અરવિંદ કેજરીવાલ બાદ હવે મનીષ સિસોદિયાને પણ મોદી-મોદીના નારાનો સામનો કરવો પડ્યો !!!!!!!


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-26 17:02:42

 

મનીષ સિસોદીયા સામે મોદી મોદીના નારા

ગુજરાતની ચુંટણી નજીક આવી રહી છે તેમ ગુજરાતની રાજનીતિ ગરમાઈ રહી છે ભાજપ અને આપ  ગુજરાત જીતવા તનતોડ મેહનત કરી રહ્યા છે. અરવિંદ કેજરીવાલ છેલ્લા કેટલાક મહિનામાં સતત ગુજરાતનો પ્રવાસ કરી રહ્યા છે હવે તો પંજાબના મુખ્યમંત્રી ભગવંતમાન અને દિલ્હીના શિક્ષણ મંત્રી મનીષ સિસોદયા પણ ગુજરાતના દોહરા કરી રહ્યા છે . મનીષ સિસોદયા 6 દિવસ ઉત્તરગુજરાતના પ્રવાસએ છે આજે તેઓ નવરાત્રીના પર્વે અંબાજી માતાના દર્શન કરવા પોહચય પરંતુ તેમના પોહચતા ની સાથેજ ત્યાં પણ મોદી મોદી અને હર હર મોદી ઘર ઘરના નારા લગાવા લાગ્યા . અને આવું પેહલીવાર નથી થયું. જ્યારે અરવિંદ કેજરીવાલ વડોદરા એરપોર્ટ આવ્યા ત્યારે પણ આમ જ ત્યાં લોકોએ મોદી મોદીના નારા લગવ્યા હતા .

 

અરવિંદ કજરીવાલે આપી હતી પ્રતિક્રિયા

હવે આ બધુ સંજોગોવસાત થાય છે કે જાણીજોયને કરવામાં આવે છે એ પ્રશ્ન છે. જ્યારે અરવિંદ કેજરીવાલ વડોદરામાં હતા ત્યારે તેમણે આ મુદ્દે પ્રતિક્રિયા આપતા કહ્યું હતું કે ‘ભાજપને આ ચુંટણીમાં ખૂબ તકલીફ થવાની છે આટલે તેઓ મારા વિરોધ નારા લગાવડાવશે’ ચુંટણી આવતા સુધી આ મુદ્દાઓ હજી કેટલી ગરમી પકડશે એ જોવાનું રહ્યું.

 



વક્ફ સુધારા ખરડો તેને લોકસભામાં રજૂ કરી દેવાયો છે. સ્પીકર ઓમ બિરલાએ આ માટે ૮ કલાક ચર્ચા કરવા સમય ફાળવ્યો છે. તેમાંથી ૪ કલાક જેટલો સમય તો સત્તાધારી પક્ષના સાંસદોને ફાળવવામાં આવ્યો છે. વક્ફ સુધારા ખરડાનો વિરોધ ઇન્ડિયા અલાયન્સ જોરશોરથી કરી રહ્યું છે . વર્તમાન એનડીએ સરકારનું કેહવું છે કે , આ ખરડો એટલે લાવવામાં આવ્યો છે કેમ કે , વક્ફની સમગ્ર પ્રક્રિયામાં પારદર્શિતા લાવી શકાય.

નાણાંકીય વર્ષ 2025-26ની અમલવારી 1 લી એપ્રિલ થી લાગું કરાશે. આજથી દેશમાં ઘણાબધા પરિવર્તન લાગું પડશે. ઘણા નવા નિયમો અમલમાં આવશે જયારે જુના નિયમોમાં પણ ફેરફાર કરવામાં આવશે.

આવતીકાલે ડોનાલ્ડ ટ્રમ્પ વિશ્વના બધા જ દેશો પર "રેસિપ્રોકલ" એટલેકે , જેવા સાથે તેવા ટેરિફ લાગુ કરશે . જે અંતર્ગત ભારત , મેક્સિકો , યુરોપ , ચાઈના અને જાપાનમાં ફફડાટ છે. આ ફફડાટ એ હદે છે કે , આવતીકાલની ટ્રમ્પની કોઈ પણ જાહેરાતના લીધે આ દેશોના શેરબજારોમાં હલચલ આવી શકે છે. તો હવે જોઈએ ભારત આમાંથી બાકાત રહેશે કે પછી ભારત પણ ટ્રમ્પના ઝપાટે ચઢી જશે .

બનાસકાંઠાના ડીસામાં આગ લાગી અને 18 લોકો એ આગમાં મૃત્યુ પામ્યા. ગેરકાયદે ફટાકડાની ફેકટરીમાં આગ લાગી અને પ્રચંડ વિસ્ફોટ સાથે બધુ જમીનદોસ્ત થઈ ગયું.