ગ્લોબલ પીસ ઇન્ડેક્સની યાદીમાં અફઘાનિસ્તાનનું રેન્કિંગ ગબડ્યું, સતત 5મા વર્ષે સૌથી અશાંત દેશ બન્યો


  • Published By :
  • Published Date : 2023-07-03 20:21:56

1. આ ગામમાં મહિનાઓ સુધી ઉંઘતા રહે છે લોકો

કઝાખસ્તાન ના કલાચી ગામના રહીશોમાં એક અનોખો રોગ જોવા મળે છે.. આ ગામના લોકોને ઉંઘની બિમારી છે.. જેને કારણે તેઓ મહિનાઓ સુધી ઉંઘતા રહે છે.. અત્યાર સુધી અનેક વૈજ્ઞાનિકો આ બિમારી અંગે સંશોધન કર્યું છે પરંતુ તેઓ પણ આ બીમારીનું કારણ જાણી શક્યા નથી.. આ ગામ સ્લીપી હોલો ના નામથી દુનિયામાં મશહૂર છે. આ ગામમાં આશરે 600 લોકોની વસ્તી છે જેમાં 14 ટકા લોકો આ બીમારીથી પીડાય છે.. આ સમસ્યા પહેલા વર્ષ 2010માં સામે આવી હતી.. ઉંઘ આવવા ઉપરાંત આ બિમારીમાં યાદશક્તિ પર પણ ગંભીર અસર પડે છે. મેમરી લોસ પણ થઇ શકે છે.. વર્ષ 2015માં આ બિમારીથી લોકોને બચાવવા તેમને અન્ય જગ્યાઓએ ખસેડવામાં પણ આવ્યા હતા અને સ્થાનિક તંત્રએ આ બિમારી ખતમ થઇ ગઇ હોવાનો દાવો પણ કર્યો હતો.. 


2. 73 વર્ષના રક્ષામંત્રી નહેરમાં કૂદ્યા

પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનો એક વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાઇરલ થઇ રહ્યો છે જેમાં તેઓ શોર્ટ્સ પહેરેલા છે અને તેઓ પુલ પરથી નહેરમાં કૂદી સ્વિમીંગ કરી રહ્યા છે.. ખ્વાજા આસિફ 73 વર્ષના છે અને પાકિસ્તાનની સ્થિતિ પરના તેમના નિવેદનોને કારણે ચર્ચામાં રહે છે.. તેમણે થોડા મહિનાઓ પહેલા નિવેદન આપ્યું હતું કે પાકિસ્તાન પહેલેથી જ નાદાર છે.. આપણે બધા ડિફોલ્ટ દેશમાં રહીએ છીએ. હવે IMF પણ અમને મદદ કરી શકે તેમ નથી. પાકિસ્તાની સેનાના એક કાર્યક્રમમાં આ પ્રકારનું નિવેદન આપ્યા બાદ તેમને શહબાઝ શરીફનો ઠપકો પણ સાંભળવો પડ્યો હતો.. 


3.પાકિસ્તાન પહોંચ્યા 'અલીબાબા'

અલીબાબા ડોટ કોમના કો ફાઉન્ડર જેક મા અચાનક પાકિસ્તાન પહોંચ્યા હતા.. જેક મા ની સાથે 7 બિઝનેસમેનનું એક જૂથ પણ પાકિસ્તાન ગયું હતું.. જેક મા ની આ યાત્રાનો હેતુ એ પાકિસ્તાનમાં બિઝનેસની તક શોધવા માટેનો હોવાનું અનુમાન લોકો લગાવી રહ્યા છે.. અલીબાબાના કો ફાઉન્ડર ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ સાથેની તકરારને કારણે ચર્ચામાં આવ્યા હતા..  જેક માએ સરકારની કેટલીક નીતિઓની જાહેરમાં ટીકા કરી હતી.. જેને કારણે તેઓ શી જિનપિંગના નિશાના પર આવ્યા હતા.. તેમની એક કંપની એન્ટ ગૃપનો આઇપીઓ રોકી દેવામાં આવ્યો અને અબજો ડોલરનો દંડ ફટકારવામાં આવ્યો હતો.. તે પછી તેમણે ચીન છોડી દીધું હતું અને અને એવી અટકળો લગાવાઇ હતી કે શી જિનપિંગના કારણે તેમણે ચીન છોડ્યું


4. રમવાનું મેદાન મળે એ માટે સીએમને લખ્યો પત્ર

મલેશિયાના પેનાંગમાં રહેતી 10 વર્ષની બાળકી હાલ ચર્ચામાં છે.. આ બાળકીએ સીએમને પત્ર લખીને પોતાને રમવા માટે સારું મેદાન ન હોવાની ફરિયાદ કરી હતી અને સીએમ ને આ પત્ર મળ્યા બાદ તેમણે તરત પ્લેગ્રાઉન્ડની સુવિધા પૂરી પાડવા માટે તાત્કાલિક આદેશ આપ્યો હતો


5. બાલ્ટીમોરમાં ફાયરિંગ, 2 ના મોત

અમેરિકાના બાલ્ટીમોર શહેરમાં ગોળીબારની ઘટના સામે આવી છે..રવિવારે બાલ્ટીમોર શહેરના બ્રુકલિન હોમ્સમાં યોજાયેલા એક કાર્યક્રમમાં 30 લોકો પર ફાયરિંગ થયું. સ્વતંત્રતા દિવસની ઉજવણીના ભાગરૂપે આ કાર્યક્રમ યોજાયો હતો..ફાયરિંગની ઘટના બાદ શહેરના મેયર ઘટનાસ્થળે પહોંચ્યા હતા પોલીસ આ કેસની તપાસ કરી રહી છે.. 


