બિપોરજોય બાદ કચ્છને ફરી બેઠું કરવા તંત્રની મદદે આવ્યા લોકો, ખભાથી ખભા મિલાવી લોકોએ બતાવી ખમીરવંતી, જુઓ તસવીરો


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-06-27 09:30:31

સાથી હાથ બઢાના.. એક અકેલા થક જાયેગા મિલ કર બોજ ઉઠાના... ઘણા વર્ષો પહેલા આવેલું આ ગીત આજે પણ આપણને ઘણું બધું સમજાવી જાય છે. જો લોકો એકતા સાથે ખભાથી ખભા મિલાવીને કામ કરે તો અસંભવ લાગતું કામ પણ આસાનીથી પાર પડી જાય. ત્યારે ટીમ વર્ક કોને કહેવાય તેનું ઉત્કૃષ્ટ ઉદાહરણ કચ્છથી સામે આવ્યું છે. બિપોરજોય વાવાઝોડાને કારણે કચ્છમાં ભારે નુકસાન થયું હતું. કચ્છ જલ્દીથી બેઠું થાય તે માટે તંત્ર દ્વારા તો પ્રયાસ કરવામાં આવી રહ્યા છે પરંતુ ત્યાંના લોકો પણ એટલા જ ખમીરવંતા છે. વાવાઝોડા દરમિયાન જે વીજપોલ તેમજ વૃક્ષો ધરાશાયી થયા હતા તેને ઉઠાવવામાં લોકો મદદ કરી રહ્યા છે.   

કચ્છને ફરી બેઠું કરવા તંત્રની મદદે આવ્યા લોકો 

થોડા દિવસો પહેલા ગુજરાતમાં બિપોરજોય વાવાઝોડું ત્રાટક્યું હતું. દરિયાકાંઠા વિસ્તારોને હાઈ એલર્ટ પર મૂકી દેવાયા હતા. વાવાઝોડાને કારણે અનેક વીજપોલ તેમજ વૃક્ષો ધરાશાયી થયા હતા. વાવાઝોડાએ તબાહી સર્જી હતી. બિપોરજોયની અસરમાંથી ધીરે ધીરે જિલ્લાઓ બહાર આવી રહ્યા છે. ત્યારે કચ્છની કાયા બદલવા માટે તંત્ર તો મહેનત કરી રહ્યું છે પરંતુ કચ્છના લોકો પણ ખભેથી ખભા મિલાવીને કામગીરી કરી રહ્યા છે. ગામના યુવાનો તેમજ ઉંમરલાયક લોકો પોતાની ક્ષમતા મુજબ યોગદાન આપી રહ્યા છે.  


વાવાઝોડાના ટેંશન વચ્ચે પણ પીવડાવી હતી ચા 

જમાવટની ટીમ જ્યારે બિપોરજોયનું કવરેજ કરવા ગઈ હતી ત્યારે આવી વિકટ પરિસ્થિતિમાં પણ કચ્છના લોકોએ પોતાની ખમીરવંતીનું ઉદાહરણ પ્રગટ કર્યું હતું. એક તરફ ઘર જમાવટની ટીમને ચા પીવડાવી હતી. એક તરફ તેજ હવા વહી રહી હતી, તેમનું ઘર રહેશે કે નહીં તેની ચિંતા તેમને સતાવી રહી હતી તો બીજી તરફ પોતાની મહેમાન નવાજીનું ઉદાહરણ પૂરૂં પાડ્યું હતું. વાવાઝોડાની અસર બાદ તેમનું ઘર રહેશે કે નહીં તેની ચિંતા તો હતી પરંતુ ઘરે આવેલા મહેમાનને ચા પાણી કરાયા વગર કેવી રીતે મોકલાય તેની પણ ચિંતા ત્યાંના લોકોને હતી. ત્યારે આવી જ ખુમારી અને જિંદાદિલીને કારણે ગુજરાતી લોકો અલગ જણાઈ આવે છે.     



વાવ બેઠકની પેટા ચૂંટણીનું પરિણામ આવી ગયું છે અને તેમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરની જીત થઈ છે...

ગુજરાતમાં ગુલાબી ઠંડીનો અનુભવ ધીરે ધીરે થવા લાગ્યો છે... વહેલી સવારે અને રાત્રે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે.. અનેક વિસ્તારો એવા છે જેનું તાપમાન 20 ડિગ્રીની નીચે નોંધાયું છે..

અદાણી ગ્રૂપના વડા ગૌતમ અદાણી પર અબજો ડોલરની લાંચ તેમજ છેતરપિંડીનો આરોપ લગાવામાં આવ્યો છે.... ગૌતમ અદાણી સહિત 7 લોકો પર ન્યૂયોર્કની ફેડરલ કોર્ટે અબજો ડોલરની છેતરપિંડી અને લાંચ લેવાનો આરોપ લગાવ્યો છે.

રાજ્યમાં ધીરે ધીરે ગુલાબી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે... વહેલી સવારે તેમજ મોડી રીત્રે ઠંડીનો ચમકારો અનુભવાય છે.... 24 કલાકમાં જ બેથી ત્રણ ડિગ્રી તાપમાન ઘટ્યું છે.... અનેક વિસ્તારો એવા છે જ્યાંનું લઘુત્તમ તાપમાન 20 ડિગ્રી નીચે નોંધાયું છે...