જેલ મુક્ત થયા બાદ યુવરાજસિંહે ઉર્જા ભરતી અંગે ટ્વિટ કરતા લખ્યું કે જો યોગ્ય રીતે તપાસ કરવામાં આવે તો....


  • Published By :
  • Published Date : 2023-07-26 10:37:11

છેલ્લા ઘણા સમયથી રાજ્યમાં ચાલતા અનેક કૌભાંડ સામે આવી રહ્યા છે. કૌભાંડ સામે આવતા અનેક વખત કાર્યવાહી કરવામાં આવે છે. ઉર્જા કૌભાંડમાં કાર્યવાહી કરવામાં આવી રહી છે અનેક લોકોની ધરપકડ કરવામાં આવી છે. આ મામલે વધુ 9 લોકોની ધરપકડ કરાઈ છે. મહત્વનું છે કે ઉર્જા કૌભાંડમાં હજી સુધી 15 જેટલા લોકોની ધરપકડ કરવામાં આવી છે અને હજી તપાસ ચાલી રહી છે. યુવરાજસિંહે ઉર્જા કૌભાંડને લઈ ટ્વિટ કર્યું છે. 

જેલમાંથી બહાર આવ્યા બાદ એક્શન મોડમાં દેખાયા યુવરાજસિંહ 

થોડા સમય પહેલા યુવરાજસિંહ જાડેજા દ્વારા સ્પાર્ધાત્મક પરીક્ષામાં ડમી ઉમેદવારો બેસાડવાનો ઘટસ્ફોટ કર્યો હતો. આ મામલે કાર્યવાહી પણ કરવામાં આવી. પરંતુ ધીમે ધીમે તોડકાંડનો મામલો પણ સામે આવ્યો હતો. યુવરાજસિંહ સહિત 6 લોકો વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં આવી હતી. યુવરાજસિંહ સહિત તમામ લોકોને શરતી જામીન આપવામાં આવ્યા છે. જેલની બહાર આવ્યા બાદ યુવરાજસિંહ ફરી એક વખત એક્શન મોડમાં દેખાયા છે. ભરતીમાં થતી ગેરરીતિ તેમજ કૌભાંડ અંગે ફરી સવાલો યુવરાજસિંહ ઉઠાવી રહ્યા છે. યુવરાજસિંહે એક ટ્વિટ કરી છે જેમાં તેમણે લખ્યું કે જાન્યુઆરી 2021માં જ્યારે ઉર્જા વિભાગની પરીક્ષા ચાલુ હતી ત્યારે જ પ્રેસ કોન્ફરન્સ કરીને આ કૌભાંડને ઉજાગર કર્યું હતું.     


ઉર્જા વિભાગમાં ચાલતા કૌભાંડ અંગે યુવરાજસિંહે કરી ટ્વિટ

યુવરાજસિંહે ટ્વિટ કરી તેમાં લખ્યું કે જે સમયે પરીક્ષા ચાલતી હતી તે સમયે પ્રેસ કોન્ફરન્સ કરી ઉર્જા વિભાગના સિસ્ટમેટીક કૌભાંડ ઉજાગર કરેલ. જે નામો આપેલ હતા એ હવે પકડાય છે. તે સમયે જો એક્શન લીધા હોત તો લિસ્ટ બહું લાંબુ હોત. હજી પણ ઇચ્છાશક્તિ હોય તો  આ ભરતી(જુનિયર આસી. અને જુનિયર એન્જિનિયર) ની CBI દ્વારા તપાસ કરવામાં આવે તો આ ઓનલાઈન_સિસ્ટમેટીક_સ્કેમ માં 300+ એવા લોકો મળશે જે વર્તમાન માં ઊર્જા વિભાગની અલગ અલગ કચેરી માં "ભ્રષ્ટાચાર" થી નોકરી કરતા જોવા મળશે. 



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.