મહાગ્રંથ રામાયણ પર આધારિત આદિપૂરૂષ ફિલ્મ ઘણા સમયથી ચર્ચામાં છે. આ ફિલ્મમાં ભગવાન રામનો રોલ પ્રભાસ નિભાવી રહ્યા છે જ્યારે જાનકી એટલે કે માતા સીતાનો રોલ ક્રિતી સેનન અદા કરી રહ્યા છે. રાવણનું પાત્ર સૈફ અલી ખાન નિભાવી રહ્યા છે. આ ફિલ્મ રિલીઝ થાય તે પહેલા જ એડવાન્સ બુકિંગ લોકો કરાવી રહ્યા છે. ત્યારે આ ફિલ્મને લઈ થોડા સમય પહેલા સમાચાર આવ્યા હતા કે એક સીટ હનુમાનજી માટે રાખવામાં આવશે. ત્યારે આમાં અપડેટ સામે આવી છે. મળતી માહિતી અનુસાર મોટા મોટા સિનેમાઘરોમાં હનુમાનજી માટે સીટ પર મૂર્તિ અથવા તો આસન રાખવામાં આવશે અને તેની પર પુષ્પ અર્પણ કરવામાં આવશે.
હનુમાનજીની સીટ ખાલી નહીં રખાય!
પ્રભાસ અને ક્રિતી સેનનની ફિલ્મ આદિપુરૂષને કોઈને કોઈ વાતને લઈ હેડલાઈન્સમાં રહેતી હોય છે. વચ્ચે એવી જાહેરાત કરવામાં આવી હતી કે સિનેમાઘરોમાં એક સીટ હનુમાનજી માટે રિઝવ રાખવામાં આવશે. ફિલ્મ મેકર્સના કહેવા અનુસાર જ્યાં જ્યાં પણ ભગવાન રામની વાતો તેમના ગુણગાન ગવાય છે ત્યાં હનુમાનજીની હાજરી ચોક્કસ જોવા મળતી હોય છે. ત્યારે હવે આ મામલે નવા સમાચાર સામે આવ્યા છે. પહેલા માત્ર સીટ ખાલી રાખવામાં આવી હતી પરંતુ હવે મળતી માહિતી અનુસાર સીટ પર હનુમાનજીની પ્રતિમા મૂકવામાં આવશે અને આસન પણ ભગવાન માટે રાખવામાં આવશે. તે ઉપરાંત ફૂલ પણ ભગવાનને અર્પણ કરવામાં આવશે. મૂર્તિ રાખવા પાછળનું કારણ એવું માનવામાં આવી રહ્યું છે કે સીટ પર મૂર્તિ રાખવાથી કોઈ સીટ પર બેસી ન જાય અને કોઈ પાછળથી સીટને પગ પણ ન લગાવે.
અનેક લોકોએ કરાવી લીધું છે એડવાન્સ બુકિંગ!
આદિપુરૂષ ફિલ્મના રિલીઝ થાય તે પહેલા જ અનેક વખત વિવાદોમાં આવી ગઈ છે. 100 કરોડથી વધુના ખર્ચે આ ફિલ્મ તૈયાર થઈ છે. ભવ્ય આયોજન કરી ફિલ્મના ટીઝરને રિલીઝ કરવામાં આવ્યું હતું. તે બાદ ફિલ્મમાં સીતાજીનો રોલ પ્લે કરનાર ક્રિતી સેનન હાલમાં જ ચર્ચામાં આવ્યા હતા એ મુદ્દો આપણે સૌ કોઈ જાણીએ છીએ. તે પહેલા પણ વીએફએસને લઈ ફિલ્મ ચર્ચામાં આવી હતી. તે સિવાય ભગવાન રામને મૂછો વાળા દર્શાવવામાં આવ્યા હતા અને તે પહેલા એક સિનમાં ચપ્પલ પહેરેલા દેખાયા હતા. આ બધા સિનને લઈ વિવાદ છેડાયો હતો. વિવાદ વધતા સીનમાં ફેરફાર પણ કરવામાં આવ્યા હતા. હવે જોવું રહ્યું કે બોક્સઓફિસ પર ફિલ્મનું પ્રદર્શન કેવું હશે?