ADR Report : નફરત ફેલાવતાં ભાષણો કરનાર આટલા ધારાસભ્યો- સાંસદો સામે છે કેસ, સૌથી વધારે સાંસદો BJPના.. જાણો વિગત


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-10-04 11:51:16

આવતા વર્ષે લોકસભાની ચૂંટણી તેમજ વિવિધ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી આવી રહી છે. થોડા સમય બાદ ચૂંટણી પ્રચારનો ધમધમાટ શરૂ થઈ જશે. વિધાનસભા ચૂંટણીને લઈ ચૂંટણી પ્રચાર શરૂ થઈ ગયો ત્યારે લોકસભા ચૂંટણીને લઈને પણ પ્રચાર નેતાઓ દ્વારા શરૂ કરવામાં આવશે. આ બધા વચ્ચે એડીઆરનો રિપોર્ટ સામે આવ્યો છે. એ રિપોર્ટમાં નફરત ફેલાવતા ભાષણો કરનાર કેટલા સાંસદો તેમજ ધારાસભ્યો છે તેનો આંકડો આપ્યો છે. નફરત ફેલાવતા ભાષણો કરનાર 107 સાંસદો તેમજ ધારાસભ્યો સામે કેસ કરાયા છે જ્યારે છેલ્લા પાંચ વર્ષમાં આવા કેસ ધરાવતા 480 ઉમેદવારો ચૂંટણી લડી હોવાનો ખુલાસો રિપોર્ટમાં કરાયો છે. 


દેશના આટલા સાંસદો અને ધારાસભ્યો વિરૂદ્ધ કેસ છે દાખલ 

સાંસદો તેમજ ધારાસભ્યોને લઈ એડીઆર એટલે કે એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સે એ રિપોર્ટ બહાર પાડ્યો છે. એ રિપોર્ટમાં કેટલા સાસંદો તેમજ ધારાસભ્યો વિરૂદ્ધ હેટ સ્પીચના કેસ નોંધાયેલા છે તેનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. એવા પણ અનેક ધારાસભ્યો તેમજ સાંસદો છે જેમણે છેલ્લા પાંચ વર્ષમાં ચૂંટણી પણ લડી છે. આંકડાની વાત કરીએ તો દેશના કુલ 107 સાંસદો અને ધારાસભ્યો છે જેમના વિરૂદ્ધ હેટ સ્પીચના કેસ નોંધાયેલા છે. 480 નેતાઓએ છેલ્લા પાંચ વર્ષમાં ચૂંટણી પણ લડી છે.  આ વિશ્લેષણ ઉમેદવારોએ ચૂંટણી દરમિયાન આપેલી એફિડેવિટ પરથી કરવામાં આવ્યું છે. 


આ રાજ્યોના સાંસદો વિરૂદ્ધ નોંધાઈ છે ફરિયાદ 

ચૂંટણી પ્રચાર દરમિયાન નેતાઓ એવા ભાષણ, એવા નિવેદનો આપતા હોય છે જે ચર્ચાનો વિષય બનતો હોય છે. ચૂંટણી પ્રચાર દરમિયાન તો આવા નિવેદનો અવારનવાર સામે આવતા હોય છે. ત્યારે ધારાસભ્યો અને સાંસદોને લઈ એડીઆરે રિપોર્ટ બહાર પાડ્યો છે. એડીઆરના વિશ્લેષણ અનુસાર, 33 સાંસદોએ પોતાની વિરુદ્ધ હેટ સ્પીચ સંબંધિત કેસ જાહેર કર્યા છે. જેમાંથી ઉત્તર પ્રદેશના 7 અને તમિલનાડુના 4 સાંસદ સામે હેટ સ્પીચના કેસ નોંધાયો છે. તેવી જ રીતે બિહાર, કર્ણાટક અને તેલંગાણાના 3-3 સાંસદ, અસમ, ગુજરાત, મહારાષ્ટ્ર અને પશ્ચિમ બંગાળના 2-2 સાંસદ સામે હેટ સ્પીચના કેસ દાખલ કરવામાં આવ્યો છે. તો ઝારખંડ, મધ્યપ્રદેશ, કેરળ, ઓડિશા અને પંજાબના 1-1 સાંસદ વિરુદ્ધ હેટ સ્પીચના કેસ નોંધાયા છે.


