AAP-Congressના ગઠબંધનની જાહેરાત બાદ Mumtaz Patelએ માફી માગી.., તો ફૈઝલ પટેલે કહ્યું કે..


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-02-24 17:07:29

ઈન્ડિયા ગઠબંધન અંતર્ગત ગુજરાતમાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે બેઠકોની વહેંચણી થઈ ગઈ છે. ગુજરાતની 26 બેઠકોમાંથી 24 લોકસભા બેઠક પર કોંગ્રેસ ચૂંટણી લડવાની છે જ્યારે આમ આદમી પાર્ટી ભરૂચ અને ભાવનગર પર ચૂંટણી લડશે. ભરૂચ લોકસભા માટે જ્યારથી ગઠબંધનની ચર્ચા શરૂ થઈ છે ત્યારથી અહમદ પટેલના પુત્ર ફૈઝલ પટેલ અને પુત્રી મુમતાઝ પટેલ વિરોધ દર્શાવી રહ્યા છે. ગઠબંધન બાદ બંને નેતાઓની પ્રતિક્રિયા સામે આવી છે.

ચૈતર વસાવા અને ઉમેશ મકવાણાના નામની કરાઈ જાહેરાત 

લોકસભા ચૂંટણીને લઈ તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. ભાજપ રણનીતિ ઘડી રહ્યું છે તો બીજી તરફ વિપક્ષી પાર્ટી દ્વારા ઈન્ડિયા ગઠબંધન કરવામાં આવ્યું છે. તે અંતર્ગત કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ અનેક રાજ્યો માટે સીટોની વહેંચણી કરી છે. આમ આદમી પાર્ટીએ ભાવનગર તેમજ ભરૂચ લોકસભા સીટ માટે નામની જાહેરાત કરી છે. હજી સુધી તે ઉમેદવારો આમ આદમી પાર્ટીના ઉમેદવાર હતા પરંતુ આજથી તે ઈન્ડિયા ગઠબંધનના ઉમેદવાર કહેવાશે. ચૈતર વસાવા અને ઉમેશ મકવાણાના નામની જાહેરાત કરવામાં આવી છે. જ્યારથી ભરૂચ લોકસભા બેઠક માટે ગઠબંધનની ચર્ચા કરવામાં આવી ત્યારથી મુમતાઝ પટેલ અને ફૈઝલ પટેલ નારાજ દેખાયા છે. કોઈ બીજા પાર્ટી માટે પ્રચાર નહીં કરે.


ગઠબંધન પર ફૈઝલ પટેલ અને મુમતાઝ પટેલે આપી પ્રતિક્રિયા 

આજે ગઠબંધન અંગે સત્તાવાર જાહેરાત કરવામાં આવી તે બાદ મુમતાઝ પટેલની પ્રતિક્રિયા સામે આવી છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર તેમણે લખ્યું કે ગઠબંધનમાં ભરૂચ લોકસભા બેઠક ન મેળવી શકવા બદલ હું અમારા જિલ્લા કેડરની દિલથી ક્ષમાયાચના. હું તમારી નિરાશાને સહભાગી કરું છું. સાથે મળીને, આપણે કોંગ્રેસને વધુ મજબૂત બનાવવા માટે ફરી એકત્ર થઈશું . અમે અહેમદ પટેલના 45 વર્ષનો વારસો વ્યર્થ નહીં જવા દઈશું. #ભરુચકીબેટી. તે સિવાય ફૈઝલ પટેલે પ્રતિક્રિયા આપી કે હું દિલ્હી જઈશ અને રજૂઆત કરીશ. નોમિનેશન માટે બહુ સમય છે, ચૂંટણીને બહુ સમય છે. ઘણું બધું થઇ શકે. કાર્યકરો કહેશે એ મુજબ હું કરીશ. ભરૂચ સાથે અમારા પરિવારનો જૂનો સંબંધ છે. ભરૂચ બેઠક અમારી છે. 



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?