રામનવમીના પ્રસંગે ભગવાન રામની શોભાયાત્રા દરમિયાન ગુજરાત સહિત દેશના વિવિધ 6 રાજ્યોમાં થયેલા કોમી રમખાણોને ધ્યાનમાં રાખી કેન્દ્રીય ગૃહ મંત્રાલયે હનુમાન જ્યંતિની ઉજવણીને લઈને સતર્ક બન્યું છે. ગૃહ મંત્રાલયે અગમચેતીના પગલા ભરતા અને હનુમાન જયંતિની તૈયારીઓને લઈને તમામ રાજ્યોને એડવાઈઝરી જાહેર કરી દીધી છે. જેને અંતર્ગત રાજ્ય સરકારોને કાયદો અને વ્યવસ્થા સુનિશ્ચિત કરવા, તહેવારનું શાંતિપૂર્ણ પાલન અને સમાજમાં સાંપ્રદાયિક સૌહાર્દને ખલેલ પહોંચાડતા તત્વો પર નજર રાખવા માટે કહેવામાં આવ્યું છે. આવતી કાલે 6 એપ્રિલે હનુમાન જયંતિ ઉજવાશે.
The MHA has issued an advisory to all states in preparation for Hanuman Jayanti. The governments are encouraged to ensure the maintenance of law and order, peaceful observance of the festival, and monitoring of any factors that could disturb communal harmony in society.
— गृहमंत्री कार्यालय, HMO India (@HMOIndia) April 5, 2023
ગૃહમંત્રાલયે કર્યું ટ્વીટ
The MHA has issued an advisory to all states in preparation for Hanuman Jayanti. The governments are encouraged to ensure the maintenance of law and order, peaceful observance of the festival, and monitoring of any factors that could disturb communal harmony in society.
— गृहमंत्री कार्यालय, HMO India (@HMOIndia) April 5, 2023ગૃહમંત્રીના કાર્યાલયે ટ્વીટ કર્યું કે રાજ્ય/ કેન્દ્રશાસિત પ્રદેશની સરકારોએ કાયદો અને વ્યવસ્થા જાળવવા, તહેવાર દરમિયાન શાંતિ જાળવવા અને સમાજમાં સાંપ્રદાયિક સંવાદિતાને ખલેલ પહોંચાડી શકે તેવા તમામ પ્રકારના કારણો અથવા લોકો પર નજર રાખવાની જરૂર છે.
સરકાર એલર્ટ મોડ પર
રામનવમી પર બિહાર અને પશ્ચિમ બંગાળના કેટલાક જિલ્લાઓમાં હિંસા થઈ હોવાથી કેન્દ્ર સરકાર પહેલેથી જ એલર્ટ મોડ પર છે. તેથી જ તમામ રાજ્યોને તહેવાર દરમિયાન કડક તકેદારી રાખવા માટે પહેલાથી જ સૂચના આપવામાં આવી છે. આ વખતે કેન્દ્ર સરકારે તોફાની તત્વોને ઝેર કરવા આકરૂ વલણ દાખવ્યું છે.