આ કવિતાઓ સાંભળીને સવાલ થાય કે આ ચૂંટણી છે કે કવિ સંમેલન? આ બધા વચ્ચે યુવરાજસિંહ જાડેજાએ પણ કવિતા ટ્રેન્ડમાં પોતાનું યોગદાન આપ્યું છે...! 

યુવરાજસિંહ જાડેજાએ પણ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી કવિતા  

હાલ લોકસભા ચૂંટણીનો જંગ ચાલી રહ્યો છે અને આ જંગમાં હવે કોંગ્રેસ અને ભાજપ વચ્ચે સોશિયલ મીડિયા પર વોર શરૂ થઈ ચૂક્યું છે. નેતાઓ એક બાદ એક કવિતાઓ સોશિયલ મીડિયા પર શેર કરી રહ્યા છે. શરૂઆત પરેશ ધાનાણીએ કરી તે બાદ તો આ સિલસિલો શરૂ થઈ ગયો. એક બાદ નેતાઓ કવિતાઓ લખી રહ્યા છે. આ બધા વચ્ચે યુવરાજસિંહ જાડેજાએ પણ કવિતા સોશિયલ મીડિયા પર શેર કરી છે. જેમાં તેમણે લખ્યું છે ચર્ચા છે ચારકોર, જરા ધ્યાન રાખજો! ઘુવડ બન્યા છે મોર, જરા ધ્યાન રાખજો.. 


ભાજપ તેમજ કોંગ્રેસના નેતાઓ દ્વારા કવિતા કરવામાં આવી પોસ્ટ 

મહત્વનું છે કે લોકસભા ચૂંટણી પહેલા રાજકીય પાર્ટીઓમાં સોશિયલ મીડિયા વોર શરૂ થઈ ગયું છે. એક બીજા પર કટાક્ષ કરતી પોસ્ટ મૂકવામાં આવે છે. આ વખતની ચૂંટણીમાં કોંગ્રેસ દ્વારા 2004ની વાતને યાદ કરવામાં આવે છે તો બીજેપી દ્વારા કહેવામાં આવી રહ્યું છે 400ને પાર... ત્યારે આ કવિતા કાંડ આગળ જતા યથાવત રહેશે કે બંધ થઈ જશે તે જોવું રહ્યું...  



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?