રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રા જમ્મુ-કાશ્મીરમાં પહોંચી છે. ગઈ કાલે યાત્રા સુરક્ષામાં ચૂક થવાને કારણે યાત્રાને સ્થગિત કરવામાં આવી હતી. ત્યારે આજે ફરી યાત્રાની શરૂઆત થઈ છે. રાહુલ ગાંધીએ અવંતીપોરાથી ફરી યાત્રાની શરૂઆત કરી છે. આ યાત્રામાં પ્રિયંકા ગાંધી તેમજ પીડીપીના પ્રમુખ મહેબુબા મુફ્તી પણ સામેલ થયા હતા.
યાત્રાને સ્થગિત કરાઈ હતી
કન્યાકુમારીથી રાહુલ ગાંધીએ કાશ્મીર સુધી ભારત જોડો યાત્રા નીકાળી હતી. આ યાત્રા પોતાના અંતિમ પડાવમાં પહોંચી ગઈ છે. આ યાત્રાને માત્ર બે દિવસ જ બાકી રહ્યા છે. શ્રીનગર ખાતે રાહુલ ગાંધી ધ્વજવંદન કરશે તે બાદ આ યાત્રા પૂરી થશે. ગઈ કાલે સુરક્ષા વ્યવસ્થા ખોરવાતા યાત્રાને સ્થગિત કરવામાં આવી હતી. પ્રેસ કોન્ફરન્સ કરી રાહુલ ગાંધીએ આકરા પ્રહાર કર્યા હતા.
उस मिट्टी को नमन, जहां पुलवामा हमले के वीर शहीदों का खून शामिल है।
आज #BharatJodoYatra के दौरान @RahulGandhi जी ने पुलवामा हमले में शहीद हुए वीर जवानों को श्रद्धांजलि अर्पित की। pic.twitter.com/OykL0ygOCb
— Congress (@INCIndia) January 28, 2023
પુલવામાં શહીદ થયેલા જવાનોને આપી શ્રદ્ધાંજલિ
उस मिट्टी को नमन, जहां पुलवामा हमले के वीर शहीदों का खून शामिल है।
आज #BharatJodoYatra के दौरान @RahulGandhi जी ने पुलवामा हमले में शहीद हुए वीर जवानों को श्रद्धांजलि अर्पित की। pic.twitter.com/OykL0ygOCb
રાહુલ ગાંધી આ યાત્રા દરમિયાન અનેક શહેરો તેમજ કેન્દ્ર શાસિત પ્રદેશો ફર્યા છે. આ યાત્રાને માત્ર બે દિવસ બાકી રહ્યા છે. જમ્મુ પહોંચેલી આ યાત્રા દરમિયાન રાહુલ ગાંધીએ પુલવામાં શહીદ થયેલા જવાનોને શ્રદ્ધાંજલિ પાઠવી હતી. તેમની સાથે આ યાત્રામાં તેમની બહેન પ્રિયંકા ગાંધી પણ હાજર રહ્યા હતા. તે સિવાય મહેબુબા મુફ્તી પણ હાજર રહ્યા હતા.