આદિત્ય-L1: હવે 2 સપ્ટેમ્બરે લોન્ચ થશે ISROનું સૂર્ય મિશન, તેનાથી શું લાભ થશે? જાણો


  • Published By :
  • Published Date : 2023-08-28 20:21:55

ચંદ્રયાન-3ની સફળતા બાદ ભારતની આગામી તૈયારી સૂરજ માટે છે. ઈસરો શનિવારે સૂર્યના અભ્યાસ માટે અવકાશયાન મોકલી રહ્યું છે. આ માટે આદિત્ય-L1 અવકાશમાં જશે. આદિત્ય-L1 સંપૂર્ણપણે સ્વદેશી પ્રયાસ છે. તેને બે અઠવાડિયા પહેલા આંધ્રપ્રદેશના શ્રીહરિકોટા ખાતે ઈસરોના સ્પેસ સેન્ટરમાં લાવવામાં આવ્યું હતું. આદિત્ય L1 મિશન 2 સપ્ટેમ્બરે સવારે 11.50 વાગ્યે આંધ્ર પ્રદેશના શ્રીહરિકોટાથી લોન્ચ કરવામાં આવશે. આ મિશન PSLV-C57 રોકેટથી લોન્ચ કરવામાં આવશે, જેનો ઉદ્દેશ્ય સૂર્યના રહસ્યોનો અભ્યાસ કરવાનો છે. ISRO આ વર્ષે ગગનયાન 1 મિશન લોન્ચ કરવા જઈ રહ્યું છે. તે પછી 2024માં શુક્રયાન અને મંગલયાન મિશન મોકલવાની પણ યોજના છે.


આદિત્ય મિશન શું છે?


આદિત્ય એલ-1 સૂર્યનો અભ્યાસ કરનાર પ્રથમ ભારતીય અવકાશ-આધારિત વેધશાળા (ઓબ્ઝર્વેટરી) હશે. તેનું કામ 24 કલાક સૂર્ય પર નજર રાખવાનું રહેશે. પૃથ્વી અને સૂર્યની સિસ્ટમ વચ્ચે પાંચ Lagrangian point  છે. સૂર્યયાન Lagrangian point 1 (L1)ની આસપાસ એક હેલો ઓર્બિટમાં તૈનાત રહેશે. પૃથ્વીથી L1 પોઈન્ટનું અંતર 1.5 મિલિયન કિમી છે જ્યારે પૃથ્વીથી સૂર્યનું અંતર 150 મિલિયન કિમી છે. L1 પોઈન્ટ એટલા માટે પસંદ કરવામાં આવ્યો છે કારણ કે અહીંથી સુર્ય પર અઠવાડિયાના સાતેય દિવસ, 24 કલાક કલાક નજર રાખી શકાય છે. ગ્રહણ દરમિયાન પણ તે જોઈ શકાય છે.


આદિત્ય  L1 મોકલવાથી શું લાભ થશે?


અવકાશયાન સાત પેલોડ લઈને જશે, આ પેલોડ્સ ફોટોસ્ફેયર (પ્રકાશમંડળ), ક્રોમોસ્ફિયર (સૂર્યની દૃશ્યમાન સપાટીથી ઠીક ઉપરની સપાટી) અને સૂર્યના સૌથી બહારના સ્તર (કોરોના)નું નિરિક્ષણ કરશે. સૂર્યમાં થતી વિસ્ફોટક પ્રક્રિયાઓ પૃથ્વીની નજીકના અવકાશ વિસ્તારમાં સમસ્યા ઊભી કરી શકે છે. ઘણા ઉપગ્રહોને નુકસાન થઈ શકે છે. જો આવી પ્રક્રિયાઓની જાણ પહેલાથી જ થઈ જાય તો બચાવના આગોતરા પગલા ભરી શકાય શકાય છે. તમામ સ્પેસ મિશન ચલાવવા માટે અવકાશના હવામાનને સમજવું જરૂરી છે. આ મિશન અવકાશના હવામાનને સમજવામાં પણ મદદ કરી શકે છે. આના દ્વારા સૌર પવનોનો પણ અભ્યાસ કરી શકાશે.



અદાણી ગ્રૂપના વડા ગૌતમ અદાણી પર અબજો ડોલરની લાંચ તેમજ છેતરપિંડીનો આરોપ લગાવામાં આવ્યો છે.... ગૌતમ અદાણી સહિત 7 લોકો પર ન્યૂયોર્કની ફેડરલ કોર્ટે અબજો ડોલરની છેતરપિંડી અને લાંચ લેવાનો આરોપ લગાવ્યો છે.

રાજ્યમાં ધીરે ધીરે ગુલાબી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે... વહેલી સવારે તેમજ મોડી રીત્રે ઠંડીનો ચમકારો અનુભવાય છે.... 24 કલાકમાં જ બેથી ત્રણ ડિગ્રી તાપમાન ઘટ્યું છે.... અનેક વિસ્તારો એવા છે જ્યાંનું લઘુત્તમ તાપમાન 20 ડિગ્રી નીચે નોંધાયું છે...

મણિપુરમાં આટલા સમય બાદ પણ શાંતિ નથી સ્થપાઈ..... અનેક લોકોના મોત આ હિંસામાં થઈ ગયા છે.. શનિવારે ફરી ત્યાં હિંસા ફાટી નીકળી હતી જેમાં પણ લોકો મોતને ભેટ્યા છે.... મણિપુરને લઈ સરકાર પર નિશાન સાધવામાં આવી રહ્યું છે...

નવેમ્બર આવ્યો તો પણ કડકડતી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો નથી.. બપોરના સમયે ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે... ગાંધીનગરનું તાપમાન સૌથી ઓછું નોંધાયું હતું.. અંબાલાલ પટેલ દ્વારા આપવામાં આવેલી આગાહી અનુસાર ડિસેમ્બરની શરૂઆતમાં કડકડતી ઠંડીનો અહેસાસ થઈ શકે છે...