ભાજપે ગુજરાતમાં ઐતિહાસિક જીત હાંસલ કરી છે. એક વ્યક્તિ એક પદના સૂત્રના અમલીકરણને ધ્યાનમાં રાખી ધારાસભ્ય બનેલા કેયુર રોકડિયાએ મેયર પદેથી રાજીનામું આપી દીધું છે. પોતાના પદ ઉપરથી રાજીનામું આપે તેવી માગણી વિપક્ષ દ્વારા કરવામાં આવી હતી. જે બાદ કેયુર રોકડિયાએ મેયર પદેથી રાજીનામું આપી દીધું છે. પોતાનું રાજીનામું તેમણે સભા સેક્રેટરીને સોંપ્યું છે.
વડોદરાના મેયરના પદ ઉપરથી આપ્યું રાજીનામું
ગુજરાતમાં જીત મેળવ્યા બાદ ભાજપે પોતાના સંગઠનમાં અનેક ફેરફાર કર્યા છે. એક વ્યક્તિ એક પદના સૂત્રમાં ભાજપ માનનારુ છે. આ સૂત્રને સાર્થક કરવા વડોદરાના સયાજીગંજના ધારાસભ્યએ મેયર કેયુર રોકડીયાએ મેયર પદ છોડી દીધું છેે. સભા સેક્રેટરીને પોતાનું રાજીનામું સોંપી દીધું છે. ગઈકાલે ધારાસભ્ય દર્શિતા શાહે રાજકોટ ડેપ્યુટી મેયરના પદ ઉપરથી રાજીનામું આપી દીધું હતું. ત્યારે વડોદરાના મેયર તરીકે કેયુર રોકડીયાએ પોતાનું રાજીનામું આપી દીધું છે. તેમણે માર્ચ 2021માં પોતાનું પદ સંભાળ્યું હતું. મેયર તરીકેના અઢી વર્ષના કાર્યકાળમાં સાત મહિનાનો સમયગાળો બાકી રહ્યો હતો