ગુટખા કંપનીની જાહેરાત કરવી ભારે પડી, શાહરૂખ ખાન, અક્ષય કુમાર અને અજય દેવગનને સરકારે ફટકારી નોટિસ


  • Published By :
  • Published Date : 2023-12-10 18:29:54

બોલિવૂડ અભિનેતા અક્ષય કુમાર (Akshay Kumar), શાહરૂખ ખાન (Shahrukh Khan)અને અજય દેવગન(Ajay Devgn)ને એક ગુટખા કંપનીને પ્રમોટ કરવા બદલ કેન્દ્ર સરકાર દ્વારા નોટિસ ફટકારવામાં આવી છે. કેન્દ્ર સરકારે તિરસ્કારની અરજીનો જવાબ આપતાં અલ્હાબાદ કોર્ટની લખનૌ બેંચને કહ્યું હતું કે બોલીવુડ અભિનેતા અક્ષય કુમાર, શાહરૂખ ખાન અને અજય દેવગણ સામે ગુટખા (Gutka) કંપનીઓ માટે કરવામાં આવેલી જાહેરાતોના મામલે નોટીસ પાઠવવામાં આવી છે. 


કેન્દ્ર સરકારે નોટિસ જારી કરી

 

કેન્દ્રના વકીલે શુક્રવારે હાઈકોર્ટને માહિતી આપી હતી કે સુપ્રીમ કોર્ટ પણ આ જ મુદ્દા પર સુનાવણી કરી રહી છે અને આવી સ્થિતિમાં અરજીને તાત્કાલિક ફગાવી દેવી જોઈએ. દલીલો સાંભળ્યા બાદ બેન્ચે 9 મે, 2024ના રોજ સુનાવણી નક્કી કરી છે. ન્યાયમૂર્તિ રાજેશ સિંહ ચૌહાણની ખંડપીઠે અગાઉ કેન્દ્ર સરકારને અરજદારની રજૂઆત પર નિર્ણય લેવાનો નિર્દેશ આપ્યો હતો. અરજદારની મુખ્ય દલીલ એ હતી કે જે અભિનેતાઓ અને મહાનુભાવોને હાઈ પ્રોફાઈલ એવોર્ડ આપવામાં આવ્યા હતા તેમની સામે પગલાં લેવાવા જોઈએ કારણે કે તેઓ ગુટખા કંપનીઓ માટે જાહેરાત કરી રહ્યા હતા.


ડેપ્યુટી સોલિસિટર જનરલે હાઈકોર્ટને આપી માહિતી


અરજદારે દલીલ કરી હતી કે 22 ઓક્ટોબરે સરકારને રજૂઆત કરવામાં આવી હતી, પરંતુ આ મામલે કોઈ કાર્યવાહી કરવામાં આવી ન હતી. આ પછી, અવમાનના અરજી પર સુનાવણી કરતી વખતે, હાઇકોર્ટે કેન્દ્ર સરકારના કેબિનેટ સચિવને નોટિસ પાઠવી હતી. શુક્રવારે ડેપ્યુટી સોલિસિટર જનરલ એસબી પાંડેએ હાઈકોર્ટને જણાવ્યું કે કેન્દ્રએ અક્ષય કુમાર, શાહરૂખ ખાન અને અજય દેવગનને કારણ બતાવો નોટિસ જારી કરી છે. કોર્ટને એમ પણ કહેવામાં આવ્યું હતું કે અમિતાભ બચ્ચને એક ગુટખા કંપનીને કાનૂની નોટિસ મોકલી હતી. અમિતાભ બચ્ચને કંપની સાથેનો કરાર રદ કરી નાખ્યો હોવા છતાં કંપની તેમની જાહેરાત બતાવી રહી હતી.



વ્હાઇટ હાઉસના પ્રવક્તા કેરોલાઇન લેવિટે પ્રેસ કોન્ફરન્સ દરમ્યાન ભારત પર ટેરિફને લઇને કર્યા આકરા પ્રહાર. અમેરિકાએ તેના જ સહયોગી દેશોની સામે ટ્રેડ વોર શરુ કરી દીધું છે . તો જાણો ભારત અને અમેરિકાના દ્વિપક્ષીય વ્યાપાર વિશે.

દક્ષિણ ગુજરાતથી ધડાધડ મેસેજ આવ્યા કે લાઈટ ગઈ છે. તાપી, ભરૂચ, રાજપીપળા, સુરત, નવસારીમાં એકસાથે લાઈટ ગઈ. મોટાભાગના વિસ્તારોમાં વીજળી ગુલ થઈ અને મોટી સંખ્યામાં લોકો ટોરેન્ટ પાવરની ઓફિસમાં પહોંચી ગયા હતા. જો કે હવે ટોરેન્ટ અને DGCVLએ 100 ટકા પૂરવઠો પૂર્વવત કરી દીધો છે.

પાકિસ્તાનના બલુચિસ્તાનમાં ૧૯૪૮થી જ હિંસક આંદોલનો થઈ રહ્યા છે , જાણો કેવી રીતે તેને પાકિસ્તાન સાથે જોડી દેવાયું અને હવે કેમ ત્યાં હિંસક આંદોલનો થઈ રહ્યા છે?

રિલાયન્સ જીઓ અને ભારતી એરટેલ ઈલોન મસ્કની કંપની સ્પેસએક્સ સાથે મળીને સેટેલાઇટ બેઝ્ડ ઈન્ટરનેટ આપવા માટે ખુબ ઉત્સુક છે . વોડાફોન-આઈડિયા માટે મુશ્કેલીઓ ઉભી થઇ શકે છે . તો જાણીએ કઈ રીતે સ્પેસએક્સનું ઈન્ટરનેટ કામ કરે છે?