આવનાર મહિનામાં કોંગ્રેસ રાષ્ટ્રીય અધ્યક્ષ પદની ચૂંટણી
યોજાવાની છે. છેલ્લા અનેક દિવસોથી દાવેદારીને લઈ પ્રશ્નો ઉઠી રહ્યા છે. અધ્યક્ષની
રેસમાં રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત તેમજ શશી થરૂરનું નામ ચર્ચાઈ રહ્યું
છે. વંશવાદની વાતોમાં હમેશાં ઘેરાયેલું રહેતું કોંગ્રેસને 24 વર્ષ બાદ ગાંધી
પરિવાર સિવાયના પ્રમુખ મળશે તેવી સંભાવના દેખાઈ રહી છે.
રાષ્ટ્રીય અધ્યક્ષ બનવા રાહુલ ગાંધીનો સ્પષ્ટ ઈનકાર
રાહુલ ગાંધી કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ બનશે તેવી અનેક અટકળોએ ફરી એક વખત જોર પકડ્યું હતું. ત્યારે રાહુલે ભારત જોડો યાત્રા દરમિયાન રાહુલ ગાંધીએ આ અંગે સ્પષ્ટ ના પાડી દીધી હતી. રાહુલ ગાંધીએ આગળ જણાવ્યું કે જે પણ કોંગ્રેસનો અધ્યક્ષ બનશે તેણે યાદ રાખવું જોઈએ કે તે એક વિચારધારા, એક માન્યતા પ્રણાલી અને ભારતની દ્રષ્ટિનું પ્રતિનિધિત્વ કરશે.
અધ્યક્ષ પદ માટે અશોક ગેહલોત સૌથી આગળ
રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગહેલોત રાષ્ટ્રીય અધ્યક્ષની રેસમાં સૌથી આગળ માનવામાં આવી રહ્યા છે. 3 વખત તેઓ મુખ્યમંત્રી પદે રહેલા છે તેમજ તેમની પાસે કેન્દ્ર અને સંગઠનનો વર્ષોનો અનુભવ છે. આ બધા વચ્ચે ગેહલોતે સોનિયા ગાંધી સાથે લાંબી વાતચીત પણ કરી હતી. ગેહલોતને ગાંધી પરિવારના વફાદાર પણ માનવામાં આવે છે.
શશિ થરૂરે પણ ચૂંટણી લડવાની ઈચ્છા દર્શાવી
શશિ થરૂરે પણ સોનિયા ગાંધી સાથે મુલાકાત કરી હતી. પૂર્વ કેન્દ્રીય મંત્રી શશિ થરૂર કેરળના તિરૂઅનંતપુરમથી લોકસભાના સાંસદ છે. તેમણે સોનિયા ગાંધી સાથે મુલાકાત કરી ચૂંટણી લડવા માટે પરવાનગી માગી. સોનિયાએ કહ્યું કે ચૂંટણી લડવાનો નિર્ણય તમારો છે. પાર્ટીની ચૂંટણી પ્રકિયા નક્કી કરેલા નિયમો પ્રમાણે થશે.
આ ઉપરાંત મનીષ તિવારી, મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી કમલનાથ,
દિગ્વિજય સિંહ અને પૂર્વ કેન્દ્રીય મંત્રી મનીષ તિવારીના નામોની ચર્ચા થઈ રહી છે.
થોડા દિવસોમાં પોતાનું નામાંકન કરાવશે અશોક ગેહલોત
રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત કોંગ્રેસ અધ્યક્ષની ચૂંટણી લડવાની માટે તૈયારી દર્શાવતા કહ્યું કે પાર્ટી જો જવાબદારી આપશે, તેને નિભાવીશ અને પાર્ટી તેમને કહે છે કે કોંગ્રેસ અધ્યક્ષ પદ માટે ઉમેદવારી ભરો તો તે ભરશે.
#WATCH | Rajasthan CM Ashok Gehlot says, "It's decided that I'll contest (for the post of Congress President). I'll fix the date soon (to file his nomination)." pic.twitter.com/oZkbEL23le
— ANI (@ANI) September 23, 2022
ચૂંટણીનું ટાઈમટેબલ
24 સપ્ટેમ્બરથી 30 સપ્ટેમ્બર સુધી ઉમેદવારો ઉમેદવારી ફોર્મ ભરી શકશે. નામાંકન પાછા ખેંચવાની છેલ્લી તારીખ 8 ઓક્ટોબર છે, 17 ઓક્ટોબરના રોજ રાષ્ટ્રીય અધ્યક્ષ માટે ચૂંટણી થશે અને 19 ઓક્ટોબરના રોજ પરિણામ આવશે.