‘રહસ્યમય ન્યુમોનિયા’ને લઈ તંત્રની આગોતરી તૈયારી, અમદાવાદ સિવિલમાં બાળકો માટે 300 બેડ અનામત


  • Published By :
  • Published Date : 2023-11-29 21:24:48

ચીનમાં કોરોના બાદ ફેલાઈ રહેલા ‘રહસ્યમય ન્યુમોનિયા’એ ફરી એક વખત ચિંતા વધારી છે. આ  ન્યુમોનિયાની બીમારીનો સૌથી વધુ ભોગ બાળકો બની રહ્યા છે. ચીનમાં આ રોગ ફેલાયા બાદ ભારત સરકાર પણ સાવચેતીના પગલાં લઈ રહી છે. કેન્દ્ર સરકારે રાજસ્થાન, કર્ણાટક, ગુજરાત, ઉત્તરાખંડ, હરિયાણા અને તમિલનાડુને એડવાઈઝરી જાહેર કરીને એલર્ટ કર્યાં છે. આથી જ એશિયાની સૌથી મોટી ગણાતી અમદાવાદ સિવિલ હોસ્પિટલનું વહીવટી તંત્ર સજ્જ થઈ ગયું છે અને કોઈ પણ પરિસ્થિતિને પહોંચી વળવા માટે આગોતરી તૈયારી શરૂ કરી દીધી છે.


સિવિલ હોસ્પિટલમાં 300 બેડ અનામત


રાજ્ય સરકારે પણ એક પરિપત્ર હેઠળ રાજ્યની તમામ જાહેર હોસ્પિટલોને સજ્જ રહેવા સૂચન કરવામાં આવ્યું છે. રાજ્યની હોસ્પિટલો અને ખાસ કરીને અમદાવાદમાં આવેલી એશિયાની સૌથી મોટી જાહેર હોસ્પિટલ કહેવાતી સિવિલ હોસ્પિટલમાં ફરી એકવાર કોવિડ સમકક્ષ તૈયારીઓ કરવામાં આવી છે. હાલ સિવિલ હોસ્પિટલમાં 300 બેડ બનાવવામાં આવ્યા છે. જ્યારે બાળકોમાં શ્વાસ સબંધી રોગ પર નજર રાખવામાં આવી રહી છે. આટલું જ નહીં, તકેદારીના ભાગરૂપે સિવિલ હોસ્પિટલમાં વેન્ટીલેટર, PPE કિટ અને એન્ટી વાયરલ જવાનો જથ્થો પણ ઉપલબ્ધ કરી દેવામાં આવ્યો છે. જ્યારે જરૂર જણાશે, તો આઈસોલેશન વોર્ડ પણ ઉભો કરી દેવામાં આવશે.વધુમાં ડૉ. રાકેશ જોશીએ જણાવ્યું કે, આ રોગ ભારતમાં આવે તેવી શક્યતા ઓછી છે. આમ છતાં બાળકોના ફેફસામાં બળતરા, તાવ, ઉધરસ અને શરદીના લક્ષણો જણાય તો તાત્કાલિક ડોક્ટરનો સંપર્ક કરવો જોઈએ.ચીનમાં હાહાકાર મચાવી રહેલી આ શ્વાસ સબંધિત બીમારીનું કારણ H9N2ને માનવામાં આવી રહ્યું છે, જે પક્ષીઓ દ્વારા માણસમાં ફેલાતો વાયરસ છે. આ ભેદી બીમારીની સૌથી વધુ અસર બાળકો પર થઈ રહી છે. તાવ સાથે ફેફસા ફુલાવી દેનારી આ બીમારીના કારણે દરરોજ 7 હજાર બાળકો હોસ્પિટલમાં દાખલ થઈ રહ્યાં છે.


સિવિલ હોસ્પિટલમાં ઓક્સિજનની બે ટેન્ક કાર્યરત


અમદાવાદની સિવિલ હોસ્પિટલના સિવિલ હોસ્પિટલના સુપ્રીડેન્ડન્ટ રાકેશ જોશીએ જણાવ્યું હતું કે, સિવિલ હોસ્પિટલમાં કોવિડની પિક દરમિયાન ઓક્સિજનની બે ટેન્ક લગાવવામાં આવી હતી. ચીનમાં આવેલા ભેદી રોગબાદ આ બંને ટેન્કની હાલની કાર્યક્ષમતા ચકાસવા હોસ્પિટલ તંત્ર દ્વારા ડેમોસ્ટ્રેશન કરવામાં આવ્યું હતું. ભારત સરકારે એડવાઈઝરી જાહેર કર્યા બાદ બે દિવસ અગાઉ બંને ટેન્ક કાર્યરત છે કે કેમ તે અંગે તપાસ કરવામાં આવી હતી. આ ઉપરાંત 20 હજાર લિટરની ઓક્સિજન ટેન્ક સંપૂર્ણપણે કાર્યરત છે.



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?