Chandrayaan-3 બાદ Aditya-L1એ મોકલી આ તસવીર, Aditya-L1એ પૃથ્વી અને ચંદ્રમાને કર્યા કેમેરામાં કેદ, ISROએ શેર કરી માહિતી


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-09-07 14:16:24

સ્પેસ સાયન્સમાં ભારતે પોતાનો ડંકો વગાડી દીધો છે. ચંદ્રયાન-3 એ ચંદ્રની સપાટી પર સોફ્ટ લેન્ડિંગ કરી વિશ્વમાં ભારતનું સ્તર વધારી દીધું છે. ચંદ્રની સપાટી પર પહોંચ્યા બાદ ચંદ્રયાન-3એ ચંદ્રને લઈ અનેક માહિતી આપી હતી. ત્યારે હવે સૂર્યના મિશન પર નિકળેલા આદિત્ય એલ-1એ પણ એક સુંદર તસવીર મોકલી આપી છે. આદિત્ય-એલ1 સૂરજ નજીક પહોંચે તે પહેલા ઈસરોએ આદિત્ય એલ-1ના એક કેમેરાનો ઉપયોગ કરવાનું શરૂ કરી દીધું છે. આદિત્ય-એલ1એ પૃથ્વી અને ચંદ્રની તસવીરો મોકલી છે અને ઈસરોએ એ તસવીરોને શેર કરી આપણા સુધી પહોંચાડયા છે. તે ઉપરાંત આદિત્ય એલ-1એ પોતાનો ફોટો પણ લીધો હતો. 

ઈસરોએ સોશિયલ મીડિયા પર શેર કરી તસવીરો 

ચંદ્રયાન-3એ ચંદ્રની સપાટી પર પહોંચી અલગ અલગ તસવીરો શેર કરી હતી. વિક્રમ લેંડર અને પ્રાન રોવરએ અનેક તસવીરો મોકલાવી હતી ત્યારે હવે સૂર્ય તરફ આગળ વધી રહેલા આદિત્ય એલ-1એ પણ તસવીરો મોકલવાનું શરૂ કરી દીધું છે. સૂર્યની જાણકારી પ્રાપ્ત કરવા માટે શરૂ કરવામાં આવેલું મિશન આદિત્ય એલ-1 પણ એક્ટિવ થઈ ગયું છે. સૂરજ નજીક સૂર્યયાન પહોંચે તે પહેલા પૃથ્વી અને ચંદ્રની એક ખાસ તસવીર મોકલી છે જેને ઈસરોએ શેર કરી છે. તસવીરો શેર કરતા ઈસરોએ લખ્યું કે આદિત્ય એલ-1એ સેલ્ફી અને ચંદ્ર અને પૃથ્વીના ફોટા ક્લીક કર્યા છે.


ચંદ્રયાન બાદ આદિત્ય એલ1 મોકલી રહ્યું છે તસવીરો 

મહત્વનું છે કે 2 સપ્ટેમ્બરના રોજ શ્રીહરિકોટાથી ભારતે સૂર્યનું અધ્યયન કરવા માટે આદિત્ય એલ-1 લોન્ચ કર્યું હતું. લાખો કિલોમીટરની યાત્રા કરી 128 દિવસ બાદ સૂરજ નજીક સૂર્યયાન પહોંચવાનું છે. લેગ્રેજિયન પોઈન્ટ પર આ સૂર્યયાનને સ્થાપવામાં આવશે. આ પોઈન્ટને કારણે આ મિશનને આદિત્ય-એલ1 નામ આપવામાં આવ્યું છે.મહત્વનું છે કે આદિત્ય એલ-1 લોન્ચિંગ બાદ બે વખત પૃથ્વીની કક્ષા બદલી ચૂક્યું છે. પહેલા ચંદ્રયાન-3 ફોટા શેર કરતું હતું હવે આદિત્ય એલ-1 પણ ફોટા શેર કરી રહ્યું છે. 



અમદાવાદના આંબલી બોપલ રોડ પર આજે સવારના સમયે ઓડી કાર લઈને એક નબીરો નીકળે છે અને અનેક વાહનોને અડફેટમાં લે છે... ત્યાં હાજર લોકોના જણાવ્યા અનુસાર કાર ચાલક ફૂલ પીધેલી હાલતમાં હતો અને અંદર બેસીને સિગરેટ પિતો હતો

વાવ બેઠકની પેટા ચૂંટણીનું પરિણામ આવી ગયું છે અને તેમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરની જીત થઈ છે...

ગુજરાતમાં ગુલાબી ઠંડીનો અનુભવ ધીરે ધીરે થવા લાગ્યો છે... વહેલી સવારે અને રાત્રે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે.. અનેક વિસ્તારો એવા છે જેનું તાપમાન 20 ડિગ્રીની નીચે નોંધાયું છે..

અદાણી ગ્રૂપના વડા ગૌતમ અદાણી પર અબજો ડોલરની લાંચ તેમજ છેતરપિંડીનો આરોપ લગાવામાં આવ્યો છે.... ગૌતમ અદાણી સહિત 7 લોકો પર ન્યૂયોર્કની ફેડરલ કોર્ટે અબજો ડોલરની છેતરપિંડી અને લાંચ લેવાનો આરોપ લગાવ્યો છે.