સાઉથના દિગ્ગજ સ્ટાર પ્રભાસ અને ક્રિતી સેનનની આગામી ફિલ્મ આદિપુરુષનું ટીઝર પોસ્ટર આજે સવારે લોન્ચ થયું છે. લોકો પોસ્ટર મામલે સારી પ્રતિક્રિયા આપી રહ્યા છે. પ્રભાસે આ પોસ્ટરને પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કર્યું છે.
પ્રભાસે શું પોસ્ટ કરી છે?
બાહુબલી ફિલ્મથી મોટી લોકપ્રિયતા મેળવનાર સ્ટાર પ્રભાસે પોસ્ટ મૂકતા લખ્યું છે કે, "અમેં અયોધ્યાની સરયુ નદી કિનારે જાદુઈ પ્રવાસ શરૂ કરીએ ત્યારે અમારી સાથે જોડાજો." આ પોસ્ટરમાં પ્રભાસ પોતાના ઘુંટણ પર બેસીને ધનુષ ખેંચતા નજરે પડે છે. ધનુષના તીરની દિશા આકાશ તરફ હોય તેવું નજરે પડી રહ્યું છે.
આદિપુરુષ ફિલ્મમાં શું ખાસ છે કે લોકોને ગમી રહી છે પોસ્ટ?
500 કરોડના ખર્ચે Adipurush ફિલ્મ પૌરાણિક કથા રામાયણ પર બનાવવામાં આવી છે. આ ફિલ્મની સ્ટોરી લાઈન અયોધ્યાના રાજા રાઘવના(ભગવાન રામના પાત્રથી પ્રેરાઈને બનાવેલું પાત્ર) જીવન પર આધારિત છે. રાઘવ પોતાની પત્નીને બચાવવા માટે શ્રીલંકા જાય છે અને રાવણ નામના રાજાનો વધ કરે છે તે દર્શાવવામાં આવ્યું છે. કૃતિ સેનન માતા જાનકીના રોલમાં નજર આવશે.