કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી ભારત જોડો યાત્રા કરી રહ્યા છે. જેને લઈ
રાજનીતી ગરમાઈ છે. અમિત શાહના કટાક્ષ બાદ સ્મૃતિ ઈરાનીએ પણ યાત્રા પર પ્રહાર
કર્યા છે. સ્મૃતિએ ડોડ્ડાબલ્લપુરામાં સંબોધન કરતા કહ્યું કે રાહુલ ગાંધી ભારતને
એકજૂથ કરવાના માર્ગ પર છે, પરંતુ તેમણે પહેલા જવાબ આપવો જોઈએ કે ભારતને તોડવાની
હિંમત કોણે કરી.
ભાજપના નિશાના પર રાહુલની ભારત જોડો યાત્રા
કોંગ્રેસની ભારત જોડો યાત્રા પર ભારતીય જનતા પાર્ટી અનેક પ્રહારો કરી રહી છે.
અમિત શાહ બાદ કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ રાહુલની યાત્રા પર અનેક પ્રશ્ન
ઉઠાવ્યા છે. યાત્રાની નિંદા કરતા તેમણે કહ્યું રાહુલ ગાંધી ભારતને એકજૂથ કરવાના
માર્ગ પર છે, પરંતુ તેમણે પહેલા જવાબ આપવો જોઈએ કે ભારતને તોડવાની હિંમત કોણે કરી. તમે એ વ્યક્તિને પોતાની પાર્ટીના સભ્ય બનાવો છો, જેણે 'ભારત તેરે ટુકડે હોંગે,
ઈન્શા અલ્લાહ'નો નારો આપ્યો હતો.
ભારતની અખંડતા પર સ્મૃતિએ ઉઠાવ્યા પ્રશ્ન
પ્રશ્ન ઉઠાવતા તેમણે કહ્યું કે કોણે ભારતની એકતાને નુકસાન પહોંચાડ્યું છે,
જેના માટે વિપક્ષી પાર્ટીને આ પ્રકારનું અભિયાન ચલાવવાની જરૂર પડી. એક બાદ એક ભાજપના
વરિષ્ઠ નેતા રાહુલ ગાંધીની આ યાત્રા પર પ્રહાર કરી રહ્યા છે. અમિત શાહે રાહુલની
ટી-શર્ટ પર કટાક્ષ કર્યો હતો.