સોશિયલ મીડિયા પર છવાઈ 'આદિપૂરૂષ'! ફિલ્મના રાવણને લોકો કરી રહ્યા છે ટ્રોલ, જાણો વિગત


  • Published By :
  • Published Date : 2023-06-17 10:55:01

ઘણા વિવાદો અને ઘણા ચેન્જિસ બાદ સિનેમાઘરોમાં પ્રભાસ અને ક્રિતી સેનનની ફિલ્મ આદિપૂરુષ રિલીઝ થઈ ગઈ છે. ફિલ્મ રિલીઝ થાય તે પહેલા જ અનેક લોકોએ ફિલ્મને લઈ એડવાન્સ બુકિંગ કરાવી લીધું હતું. અનેક થીયેટરોની બહાર દર્શકોની લાંબી લાઈન જોવા મળી હતી અને અનેક લોકો તો વહેલી સવારે જ થીયેટરો બહાર પહોંચી ગયા હતા. ભગવાન રામનો રોલ પ્રભાસ કરી રહ્યા છે જ્યારે ક્રિતી સેનન માતા સીતાની ભૂમિકા ભજવી રહ્યા છે. બોક્સ ઓફિસ પર ફિલ્મ સારી કમાણી કરી શકે છે તેવું હાલ લાગી રહ્યું છે.

અનેક સીનને લઈ છેડાયો હતો વિવાદ!

થિયેટરોમાં આજે આદિપૂરુષ ફિલ્મ રિલીઝ થઈ ગઈ છે. રિલીઝ થાય તે પહેલા જ અનેક લોકોએ ફિલ્મને લઈ એડવાન્સ બૂકિંગ કરાવી લીધું હતું. રામ ભગવાનના રૂપમાં પ્રભાસને જોવા માટે દર્શકો આતુર હતા, તેમની આતુરતાનો આજે અંત આવ્યો છે. મોટા પડદા પર ફિલ્મ આવે તે પહેલા ઘણા વિવાદોમાં રહી હતી. ક્રિતી સેનન થોડા સમય પહેલા ચર્ચામાં આવી હતી તે સિવાય રામ ભગવાનને મૂછ ન હોય અને તે ચપ્પ્લ પહેર્તા ન હતા સહિતના અનેક વિવાદો આપણી સામે આવ્યા છે.

ફિલ્મની સ્ક્રીનિંગ વખતે આવ્યા કપિરાજ!

સોશિયલ મીડિયા પર ફિલ્મ આદિપૂરુષ ટ્રેન્ડ થઈ રહી છે. ફિલ્મને લઈ દર્શકોનો અલગ અલગ રિસ્પોન્સ મળી રહ્યો છે. હનુમાનજી માટે એક સીટ રિઝર્વ રાખવામાં આવશે અને તેની પર મૂર્તિ રાખવામાં આવશે તેવી વાતો પણ સામે આવી હતી. ત્યારે સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં કપિરાજ ફિલ્મ જોતા હોય એવું લાગી રહ્યું છે. કોઈ જગ્યાએથી દર્શકોનો ઉત્સાહ જોવા મળ્યો , લોકો નાચતા કુદતા દેખાયા હતા. સોશિયલ મીડિયા પર લોકો પોતાના રિવ્યું આપી રહ્યા છે. 

આદિપૂરૂષના રાવણને લોકો કરી રહ્યા છે ટ્રોલ!

આ ફિલ્મમાં રાવણની ભૂમિકા સૈફ અલી ખાન નિભાવી રહ્યા છે. ફિલ્મ આદિપુરૂષની સાથે સાથે રાવણ તેમજ સૈફ અલી ખાન ટ્વિટર પર ટ્રેન્ડિંગ થઈ રહ્યા છે. આદિપુરૂષનો રાવણનો ટ્રોલ થઈ રહ્યો છે. રાવણને 10 માથા હતા પરંતુ જે રીતે ફિલ્મમાં દર્શાવવામાં આવ્યું છે તેને જોઈ લોકો તેમને ટ્રોલ કરી રહ્યા છે.               




21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.

નગરપાલિકાની 1844 બેઠકો પૈકી 167 બેઠકો બિનહરીફ હતી અને બાકીની 1677 બેઠક પર મતદાન થયુ હતુ. 167 બિનહરીફ બેઠકોમાંથી 162 પર ભાજપ, 1 પર કોંગ્રેસ છે અને 4 બેઠક અન્યનાં ખાતે છે