અજીત પવારના બળવા બાદ શરદ પવારે કર્યું શક્તિ પ્રદર્શન, સંબોધન કરતી વખતે ભાજપ પર નિશાન સાધતા કહ્યું...


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-07-03 14:25:43

મહારાષ્ટ્રના રાજકારણમાં ગઈકાલે મોટો ભૂકંપ આવ્યો છે. એનસીપીના નેતા અને શરદ પવારના ભત્રીજાએ પાર્ટીને અલવિદા કહી ભાજપમાં જોડાઈ ગયા હતા. નાયબ મુખ્યમંત્રી તરીકેના શપથ પણ ગઈકાલે તેમણે લઈ લીધા હતા. ત્યારે અજીત પવારના ગયા બાદ શરદ પવારે શક્તિ પ્રદર્શન કર્યું હતું, કઈ રીતે પાર્ટી આગળ વધશે તે અંગે રણનીતિ ઘડવા બેઠક બોલાવી હતી. આ બધા વચ્ચે શરદ પવાર સતારાના કરાડ પહોંચ્યા હતા અને સંબોધન કર્યું હતું. અજીત પવારની એક્ઝિટ બાદ મહારાષ્ટ્રનું રાજકારણ ગરમાઈ રહ્યું છે. શક્તિ પ્રદર્શન કરી રહેલા શરદ પવારે કહ્યું કે 'મહારાષ્ટ્રમાં ભાગલા પાડવાનો પ્રયાસ થઈ રહ્યા છે. ચૂંટાયેલી સરકારોને પાડવામાં આવી રહી છે. મહારાષ્ટ્રે પોતાની એકતા બતાવવી પડશે.


અજીત પવાર સાથે અનેક ધારાસભ્યોએ છોડી પાર્ટી

મહારાષ્ટ્રના રાજકારણમાં રવિવારના દિવસે અજિતે પોતાના ઘરે ધારાસભ્યોની બેઠક બોલાવી હતી. આ પછી 53માંથી 40 ધારાસભ્યોનું ભારે સમર્થન ધરાવતા અજીત રાજભવન પહોંચ્યા હતા. રાજ્યના સીએમ શિંદે અને દેવેન્દ્ર ફડણવીસ પણ રાજભવન પહોંચ્યા અને ત્યારબાદ અજિત પવાર સહિત 9 મંત્રીઓએ ડેપ્યુટી સીએમ તરીકે શપથ લીધા હતા. આશ્ચર્યજનક બાબત તો એ છે કે શરદ પવારના ખૂબ જ નજીકના કહેવાતા પ્રફુલ પટેલ, દિલીપ વાલસે પાટીલ, છગન ભુજબળ પણ અજિત પવાર સાથે રાજભવન પહોંચ્યા હતા. શરદ પવારના વફાદારો પણ તેમનો સાથ છોડીને જતા રહેતા તેમના પગ નીચેથી જમીન ખેંચાઈ ગઈ છે. મહત્વનું છે કે શરદ પવારે પાર્ટીની બેઠક પાંચ તારીખે બોલાવી છે.     

શરદ પવારે કર્યું શક્તિ પ્રદર્શન 

એક તરફ પાર્ટીમાં ખેંચતાણ ચાલી રહી છે તો બીજી તરફ શરદ પવારે શક્તિ પ્રદર્શન કર્યું હતું.આજે સવારે શરદ પવાર સતારાના કરાડ પહોંચ્યા હતા અને પૂર્વ મુખ્યમંત્રી યશવંત રાવ ચૌહાણને શ્રદ્ધાંજલિ પાઠવી હતી. તે બાદ પાર્ટીના કાર્યકરોને સંબોધ્યા હતા. સંબોધન કરતી વખતે તેમણે કહ્યું કે  'મહારાષ્ટ્રમાં ભાગલા પાડવાનો પ્રયાસ થઈ રહ્યા છે. ચૂંટાયેલી સરકારોને પાડવામાં આવી રહી છે. મહારાષ્ટ્રે પોતાની એકતા બતાવવી પડશે. જાતિ અને ધર્મના નામે વિભાજિત કરવામાં આવી રહ્યા છે. અમે વડીલોના આશીર્વાદથી નવેસરથી શરૂઆત કરીશું. ભાજપ પર પ્રહાર કરતા તેમણે કહ્યું કે ભાજપ હંમેશા આ સરકારની રમત રમે છે.  


એનસીપીએ પાર્ટી છોડનારને ગેરલાયક કર્યા હતા જાહેર 

મહત્વનું છે કે ગઈકાલે અજીત પવાર 8 ધારાસભ્યો સાથે મહારાષ્ટ્ર સરકારમાં સામેલ થઈ ગયા હતા. અજીત પવારના બળવા બાદ એનસીપીએ તેમને ગેરલાયક ઠેરવ્યા હતા. આ બધા વચ્ચે એવા પણ સમાચાર સામે આવી રહ્યા છે કે આગામી સમયમાં જે વિપક્ષી પાર્ટીની બેઠક થવાની હતી તેને રદ્દ કરવામાં આવી છે.

     



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?