ભારત જોડો યાત્રા બાદ કોંગ્રેસે બીજી યાત્રાની જાહેરાત કરી છે. ભારત જોડો યાત્રા કન્યાકુમારીથી કાશ્મીર સુધીની પદયાત્રા કરી હતી ત્યારે હવે ન્યાય યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. મણિપુરથી મુંબઈ સુધીની આ યાત્રા હશે જે 14 રાજ્યોમાંથી ફરીને જશે. 14 જાન્યુઆરીએ શરૂ થયેલી યાત્રાની પૂર્ણાહૂતી 20 માર્ચે થશે. કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે આ યાત્રાનું પ્રસ્થાન કરાવશે. મહત્વનું છે કે આ યાત્રાનું નેત્રૃત્વ રાહુલ ગાંધી કરશે કે નહીં તે અંગેની જાણકારી આપવામાં નથી આવી. આ યાત્રામાં 6200 કિલોમીટરનું અંતર કાપવામાં આવશે.
આ તારીખથી કોંગ્રેસ શરૂ કરશે ન્યાય યાત્રા
2024માં લોકસભા ચૂંટણી યોજાવાની છે. તેની પહેલા રાજકીય પાર્ટીઓ લોકો સુધી પહોંચવા માટે અલગ અલગ રસ્તાઓ અપવાની રહી છે. કોઈ પાર્ટી જનસંપર્ક કાર્યક્રમની શરૂઆત કરે છે તો કોઈ યાત્રાનું આયોજન કરે છે. થોડા સમય પહેલા રાહુલ ગાંધીના નેત્રૃત્વમાં કન્યાકુમારીથી કાશ્મીર સુધી ભારત જોડો યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. તે આયોજન સફળ થયું તે બાદ એવી માહિતી સામે આવી કે ભારત જોડો યાત્રા 2.0ની શરૂઆત કરવામાં આવશે. ફરી એક વખત યાત્રાનું આયોજન થયું છે પરંતુ આ વખતની યાત્રાને અલગ નામ આપવામાં આવ્યું છે. આ વખતની યાત્રાને ભારત ન્યાય યાત્રા નામ આપવામાં આવ્યું છે. 14 જાન્યુઆરીથી 20 માર્ચ સુધી આ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે.
આ રાજ્યોમાંથી પસાર થશે ભારત ન્યાય યાત્રા
આ યાત્રા 14 રાજ્યોમાંથી પસાર થશે જેમાં મણિપુર, નાગાલેન્ડ, આસામ, મેઘાલય, પશ્ચિમ બંગાળ, બિહાર, ઝારખંડ, ઓડિશા, ઉત્તરપ્રદેશ, છત્તીસગઢ, મધ્યપ્રદેશ, રાજસ્થાન, ગુજરાત અને મહારાષ્ટ્રનો સમાવેશ થાય છે. ભારત જોડો યાત્રામાં જેમ રાહુલ ગાંધી આખી યાત્રા દરમિયાન ચાલ્યા હતા તેવી રીતે આ યાત્રાનું આયોજન નથી કરવામાં આવ્યું. આ યાત્રા બસમાં કરાશે અને કોઈ વખત ચાલીને યાત્રા કરવામાં આવશે.