પાકિસ્તાનના સિંધમાં પ્રશાસને હિંગળાજ માતાનું મંદિર તોડ્યું, ક્રિકેટર દાનિશ કનેરિયાએ વીડિયો કર્યો શેર


  • Published By :
  • Published Date : 2023-11-24 21:50:45

પાકિસ્તાનમાં હિંદુઓ અને તેમના ધાર્મિક સ્થળો પર હુમલા કોઈ નવી વાત નથી. જ્યારથી પાકિસ્તાન બન્યું છે ત્યારથી બિન-મુસ્લિમો વિરુદ્ધ અભિયાન ચાલી રહ્યું છે. આ દરમિયાન ફરી એકવાર માનવ અધિકારોનું ઉલ્લંઘન જોવા મળ્યું છે. પાકિસ્તાનમાં સત્તાવાળાઓએ કથિત રીતે એક હિંદુ મંદિરને નિશાન બનાવ્યું છે. સિંધના હિંગળાજ માતાનું મંદિર તોડી પાડવામાં આવ્યું છે. આમાં પાકિસ્તાનનું સમગ્ર વહીવટીતંત્ર સામેલ છે. થરપારકર જિલ્લાના અધિકારીઓએ મીઠી શહેરમાં મંદિર તોડી પાડવાના કોર્ટના આદેશને ટાંક્યો હતો.


સુપ્રીમ કોર્ટના પ્રોટેક્શન ઓર્ડર છતાં આ મંદિર તોડી પડાયું


મિડીયા રિપોર્ટ મુજબ, મીરપુરખાસની અતિક્રમણ વિરોધી અદાલતના આદેશ બાદ પાકિસ્તાનના થરપારકરના મીઠીમાં આવેલા હિંગળાજ માતાના મંદિરને તોડી પાડવામાં આવ્યું છે.”હિંદુઓના ધાર્મિક સ્થળ, શારદા પીઠ મંદિરને LOC નજીક તોડી પાડવામાં આવ્યું હતું. મંદિરની નજીક એક કોફી હાઉસ બનાવવામાં આવી રહ્યું છે, જેનું ઉદ્ઘાટન આ વર્ષે કરવામાં આવશે. પાકિસ્તાનમાં હિંદુઓ પર આ અત્યાચાર કોઈ નવી ઘટના નથી. અહીં રહેતા હિંદુઓએ સતત પડકારોનો સામનો કરવો પડી રહ્યો છે, જેમાં ટાર્ગેટ કિલિંગ, હત્યાઓ અને  જમીનો પર કબજો જમાવી લેવા સહિતનો સમાવેશ થાય છે.


અગાઉ પણ મંદિરો તોડી પાડવામાં આવ્યા હતા


શારદા પીઠ યુનેસ્કોની સંરક્ષિત સાઇટ હોવા છતાં, શારદા પીઠને તોડી પાડવાથી બચાવી શકાઈ નથી. આ વિનાશ પાકિસ્તાનમાં સાંસ્કૃતિક અને ધાર્મિક વારસાના સંરક્ષણ પર સવાલો ઉભા કરે છે. અગાઉ જુલાઈમાં પણ એક મંદિર તોડવામાં આવ્યું હતું. કરાચીમાં મરીમાતાનું મંદિર જમીનદોસ્ત થઈ ગયું. સમગ્ર વિસ્તારમાં લાઈટ ન હોવાથી મંદિર તોડી પાડવામાં આવ્યું હતું. બાહ્ય દિવાલ અને દરવાજા સિવાય સમગ્ર આંતરિક માળખું તોડી પાડવામાં આવ્યું હતું.



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?