6. અફઘાનિસ્તાન સૌથી અશાંત દેશ

ગ્લોબલ પીસ ઇન્ડેક્સ એટલે કે વિશ્વના સૌથી શાંત દેશોની એક યાદી બહાર પડી છે જેમાં અફઘાનિસ્તાન સતત પાંચમાં વર્ષે નીચે ધકેલાયું છે એટલે કે સૌથી અશાંત દેશ બન્યો છે.. યાદીમાં અફઘાનિસ્તાનનું નામ જોઇને તાલિબાને નારાજગી વ્યક્ત કરી છે અફઘાનિસ્તાન સિવાય યમન, સીરિયા, સુદાન અને રશિયા પણ આ યાદીમાં છે. આ યાદીમાં ન્યુઝીલેન્ડ બીજા નંબરે છે જ્યારે આયર્લેન્ડ ત્રીજા નંબરે અને ડેનમાર્ક ચોથા નંબરે છે.


7. પાકિસ્તાનમાં શીખો પર અત્યાચાર

પાકિસ્તાનમાં કટ્ટરવાદીઓ લઘુમતીઓને ટાર્ગેટ કરી રહ્યા છે. તાજેતરમાં પેશાવરમાં 2 સિખોની હત્યા કરવામાં આવી હતી અને હવે પાકિસ્તાનના ગુરુદ્વારામાં કટ્ટરવાદીઓએ ઘુસી જઇને ગુરબાનીનો પાઠ રોકાવી દીધો અને શીખ લોકો સાથે અપમાનજનક વર્તન કરી ગુરુદ્વારામાં રખાયેલા ગુરુ ગ્રંથ સાહેબનુ પણ અપમાન કર્યુ હતું.  સ્થાનિક લોકોના કહેવા પ્રમાણે આરોપીઓે પકડીને પોલીસના હવાલે પણ કરવામાં આવ્યા હતા પરંતુ પોલીસે તેમની સામે કોઈ કાર્યવાહી કરી નહોતી અને તેમને છોડી મુકયા હતા. 


8. બ્રિટિશ પીએમ ઋષિ સુનકની મોટી જાહેરાત

બ્રિટનની સરકારી હોસ્પિટલોમાં ડોક્ટરો અને નર્સોની ભરતી માટે પીએમ ઋષિ સુનક એક મોટી જાહેરાત કરી છે. બ્રિટનમાં નેશનલ હેલ્થ સર્વિસ ટ્રેનિંગનો પ્રોગ્રામ લોન્ચ કરવા જઇ રહી છે જેમાં મોટી સંખ્યામાં ભારતીય ડોક્ટરો અને નર્સોની ભરતી થશે.. દુનિયાના બીજા દેશોમાંથી પણ ભરતી કરવામાં આવશે


9. પીએમ મોદી ફ્રાન્સની મુલાકાત લેશે

પીએમ મોદી 2 દિવસીય ફ્રાન્સની મુલાકાતે જશે.. ફ્રાન્સે ભારતને તેના ફાઈટર જેટ્સના એન્જિનની ડિઝાઇન, ડેવલપમેન્ટ, પરીક્ષણ માટે પ્રસ્તાવ મુક્યો છે.. આ ઓફર ભારતને અમેરિકા તરફથી પણ મળેલી છે પરંતુ ભારતને ફ્રાંસ સાથેની ડીલમાં વધુ ફાયદો મળશે તેવા અહેવાલો છે ફ્રાંસ જે ટેકનોલોજી ટ્રાન્સફર કરવા માંગે છે તેને ઈન્ટરનેશનલ ટ્રેડ ઈન આર્મ્સ રેગ્યુલેશન (ITAR)માંથી મુક્તિ આપવામાં આવી છે. ઉપરાંત ફ્રાંસ 110  કિલોનું ફાઈટર જેટ્સ માટેનુ ન્યૂટન એન્જિનનુ ઉત્પાદન સંપૂર્ણપણે ભારતમાં કરવા તૈયાર છે. સરકાર ફ્રાન્સના આ પ્રસ્તાવ પર વિચાર કરી રહે છે


10. મેં ઇમરાનને પ્રધાનમંત્રી બનાવ્યો હતો: મિયાંદાદ

પાકિસ્તાન ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન જાવેદ મિયાદાદે એક મોટું નિવેદન આપ્યું છે.. તેમણે ઇમરાન ખાન પર આક્ષેપ કર્યો છે કે ઇમરાન ખાન પ્રધાનમંત્રી તેમના કારણે બન્યા પરંતુ ઇમરાન ખાને ક્યારેય તેમનો આભાર માન્યો નથી, ઇમરાન ખાન સત્તા મેળવ્યા બાદ ઉપકાર ભૂલી જાય છે.. તેવો જાવેદ મિયાદાદ આક્ષેપ કરી રહ્યા છે.



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?