ચંદ્રયાન-3ની સફળતા બાદ ઈસરો હવે સૂર્ય માટે આજે પોતાનું મિશન લોન્ચ કરવા જઈ રહ્યું છે. આંધ્રપ્રદેશના શ્રીહરિકોટાથી Aditya-L1 લોન્ચ થવા જઈ રહ્યું છે અને કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે. 11.50 વાગ્યે લોન્ચ થવાનું છે. આ મહત્વકાંક્ષી પ્રોજેક્ટ PSLV-XL રોકેટની મદદથી લોન્ચ થવાનું છે. 127 દિવસ પછી આદિત્ય એલ1 પોતાના પોઈન્ટ પર પહોંચશે. જો આ પ્રોજેક્ટ સફળ થશે તો સૂર્ય અંગે નવી માહિતી ભારતને મળશે. અનેક મહત્વના ડેટા મોકલવાનું શરૂ કરી દેશે. આ પ્રોજેક્ટ ભારતનો પ્રથમ પ્રોજેક્ટ છે જે સૂર્યનો અભ્યાસ કરશે.
આદિત્ય એલ-1 આજે થશે લોન્ચ
ભારતે સ્પેસ સાયન્સમાં પ્રગતિ કરી છે. ચંદ્રયાન-3ની સફળતા બાદ ભારતનો ડંકો વિશ્વભરમાં વાગ્યો છે. ચંદ્રનો અભ્યાસ હાલ ચાલી રહ્યો છે ત્યારે હવે સૂર્યનો અભ્યાસ પણ ભારતે શરૂ કરી દીધો છે. શ્રીહરિકોટાથી સવારે 11.50 વાગ્યે ભારતનો મહત્વકાંક્ષી પ્રોજેક્ટ લોન્ચ થશે. આ પ્રોજેક્ટ પર સૌ કોઈની નજર રહેવાની છે. જે પ્રોજેક્ટનું લોન્ચિંગ આજે કરવામાં આવવાનું છે તે સૂર્યના લેગેન્જ પોઈન્ટ એટલે કે એલ-1 પોઈન્ટ પર ઉતરશે અને ત્યાંથી સૂર્યને લઈ માહિતી ભારતને પહોંચાડશે. સૂર્ય સુધી પહોંચવા માટે આદિત્ય સ્પેસક્રાફ્ટને 120 દિવસનો સમય સાગશે. 4 મહિના બાદ આ સ્પેસક્રાફ્ટ એલ1 પોઈન્ટે પહોંચશે. આ પ્રોજેક્ટ પાછળ 378 કરોડ રૂપિયા જેટલો ખર્ચ કરવામાં આવ્યો છે. 31 ડિસેમ્બર 2023ના રોજ આ મિશન પૂર્ણ થશે.
વૈજ્ઞાનિકોએ કર્યા હતા ભગવાનના દર્શન
ગઈકાલે ઈસરોના વૈજ્ઞાનિકો મંદિરે દર્શન કરી આ પ્રોજેક્ટ સફળ થાય તે માટે ભગવાનના આશીર્વાદ લીધા હતા. મહત્વનું છે કે ચંદ્રયાન-3ના લોન્ચિંગ પહેલા પણ વૈજ્ઞાનિકોએ ભગવાનના શરણે ગયા હતા.