હિમાચલ પ્રદેશ વિધાનસભા ચૂંટણીના પરિણામ આવી ગયા છે. હિમાચલ પ્રદેશમાં કોંગ્રેસે 40 સીટ મેળવી બહુમતી હાસલ કરી લીધી છે. જ્યારે ભાજપને માત્ર 25 સીટોથી સંતોષ માનવો પડ્યો છે. કોંગ્રેસને સ્પષ્ટ બહુમતી મળતા કોંગ્રેસ મુખ્યમંત્રીના ચહેરા અંગે વિચારણા કરી રહી છે. મુખ્યમંત્રીને લઈ શિમલા ખાતે આવેલા પ્રદેશ કોંગ્રેસ મુખ્યાલય રાજીવ ભવન ખાતે 3 વાગ્યે બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે.
મુખ્યમંત્રીને લઈ આજે કરાશે ચર્ચા
હિમાચલ પ્રદેશ વિધાનસભા ચૂંટણીને લઈ કોંગ્રેસ દ્વારા પ્રચંડ પ્રચાર કરવામાં આવ્યો હતો. વિધઆનસભાની ચૂંટણીને લઈ પ્રિયંકા ગાંધી હિમાચલ ખાતે આવેલા તેમના ઘરે શિફ્ટ થઈ ગયા હતા. ત્યારે કોંગ્રેસ દ્વારા કરવામાં આવેલો પ્રચાર રંગ લાવ્યો છે. હિમાચલમાં કોંગ્રેસને બહુમતી છે. સરકાર બનતા મુખ્યમંત્રી કોણ બનશે તેને લઈ બેઠકોનો દોર આજથી શરૂ થવાનો છે. શિમલા ખાતે આવેલા રાજીવ ભવન ખાતે આજે બેઠક મળવાની છે જેમાં મુખ્યમંત્રીને લઈ ચર્ચા થવાની છે.
પ્રિયંકા ગાંધી હાઈ કમાન્ડને સોંપી શકે છે રિપોર્ટ
થોડા સમય પહેલા એવી માહિતી મળી હતી કે મુખ્યમંત્રીને લઈ પ્રિયંકા ગાંધી હાઈ કમાન્ડને પોતાનો એક રિપોર્ટ સોંપશે. આ રિપોર્ટ સોંપાયા બાદ હાઈ કમાન્ડ મુખ્યમંત્રીને લઈ નિર્ણય લેવાની છે. મુખ્યમંત્રીમાં જે નેતાઓના નામની ચર્ચા થઈ શકે છે તેમાં પ્રભિતા સિંહ, સુખવિંદર સિંહ, મુકેશ અગ્નિહોત્રી સહિતના નામો હોઈ શકે છે. પાંચ વર્ષ પછી કોંગ્રેસને હિમાચલ પ્રદેશમાં સરકાર બનાવાનો મોકો મળ્યો છે.