આગામી વર્ષે લોકસભાની ચૂંટણી યોજાવાની છે, અને તમામ રાજકીય પક્ષો આ ચૂંટણીને તૈયારીમાં લાગી ગયા છે. આ દરમિયાન એસોસિયેશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ (ADR)એ ખાસ્સી ચર્ચા જગાવી છે. ADR રિપોર્ટ મુજબ 2009થી 2019 દરમિયાન લોકસભામાં ચૂંટાયેલા 71 સાંસદોની સરેરાશ આવકમાં 286 ટકાની વૃ્ધ્ધી જોવા મળી છે. તેમાં પ્રત્યેક સાંસદની સંપત્તીમાં સરેરાશ 17.59 કરોડ રૂપિયાનો વધારો થયો છે.
આ પાર્ટીઓના સાંસદોની સંપત્તી વધી
જે પાર્ટીઓના સાંસદોની સંપત્તિ સૌથી વધુ વધી છે. તેમાં ભાજપના 6 એનસીપી, શિરોમણી અકાલી દળ, બીજેપી, બીજુ જનતા દળ, તૃણમૂલ કોંગ્રેસ અને AIUDFના એક-એક સાંસદ ટોપ-10માં આવે છે.
આ છે ટોપ 10 માલામાલ સાંસદો
જે સાંસદોની સંપત્તી સૌથી વધુ વધી છે તેમાં શિરોમણી અકાલી દળના નેતા હરસિમરત કૌર બાદલની સંપત્તીમાં સૌથી વધુ 157.68 કરોડ રૂપિયાની વૃધ્ધી થઈ છે. વર્ષ 2009માં બાદલની સંપત્તી 60.31 કરોડ રૂપિયા હતી જે 2019માં 217.99 કરોડ રૂપિયા થઈ ગઈ છે.
આ યાદીમાં બીજુ નામ શરદ પવારની પુત્રી અને બારામતીથી NCP સાંસદ સુપ્રિયા સુલેનું આવે છે. સુલેની સંપત્તિ 2009માં રૂ. 51.53 કરોડથી વધીને 2019માં રૂ. 140.88 કરોડ થઈ હતી. દસ વર્ષમાં તેની સંપત્તિમાં 89.35
પુરી સીટના બીજેડી સાંસદ પિનાકી મિશ્રા સંપત્તિ વધારાના મામલામાં ત્રીજા ક્રમે આવે છે. મિશ્રાની સંપત્તિમાં દસ વર્ષમાં 87.78 કરોડ રૂપિયાનો વધારો થયો છે. 2009માં તેમની સંપત્તિ 29.69 કરોડ રૂપિયા હતી, જે 2019માં વધીને 117.47 કરોડ રૂપિયા થઈ ગઈ છે.
કેન્દ્રમાં સત્તારૂઢ ભાજપના સાંસદોમાં પીસી મોહનની સંપત્તિમાં સૌથી વધુ વધારો જોવા મળ્યો છે. 2009માં કર્ણાટક બેંગ્લોરના સાંસદ મોહનની સંપત્તિ પાંચ કરોડ હતી, જે 2019માં વધીને 75 કરોડ થઈ ગઈ છે.
ઉત્તર પ્રદેશની લોકસભા સીટ પીલીભીતના બીજેપી સાંસદ વરુણ ગાંધીનું નામ પણ ટોપ ટેનમાં છે. વરુણની સંપત્તિ 2009માં 4.92 કરોડ હતી, જે 2019માં વધીને 60.32 કરોડ થઈ ગઈ છે. તેમની સંપત્તિમાં 1124 ટકાનો વધારો થયો છે.
આ કડીમાં બીજુ મુખ્ય નામ સુલતાનપુરથી બીજેપી સાંસદ મેનકા ગાંધીનું છે. 2009માં મેનકાની સંપત્તિ 17 કરોડ હતી, જે 2019માં વધીને 55 કરોડ થઈ ગઈ.