કોંગ્રેસના સાંસદ અધીર રંજન ચૌધરીએ મોદી સરકાર સામે લાવવામાં આવેલા અવિશ્વાસ પ્રસ્તાવ પર ચર્ચામાં ભાગ લીધો હતો. આ દરમિયાન સાંસદ અધીર રંજન ચૌધરીએ PM મોદી પર ખૂબ જ આકરા પ્રહારો કર્યા હતા. આજે લોકસભામાં તેમના ભાષણમાં, ચૌધરીએ પીએમ મોદીની તુલના ભાગેડુ હીરાના વેપારી નીરવ મોદી અને ધૃતરાષ્ટ્ર સાથે કરી હતી, જેના પગલે લોકસભામાં ભારે હોબાળો થયો હતો, જો કે વિરોધ વધતા સ્પીકરે તેમની ટિપ્પણીને રેકોર્ડમાંથી હટાવવાની સુચના આપી હતી. અવિશ્વાસ પ્રસ્તાવ પર વડાપ્રધાન મોદીના જવાબ પહેલા આ પ્રકારનું નિવેદન આવ્યું હતું. PM મોદી આજે સાંજે 4 વાગે જવાબ આપે તેવી શક્યતા છે.
#WATCH | Congress MP Adhir Ranjan Chowdhury says "Jab Dhritrashtra andhe the, tab Droupadi ka vastra haran hua tha, aaj bhi raja andhe baithe hai... Manipur aur Hastinapur mein koi farq nahi hai" pic.twitter.com/OXPAZqP26j
— ANI (@ANI) August 10, 2023
શું કહ્યું અધીર રંજન ચૌધરીએ?
#WATCH | Congress MP Adhir Ranjan Chowdhury says "Jab Dhritrashtra andhe the, tab Droupadi ka vastra haran hua tha, aaj bhi raja andhe baithe hai... Manipur aur Hastinapur mein koi farq nahi hai" pic.twitter.com/OXPAZqP26j
— ANI (@ANI) August 10, 2023
અધીર રંજન ચૌધરીએ તેમના સંબોધન દરમિયાન કહ્યું, "જબ ધૃતરાષ્ટ્ર અંધે થે, તબ દ્રૌપદી કા વસ્ત્રાહરન હુઆ થા, આજ ભી રાજા આંધે બેઠે હૈ... મણિપુર ઔર હસ્તિનાપુર મેં કોઈ ફરક નહીં હૈ." તેમની ટીપ્પણી બાદ બીજેપીના કેટલાક સાંસદોએ લોકસભામાં વિરોધ કર્યો અને તેમની ટિપ્પણી પર તેમની પાસેથી માફી માંગવાની માંગ કરી હતી.
અવિશ્વાસ પ્રસ્તાવ લાવવાની ફરજ પડી
ચૌધરીએ તેમના વક્તવ્યમાં જણાવ્યું હતું કે "અવિશ્વાસ પ્રસ્તાવ લાવવાની ફરજ પડી છે, અવિશ્વાસ પ્રસ્તાવની તાકાત આજે વડાપ્રધાનને સંસદમાં લાવી છે. "અમારામાંથી કોઈએ આ અવિશ્વાસ પ્રસ્તાવ વિશે વિચાર્યું ન હતું. અમે માત્ર માંગ કરી રહ્યા હતા કે પીએમ મોદી સંસદમાં આવે અને મણિપુર મુદ્દા પર બોલે. અમે ભાજપના કોઈ સભ્યને સંસદમાં આવવાની માંગ કરી ન હતી, અમે ફક્ત અમારા પ્રધાનમંત્રી સંસદમાં બોલે તેવી માંગ કરી રહ્યા હતા. કોંગ્રેસના સાંસદ અધીર રંજન ચૌધરીએ કહ્યું કે, અવિશ્વાસ પ્રસ્તાવની શક્તિ જુઓ, અમે પીએમ મોદીને ખેંચીને ગૃહમાં લાવ્યા. સંસદીય પરંપરાઓની આ તાકાત છે. અમે ઈચ્છીએ છીએ કે પીએમ મોદી મણિપુર પર ચર્ચામાં ભાગ લે. પરંતુ ખબર નહીં કેમ તેમણે ગૃહમાં નહીં આવવાની પ્રતિજ્ઞા લીધી છે. અમે અગાઉ અવિશ્વાસ પ્રસ્તાવ લાવવાનું વિચાર્યું ન હતું, પરંતુ અમારે મજબૂરીમાં આવું કરવું પડ્યું."