રાહુલ ગાંધી ભારત જોડો યાત્રા કરી રહ્યા છે. આ યાત્રા પોતાના અંતિમ પડાવમાં પહોંચી છે. 30 જાન્યુઆરીના રોજ આ યાત્રા સમાપ્ત થવાની છે. ત્યારે કોંગ્રેસ દ્વારા એક નવા અભિયાનની શરૂઆત કરવામાં આવી છે. 26 જાન્યુઆરીથી દેશભરમાં કોંગ્રેસે હાથ સે હાથ જોડો અભિયાનની શરૂઆત કરી છે. આ અભિયાન અંતર્ગત લોકોને રાહુલ ગાંધીનો પત્ર પણ આપવામાં આવશે.
आज का दिन भारत के इतिहास का गौरवशाली दिन है और #HaathSeHaathJodo अभियान के शुभारंभ के लिए आज के दिन से बेहतर क्या ही हो सकता था।#BharatJodoYatra को मिले बेशुमार प्यार के बाद 'हाथ से हाथ जोड़ो अभियान' को जनता का समर्थन मिलेगा- ये हमें पूरा भरोसा है। pic.twitter.com/Z9DigSlHuy
— Gujarat Congress (@INCGujarat) January 26, 2023
લોકો સુધી પહોચવાનો કોંગ્રેસ દ્વારા કરાયો પ્રયત્ન
2024માં લોકસભાની ચૂંટણી યોજાવાની છે. ચૂંટણીને લક્ષીને રાહુલ ગાંધી દ્વારા ભારત જોડો યાત્રા કરવામાં આવી રહી છે. અનેક રાજ્યોમાંથી ભારત જોડો યાત્રા પસાર થઈ છે. ત્યારે કોંગ્રેસે નવા અભિયાનની શરૂઆત કરી છે. 26 જાન્યુઆરીથી કોંગ્રેસ દ્વારા હાથ સે હાથ જોડો અભિયાનની શરૂઆત કરવામાં આવી છે. આ અભિયાન દ્વારા જનતા સુધી જોડાવાનો પ્રયત્ન કોંગ્રેસ દ્વારા કરવામાં આવી છે.
રાહુલ ગાંધીનો એક પત્ર પણ લોકોને અપાશે
રાહુલ ગાંધીએ જનતાને નામે એક પત્ર લખ્યો છે જે લોકો સુધી આ અભિયાન અંતર્ગત પહોંચાડવામાં આવશે. કોંગ્રેસના નેતૃત્વમાં એક સ્વર્ણિમ ભારતનો વાયદો કરવામાં આવ્યો છે. આ પત્રને ઘર-ઘર સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરવામાં આવશે. દેશભરમાં 6 લાખ ગામો અને 2.5 લાખ ગ્રામ પંચાયતોનાં 10 લાખ મતદાર કેન્દ્રો સુધી પહોંચવાનો પ્રયત્ન કરવામાં આવશે.