શ્રદ્ધા મર્ડર કેસમાં એક મોટો ખુલાસો થયો છે. દિલ્હીની સાકેત કોર્ટમાં આફતાબને રજૂ કરવામાં આવ્યો હતો. જેમાં આફતાબની કસ્ટડીને ચાર દિવસ માટે વધારી દેવામાં આવી છે. કોર્ટમાં પેસી દરમિયાન આફતાબે કબૂલ્યું કે આ Heat Of The Moment છે. મતલબ જે પણ ઘટના બની તે ગુસ્સામાં થયું હતું. ઉપરાંત તેણે કઈ જગ્યાઓ પર શ્રદ્ધાના શરીરના ટુકડા ફેંક્યા છે તે પણ જણાવ્યું હતું. ઉપરાંત પોલીસ આજે આફતાબનું પોલીગ્રાફ ટેસ્ટ કરાવે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે.
આફતાબને કોર્ટ સમક્ષ રજૂ કરાયો
આફતાબે કોર્ટ સમક્ષ કહ્યું કે તે તપાસમાં સારી રીતે સહયોગ આપી રહ્યો છે. ઉપરાંત ટૂકડા કઈ કઈ જગ્યાઓ પર ફેંક્યા હતા તે પણ તેણે જણાવ્યું. આ ઘટનાને ઘણો પસાર થવાને કારણે તેને વધુ યાદ નથી. ઉપરાંત આફતાબે તળાવનું ચિત્ર બનાવ્યું હતું જેમાં તેણે શ્રદ્ધાનું માથું ફેક્યું હતું.
પોલીસને જંગલમાંથી મળ્યા હતા હાડકા
આ કેસમાં રોજે નવા નવા વળાંક આવી રહ્યા છે. કેસની તપાસ કરી રહેલી પોલીસ પાસે નવા પુરાવા આવી રહ્યા છે. પોલીસને જંગલમાંથી હાડકા મળી આવ્યા હતા. ઉપરાંત પોલીસને આશંકા હતી કે શ્રદ્ધાનું માથું આફતાબે તળાવમાં ફેકી દીધું હતું. ત્યારે પોલીસે તળાવ ખાલી કરવી માથું શોધવાનો પ્રયાસ કરી રહી છે. આફતાબ આ કેસને લઈ વધુ વિગતો આપે તે માટે નાર્કો ટેસ્ટ કરવામાં આવવાનો હતો પરંતુ તે થઈ શક્યો ન હતો. ત્યારે એવું માનવામાં આવી રહ્યું છે કે હવે તેનો પોલીગ્રાફ ટેસ્ટ થવાનો છે.