મોંઘવારી દિવસેને દિવસે વધતી જઈ રહી છે. કોઈ વખત પેટ્રોલના ભાવ વધતા હોય તો કોઈ વખતે ખાદ્ય તેલના ભાવમાં વધારો ઝીંકાય છે. પહેલી એપ્રિલે અમૂલ ડેરીએ વિવિધ વસ્તુઓના ભાવમાં વધારો કર્યો હતો તો આજે સુમુલ ડેરીએ દૂધના ભાવમાં વધારો કર્યો છે. સુમુલ ડેરી દ્વારા દૂધના ભાવમાં પ્રતિ લીટરે બે રુપિયાનો વધારો કર્યો છે.
સુમુલ ડેરીએ પણ દૂધના ભાવમાં કર્યો વધારો
મધ્યમ વર્ગીય પરિવાર મોંઘવારીનો માર સહન કરવા મજબૂર બન્યો છે. જરૂરી ચીજ વસ્તુઓના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે. કોઈ વખત પેટ્રોલના ભાવમાં વધારો થાય છે તો કોઈ વખત તેલના ભાવમાં વધારો થાય છે. થોડા દિવસ પહેલા અમૂલ ડેરીએ દૂધના ભાવમાં વધારો કર્યો છે. લિટરે બે રૂપિયાનો ભાવ વધારો કર્યો હતો તે બાદ આજે સુમુલ ડેરીએ પણ આજે દૂધના ભાવમાં વધારો કર્યો છે. પ્રતિ લીટરે બે રુપિયાનો વધારો સુમુલ ડેરીએ કર્યો છે.
અમૂલ ડેરીએ પણ કર્યો હતો ભાવ વધારો
પહેલી એપ્રિલે અમુલ ડેરીએ અમુલ ડેરીએ અનેક આઈટમોમાં ભાવમાં વધારો કર્યો છે. અમૂલ ગોલ્ડ હવે પ્રતિ લિટર રૂ. 64, અમૂલ શક્તિ રૂ. 58 પ્રતિ લિટર અને અમૂલ તાઝા રૂ. 52 પ્રતિ લિટરના ભાવે વેચાશે. આ સાથે બફેલો દૂધના ભાવમાં પ્રતિ લીટરે રૂ.4નો વધારો કરાયો છે. જે હવે રૂ.34 પ્રતિ 500 મી.લીના કિંમતે વેચાશે. અમલૂ ટી સ્પેશ્યલ પણ હવે રૂ.29ના બદલે રૂ.30 (500મિલી)માં વેચાશે. અમૂલ ડીટીએમ (સ્લીમ અને ટ્રીમ) દૂધ પણ રૂ.22થી વધીને રૂ.23 (500મિલી) થઈ ગયું છે.