ગુજરાતમાં છેલ્લા 27 વર્ષથી ભાજપનું શાસન છે. ત્યારે આ વર્ષના અંત સુધીમાં વિધાનસભા ચૂંટણી યોજાવાની છે. આ ચૂંટણીમાં પણ ભાજપનો વિજય થાય અને ગુજરાતમાં ભાજપની સત્તા આવે તે માટે ભાજપ અનેક પ્રયત્ન કરી રહી છે. ગુજરાતને જીતવા ભાજપ આગામી 12 ઓક્ટોબરથી ગુજરાત ગૌરવ યાત્રાની શરૂઆત કરવાની છે. આ યાત્રામાં કેન્દ્રીય ગૃહમંત્રી અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડા પણ ઉપસ્થિત રહેવાના છે.
તબક્કાવાર યોજાશે ગુજરાત ગૌરવ યાત્રા
આ યાત્રાનો પ્રારંભ 12 ઓક્ટોબરથી થવાની છે. આ યાત્રાનું પ્રસ્તાન બહુચરાજી મંદિર ખાતેથી કરવામાં આવશે. એક યાત્રા 9 જિલ્લાઓમાં ફરી આ યાત્રા 33 વિધાનસભા ક્ષેત્રોમાં ફરશે જ્યાં 38 સભાઓનું આયોજન કરવામાં આવ્યું છે. આ યાત્રા કચ્છમાં આવેલા માતાજીના મઢ ખાતે આ યાત્રાનું સમાપન કરવામાં આવશે. બીજી યાત્રા દક્ષિણ ગુજરાત ઉનાઈ ખાતેથી આ યાત્રાનો પ્રારંભ થવાનો છે. આ યાત્રા 13 જિલ્લા 35 વિધાનસભામાં 33 સભાઓ યોજશે.
યાત્રાઓનો સહારો લેતી રાજકીય પાર્ટી
મતદારો સુધી પહોંચવા રાજકીય પાર્ટીઓ યાત્રાનું આયોજન કરી રહી છે. ઉત્તર ગુજરાતમાં આમ આદમી પાર્ટી બસ હવે પરિવર્તન જોઈએ અને કોંગ્રેસ પોતાનો પ્રચાર યુવા પરિવર્તન યાત્રા કરી રહી છે. ત્યારે આ રેસમાં ભાજપે પણ ભાગ લીધો છે. ગુજરાત ગૌરવ યાત્રા કરી ભાજપ પોતાનો પ્રચાર કરી રહી છે.