ગુજરાત ચૂંટણી માટેની તારીખો જાહેર થઈ ગઈ છે. જે અનુસાર 2 તબક્કામાં આ મતદાન યોજાવાનું છે. પહેલા તબક્કાનું મતદાન 1લી ડિસેમ્બરના રોજ થવાનું છે જ્યારે બીજા તબક્કાનું મતદાન 5મી ડિસેમ્બરના રોજ યોજાવાનું છે. જ્યારે મતગણતરિ 8 ડિસેમ્બરના રોજ હાથ ધરાશે. ચૂંટણીની તારીખ જાહેર થયા બાદ ભાજપે એક ટ્વિટ કરી હતી, જેમાં પાર્ટીએ લખ્યું હતું કે 8 ડિસેમ્બરના રોજ ગુજરાતમાં કમળ ખીલશે.
ગુજરાત વિધાનસભાની ચૂંટણીની જાહેરાત થઈ ચૂકી છે ત્યારે આ વખતે પ્રથમવાર મતદાન કરવા જઈ રહેલ અનેક યુવા મતદાતાઓ સહિત સૌ નાગરિકો ભાજપની વિકાસની રાજનીતિ અને વિઝનરી નેતૃત્વ પ્રત્યે અઢળક પ્રેમ અને વિશ્વાસ સાથે ફરી એકવાર કમળ ખીલવશે તેવો મને દ્રઢ વિશ્વાસ છે. #કમળ_ખીલશે_ગુજરાત_જીતશે
— Bhupendra Patel (@Bhupendrapbjp) November 3, 2022
ભાજપ દ્વારા કરવામાં આવેલો પ્રચાર થશે મદદરૂપ??
ગુજરાત વિધાનસભાની ચૂંટણીની જાહેરાત થઈ ચૂકી છે ત્યારે આ વખતે પ્રથમવાર મતદાન કરવા જઈ રહેલ અનેક યુવા મતદાતાઓ સહિત સૌ નાગરિકો ભાજપની વિકાસની રાજનીતિ અને વિઝનરી નેતૃત્વ પ્રત્યે અઢળક પ્રેમ અને વિશ્વાસ સાથે ફરી એકવાર કમળ ખીલવશે તેવો મને દ્રઢ વિશ્વાસ છે. #કમળ_ખીલશે_ગુજરાત_જીતશે
— Bhupendra Patel (@Bhupendrapbjp) November 3, 2022ગુજરાતમાં છેલ્લા 27 વર્ષથી ભાજપની સરકાર છે. ત્યારે આ વખતે પણ ગુજરાતમાં કમળ ખીલે તે માટે ભારતીય જનતા પાર્ટીએ અનેક પ્રયાસો કર્યા છે. પ્રચાર માટે ભાજપે એડીચોટીનું જોર લગાવ્યું છે. ભાજપના અનેક દિગ્ગજ નેતાઓ જેવા કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમજ અમિત શાહ ઉપરાંત કેન્દ્રીય મંત્રીઓએ ગુજરાતમાં પ્રવાસ કરી ભાજપનો પ્રચાર કર્યો હતો. ત્યારે ચૂંટણીની તારીખો જાહેર થતા ભાજપે 8 ડિસેમ્બરના રોજ તેમની જીત થશે તેવો આશાવાદ વ્યક્ત કર્યો છે. ત્યારે ખરેખર 8 ડિસેમ્બરે કમળ ખીલશે કે નહિં તે તો મતદારો જ નક્કી કરશે.