જેમ જેમ ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ ગુજરાતની રાજનીતિ ગરમાઈ રહી છે. પરષોત્તમ રૂપાલા અને ક્ષત્રિય સમાજ વચ્ચે ચાલતા વિવાદમાં અનેક નેતાઓની પ્રતિક્રિયા સામે આવી છે ત્યારે પરષોત્તમ રૂપાલા મામલે હવે ચૈતર વસાવાએ ઝંપલાવ્યું છે. ચૈતર વસાવાએ એક કાર્યક્રમમાં આ મામલે નિવેદન આપ્યું છે. ચૈતર વસાવાએ કહ્યું કે આદિવાસી અને રાજપૂત સમાજનો જૂનો સંબંધ છે. મહત્વનું છે કે આની પહેલા અનંત પટેલની પ્રતિક્રિયા સામે આવી ઉપરાંત ગેનીબેન ઠાકોરની પ્રતિક્રિયા પણ સામે આવી હતી..
ચૈતર વસાવાએ પરષોત્તમ રૂપાલા વિવાદ મામલે આપી પ્રતિક્રિયા
ગુજરાતની 26 બેઠકો માટે ભાજપે ઉમેદવારના નામની જાહેરાત કરી દીધી છે. અનેક બેઠકો પર ઉમેદવારનો વિરોધ થઈ રહ્યો છે. ત્યારે રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પરષોત્તમ રૂપાલાનો વિરોધ ક્ષત્રિય સમાજ દ્વારા કરવામાં આવી રહ્યો છે. ક્ષત્રિય સમાજને લઈ પરષોત્તમ રૂપાલાએ આપેલા નિવેદન બાદ ક્ષત્રિય સમાજમાં રોષની લાગણી વ્યાપી ઉઠી છે. તેમની માગ છે કે રૂપાલાની ટિકીટ રદ્દ કરવામાં આવે. આ બધા વચ્ચે પરષોત્તમ રૂપાલાના નિવેદન પર ઈન્ડિયા ગઠબંધનના ઉમેદવાર ચૈતર વસાવાની પ્રતિક્રિયા સામે આવી છે. એક કાર્યક્રમ દરમિયાન તેમણે નિવેદન આપતા કહ્યું કે આદિવાસી અને રાજપુત સમાજનો જૂનો સંબંધ છે.
ક્ષત્રિય સમાજમાં ભભૂકી ઉઠ્યો રોષ
પરષોત્તમ રૂપાલાનો વિરોધ છેલ્લા ઘણા સમયથી ક્ષત્રિય સમાજ દ્વારા કરવામાં આવી રહ્યો છે. ક્ષત્રિય સમાજને લઈ આપેલા નિવેદન બાદ ક્ષત્રિય સમાજ ભારે રોષે ભરાયેલો છે અને તેમની ટિકીટ રદ્દ કરવામાં આવે તેવી માગ છે. અનેક વખત અલગ અલગ જગ્યાઓ પર ક્ષત્રિય સમાજ દ્વારા વિરોધ કરવામાં આવ્યો. પરષોત્તમ રૂપાલાના નિવેદન પર અલગ અલગ નેતાઓએ પ્રતિક્રિયા આપી છે. પરષોત્તમ રૂપાલાના નિવેદનને અનેક ઉમેદવારોએ વખોડી કાઢ્યો છે.
અનંત પટેલે પણ આ મામલે પ્રતિક્રિયા આપી હતી
થોડા સમય પહેલા વાંસદાના ધારાસભ્ય અનંત પટેલે આ મામલે પ્રતિક્રિયા આપી હતી. પ્રતિક્રિયા આપતા તેમણે કહ્યું કે ક્ષત્રિય સમાજની સ્ત્રીઓ વિષે કોઈ ટિપ્પણી ના કરતા તે પણ મારા બેહનો અને મારી માં છે. જો તમારે બેન બેટી માટે ખરાબ બોલવું હોય તો આ અનંત પટેલ તમારી સામે પડશે ત્યારે હવે ચૈતર વસાવાએ આ મામલે ઝંપલાવ્યું છે. એક કાર્યક્રમ દરમિયાન ચૈતર વસાવાએ કહ્યું કે આદિવાસી અને રાજપુત સમાજનો જૂનો સંબંધ છે. વધુમાં તેમણે કહ્યું કે હંમેશા રાજપૂત રાજાઓની પડખે ભીલ સેના ઉભી રહી છે....