ભારતીય જનતા પાર્ટી (BJP)એ વર્ષ 2017થી 2021ની વચ્ચે ગુજરાતમાંથી કોર્પોરેટ દાનનો સૌથી મોટો હિસ્સો પ્રાપ્ત કર્યો હતો. આ ફંડ કોંગ્રેસ કરતાં 16 ગણું વધુ હતું, એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ (ADR)એ રવિવારે એક રિપોર્ટમાં જણાવ્યું હતું.
ADR રિપોર્ટમાં શું ઘટસ્ફોટ થયો?
ADR રિપોર્ટ મુજબ, ચાર રાજકીય પક્ષો - ભાજપ, કોંગ્રેસ, AAP અને સિક્કિમ ક્રાંતિકારી મોરચા (SKM)એ નાણાકીય વર્ષ 2016-17 અને 2020-21 વચ્ચે ગુજરાતમાંથી 1,571 દાતાઓ પાસેથી રૂ. 174.06 કરોડનું કોર્પોરેટ દાન મેળવ્યું હતું.
આ પાંચ વર્ષના સમયગાળા દરમિયાન, ભાજપે કોર્પોરેટ પાસેથી સૌથી વધુ ફંડ પ્રાપ્ત કર્યું હતું, ભાજપે 1,519 દાતાઓ પાસેથી રૂ. 163.54 કરોડ મળ્યું હતું, તેમ ADR રિપોર્ટમાં જણાવાયું છે. બીજી તરફ કોંગ્રેસને આ સમયગાળા દરમિયાન માત્ર 10.46 કરોડ મળ્યા છે. ગુજરાત ચૂંટણીમાં ઉતરેલી નવી પાર્ટી આમ આદમી પાર્ટીને પાંચ વર્ષના સમયગાળા દરમિયાન કોર્પોરેટ દાનમાં કુલ રૂ. 3.2 લાખ મળ્યા છે, આમ આદમી પાર્ટીને 2017-2020 વચ્ચે કોઈ દાન મળ્યું નથી.
Gujarat Assembly Elections 2022: Analysis of Funds declared by Political Parties from Gujarat, FY 2016-17 to FY 2020-21#ADRReport: https://t.co/VcFSbta8aC#PoliticalParties #AssemblyElections2022 #GujaratAssemblyElections2022 #Elections2022 pic.twitter.com/TfXcneOn3s
— ADR India & MyNeta (@adrspeaks) November 27, 2022
પાંચ વર્ષમાં 4.34 ટકા કોર્પોરેટ ફંડ ગુજરાતમાંથી
Gujarat Assembly Elections 2022: Analysis of Funds declared by Political Parties from Gujarat, FY 2016-17 to FY 2020-21#ADRReport: https://t.co/VcFSbta8aC#PoliticalParties #AssemblyElections2022 #GujaratAssemblyElections2022 #Elections2022 pic.twitter.com/TfXcneOn3s
— ADR India & MyNeta (@adrspeaks) November 27, 2022રાજકીય પક્ષો દ્વારા ચૂંટણી પંચને સબમિટ કરવામાં આવેલા ડેટાને ટાંકીને અહેવાલમાં જણાવાયું છે કે પાંચ વર્ષના સમયગાળામાં કુલ રૂ. 4,014.58 કરોડના કોર્પોરેટ દાનમાંથી 4.34 ટકા એટલે કે રૂ. 174.06 કરોડ રાજકીય પક્ષોને ગુજરાતમાંથી મળ્યા હતા.
રાષ્ટ્રીય અને પ્રાદેશિક પક્ષોએ જાહેર કરી ફંડની વિગત
એકંદરે, રાષ્ટ્રીય અને પ્રાદેશિક રાજકીય પક્ષોએ તેમના વાર્ષિક ઓડિટ રિપોર્ટમાં કુલ રૂ. 12,745.61 દાન જાહેર કર્યું. આ કુલ દાનમાંથી રૂ. 10,471.04 કરોડ 8 રાષ્ટ્રીય પક્ષો દ્વારા જાહેર કરવામાં આવ્યું હતું જ્યારે બાકીની રકમ પ્રાદેશિક પક્ષો દ્વારા જાહેર કરવામાં આવી હતી.