સત્તા સામે બોલવામાં ડર લાગે છે? સાંભળો જનતા તેમજ સિસ્ટમને લઈ શું કહ્યું Dr. Kanu Kalsariyaએ? લોકોમાં છે જાગૃતિનો અભાવ!


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-06-01 12:59:12

રાજકોટમાં બનેલી દુર્ઘટના બાદ અમે અનેક વખત કહીએ છીએ કે ક્યાંય ખોટું થતું હોય તો બોલજો.. અસત્ય સામે બોલજો.. પરંતુ આપણે ઘણી વાર એવું માનીને ચૂપ થઈ જઈએ છીએ કે બીજાની પર વિતી છે એટલે આપણને ફરક નથી પડતો.. પરંતુ આપણે તે વસ્તુ ભૂલી જઈએ છીએ કે જેવી દુર્ઘટના બીજા સાથે સર્જાઈ છે તે આપણી સાથે પણ સર્જાઈ શકે છે.. લોકો બોલતા ડરી રહ્યા છે. સામાન્ય માણસો તો ઠીક પરંતુ નેતાઓ પણ બોલતા ડરે છે.. ત્યારે જમાવટની ટીમે પૂર્વ ધારાસભ્ય ડો. કનુ ભાઈ કલસારિયા સાથે વાત કરી હતી.. 

લોકોએ નિડર બનવું પડશે..!

ડો. કનુ કલસારિયાએ પોતાના સમયમાં એટલે જ્યારે તે ધારાસભ્ય પદ પર હતા ત્યારે અનેક વખત અવાજ ઉઠાવ્યો છે ખોટા વિરૂદ્ધ.. લોકો શા માટે નથી બોલતા તેની પાછળનું તેમણે કારણ આપ્યું કે આજકાલ ભયનો માહોલ છવાઈ ગયો છે.. લોકો બોલતા પહેલા સો વખત વિચાર કરે છે.. લોકો એટલા બધા ડરેલા છે કે લોકોને બીજાની પડી પણ નથી.. લોકોએ પોત પોતાના કાર્યથી કામ રાખવું તેવી વાત તેમણે કરી હતી.. તેમણે કહ્યું કે જવાબદાર લોકોએ નિડર બનવું પડે... જો તે લોકો નિડર બને તો ઘણા બધા પ્રશ્નો ઉકેલાઈ જાય..   


લોકોમાં જાગૃતિનો અભાવ છે...! 

અધ્યાત્મ ક્ષેત્રના ગુરૂઓએ પણ એ જ સલાહ આપી છે કે ડરો નહીં.. જે આફત આવી છે તેનો સામનો કરો.. નિડર બનીને તેનો સામનો કરો... સત્યને ઉજાગર કરો.. જ્યારે આવી મોટી દુર્ઘટના બની છે ત્યારે ઘણા લોકો હિંમત રાખી બહાર આવ્યા અને એક્શન લેવાવાની શરૂઆત થઈ છે... આવું થાય અને તે બાદ કાર્યવાહી થાય તો તે તો પૂર આવી ગયા પછી પાળો બાંધવા જેવી વાત છે...  સંવેદનશીલતા ઘટે છે, અવેરનેસ ઘટે છે તેવી વાત કરવાનો તેમનો હેતું હતો..  જાગૃતિનો માહોલ બનાવવો પડે.. 


ભ્રષ્ટાચારને કારણે અધિકારીઓ કાર્યવાહી નથી કરી શકતા! 

ભ્રષ્ટાચારની પણ વાત તેમણે કરી.. તેમણે કહ્યું કે જો ભ્રષ્ટાચાર ના હોય તો આ અંગેની જાગૃતિ પણ હોય જ.. જે લોકોને ધ્યાન રાખવાનું હોય, જે લોકોને જવાબદારીનો ખ્યાલ રાખવાનો તે નથી રાખતા ભ્રષ્ટાચારને કારણે.. પોત પોતાની ફરજ તે લોકો બજાવે પણ ભ્રષ્ટાચારને કારણે તે સૌ લોકો ક્યાંકને ક્યાંક અટવાયેલા રહે છે અને તે મૂળ ફરજ અદા કરી શકતા નથી તેવું તેમણે કહ્યું હતું.. ધારાસભ્ય પદ પર તે જ્યારે હતા ત્યારે તેમણે પોતાની સરકાર સામે અનેક સવાલો ઉઠાવ્યા હતા. તેની પાછળ તે શું વિચારતા હતા તેની વાત તેમણે કરી હતી. 



આપણે અત્યારે નહીં બોલીએ તો એક સમય એવો હશે જ્યારે.. 

સામાન્ય રીતે આપણે માનતા હોઈએ છીએ કે બોલવાથી કાંઈ ફરક પડતો નથી.. સામાન્ય માણસનો અવાજ કોઈ સાંભળતું નથી.. ઉલ્લેખનિય છે કે સામાન્ય માણસના અવાજને અનેક વખત દબાવવાની કોશિશ કરવામાં આવી હશે પરંતુ તેનો અર્થ એ નથી કે આપણે બોલવાનું જ બંધ કરી દઈએ.. આજે નહીં તો કાલે બોલવાનો ફરક દેખાશે.. આપણે હમણાં અવાજ નહીં ઉઠાવીએ તો આપણા માટે કોઈ નહીં બોલે..   




ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?