ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે પ્રચાર માટે મેદાનમાં દિગ્ગજ નેતાઓ આવી રહ્યા છે. ભાજપ તેમજ આમ આદમી પાર્ટી બાદ કોંગ્રેસ પણ પ્રચાર કરવા સક્રિય બની છે. ગુજરાતમાં આપની એન્ટ્રી થતા રાજકારણના સમીકરણ બદલાઈ શકે છે. આ વખતે ગુજરાતમાં જીત મેળવવા કોંગ્રેસ પણ તડામાર તૈયારી કરી રહ્યું છે.
ચૂંટણીને લઈ કોંગ્રસ એક્ટિવ મોડમાં
આ વખતે કોંગ્રેસનો પ્રચાર કરવા અનેક દિગ્ગજ નેતા સોનિયા ગાંધી, રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી, અશોક ગેહલોત, સચીન પાઈલોટ, કમલનાથ સહિતના દિગ્ગજ નેતાઓ ગુજરાતમાં કોંગ્રેસનો પ્રચાર કરવા આવી શકે છે. રાજ્યના વિવિધ વિધાનસભા મત વિસ્તારોમાં તેઓ પ્રચાર કરવાના છે. ઉપરાંત જગદીશ ઠાકોર, જીગ્નેશ મેવાણી, અર્જૂન મોઢવાડિયા, અમિત ચાવડા સહિતના આગેવાનો ગુજરાતમાં કોંગ્રેસનો પ્રચાર કરવાના છે.
રણનીતિ સાથે વધી રહ્યું છે કોંગ્રેસ
કોંગ્રેસના ધારાસભ્ચ અને લલિત કગથરાએ જણાવ્યું હતું કે સૌરાષ્ટ્રની તમામ સીટ પર કોંગ્રેસનો માહોલ બનાવવા માટે 28 સપ્ટેમ્બરે એક યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. ચલો કોંગ્રેસ કે સાથ માં કે દ્વાર નામથી આ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. ઉપરાંત કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ ગુજરાતમાં જન સભામાં સંબોધન કરશે.