પાર્ટી પ્રમાણે આ રહ્યો ડેટા 

પાર્ટી પ્રમાણે સાંસદો તેમજ ધારાસભ્યોની વાત કરીએ તો ભાજપના સૌથી વધારે સાંસદો અને ધારાસભ્યો વિરૂદ્ધ હેટ સ્પીચનો કેસ દાખલ છે. હેટ સ્પીચના સૌથી વધુ કેસ ભાજપના નેતાઓ વિરુદ્ધ નોંધાયા છે. હેટ સ્પીચને લઈ શાસકપક્ષ ભાજપના 22 સાંસદો છે. તો કોંગ્રેસના બે નેતાઓ વિરુદ્ધ હેટ સ્પીચના કેસ નોંધાયા છે. તેવી જ રીતે આમ આદમી પાર્ટી (આપ), AIMIM, AIUDF, ડીએમક, AIADMK, PMK, શિવસેના (UBT) અને VCKના એક-એક નેતા હીટ સ્પીચના કેસનો સામનો કરી રહ્યા છે. ઉપરાંત એક અપક્ષ સાંસદ વિરૂદ્ધ નફરતભર્યા ભાષણનો કેસ પણ નોંધવામાં આવ્યો છે.


ધારાસભ્યોની વાત કરીએ તો...  

74 ધારાસભ્યોએ તેમની વિરુદ્ધ નફરતભર્યા ભાષણ સંબંધિત કેસ જાહેર કર્યા છે. 74 પૈકી 20 MLA ભાજપના છે જ્યારે 13 કોંગ્રેસના છે જ્યારે 6 આમ આદમી પાર્ટીના છે, પાંચ એસપી તેમજ YSRCPનાં, 4 ડીએમકે તેમજ આરજેડીના છે. તેમાં બિહાર અને ઉત્તર પ્રદેશના 9-9 ધારાસભ્યો, આંધ્ર પ્રદેશ, મહારાષ્ટ્ર અને તેલંગાણાના 6-6 ધારાસભ્યો વિરુદ્ધ હેટ સ્પીચના કેસ નોંધાયા છે. તો આસામ અને તમિલનાડુના 5-5, દિલ્હી, ગુજરાત અને પશ્ચિમ બંગાળના 4-4, ઝારખંડ અને ઉત્તરાખંડના 3-3 ધારાસભ્યો સામે ભડકાઉ ભાષણ આપવા સંબંધિત કેસ નોંધવામાં આવ્યા છે. તેવી જ રીતે કર્ણાટક, પંજાબ, રાજસ્થાન અને ત્રિપુરાના 2-2 ધારાસભ્યો અને જ્યારે મધ્ય પ્રદેશ અને ઓડિશાના એક-એક ધારાસભ્ય વિરુદ્ધ હેટ સ્પીચના કેસ નોંધાયા છે.


ગુજરાતના આ નેતાઓએ આપ્યું છે ભડકાઉ ભાષણ 

ગુજરાતના સાંસદો તેમજ ધારાસભ્યોની વાત કરીએ તો બે સાંસદો તેમજ 4 ધારાસભ્યોનો સમાવેશ થાય છે. કુલ 6 નેતાઓ વિરૂદ્ધ હેટ સ્પીચનો ગુન્હો દાખલ કરવામાં આવ્યો છે. હેટ સ્પીચ કેસનો સામનો કરનાર ગુજરાતના સાંસદમાં અમિત શાહ અને મિતેશ પટેલનો સમાવેશ થાય છે અને તે બંને ભાજપના નેતા છે. તો આપ પાર્ટીના નેતા ચૈતર વસાવા, ભાજપના હાર્દિક પટેલ તેમજ કોંગ્રેસના અનંત પટેલ અને જિગ્નેશ મેવાણી વિરુદ્ધ ભડકાઉ ભાષણ આપવાના કેસ નોંધાયા છે.



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?