અરવિંદ કેજરીવાલ અને કોંગ્રેસ બાદ બીએસપીએ નોટ પર આંબેડકરના ફોટાને છાપવાની કરી માગ


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2022-10-27 11:25:36

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ચલણી નોટો પર ભગવાન ગણેશ અને માતા લક્ષ્મીનો ફોટો મૂકવાની વાત કરી હતી. જે બાદ રાજનીતિ ગરમાઈ રહી છે. એક બાદ એક નેતાઓ આની પર નિવેદન આપી રહ્યા છે. કોઈએ કહ્યું કે નોટો પર ખુદાનો ફોટો પણ હોવો જોઈએ તો કોઈએ કહ્યું કે નોટો પર બાબા સાહેબ આંબેડકરની તસવીર હોવી જોઈએ.

નોટ પર બાબા સાહેબ આંબેડકરનો ફોટો રાખવાની કરાઈ માગ

જી હા, નોટો પર બાબા સાહેબ આંબેડકરની તસવીર હોવી જોઈએ તેવી માગ બહુજન સમાજ પાર્ટીએ કરી છે. માયાવતીના ભત્રીજા આકાશ આનંદે ટ્વિટ કરી અને કહ્યું કે હિલ્ટન યંગ કમિશનની સમક્ષ ડો. ભીમરાવ આંબેડકર દ્વારા નિર્ધારિત અને પ્રસ્તૃત દિશાનિર્દેશો અનુસાર એક એપ્રિલ 1935ના રોજ RBIની સ્થાપના થઈ હતી. એટલે જો કરન્સી નોટ પર કોઈનો ફોટો છપાવો જોઈએ તો એ બાબા સાહેબનો ફોટો છે. 

નીતેશ રાણેએ કર્યું ટ્વિટ

વાત માત્ર અહિંયા પૂરતી સિમીત નથી રહી. ત્યારે ભાજપના નેતા નીતેશ રાણેએ એક ફોટો ટ્વિટ કર્યો છે જેમાં નોટ પર શિવાજી મહારાજનો ફોટો લગાવવામાં આવ્યો છે. અને કેપ્શન લખ્યું છે કે ye perfect hein!!!!

શા માટે અરવિંદ કેજરીવાલને આવ્યો આવો વિચાર? 

અરવિંદ કેજરીવાલે આ વાત એવા સમયે કહી છે જ્યારે ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી યોજાવા જઈ રહી છે. ગુજરાતમાં પોસ્ટર દ્વારા અરવિંદ કેજરીવાલને હિંદુ વિરોધી બતાવવાનો પ્રયાસ થયો હતો. એ બધા વચ્ચે અરવિંદ કેજરીવાલના આવા નિવેદનને ગુજરાતની ચૂંટણી સાથે જોડવામાં આવી રહ્યું છે. આ નિવેદન આપતા અરવિંદ કેજરીવાલે કહ્યું હતું કે અર્થતંત્રને સુધારવા ભગવાનના આશીર્વાદ જરૂરી છે. જો નોટ પર ભગવાન ગણેશ અને માતા લક્ષ્મીનો ફોટો રાખવામાં આવશે તો ભગવાનના આશીર્વાદ મળશે અને ભારતનું અર્થતંત્ર સુધરી શકે છે.   



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?