પશ્ચિમ બંગાળમાં વધ્યો એડેનોવાયરસનો કહેર, 9 દિવસની અંદર થયા આટલા બાળકોના મોત! જાણો શું છે વાયરસના લક્ષણ


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-03-06 10:28:53

થોડા વર્ષે આવેલા કોરોના વાયરસે  હાહાકાર મચાવ્યો હતો. અનેક પરિવારે પોતાના પરિવારજનો ગુમાવ્યા હતા. ત્યારે પશ્ચિમ બંગાળમાં દિવસેને દિવસે એડેનોવાયરસનો ખતરો વધી રહ્યો છે. આ વાયરસને કારણે નવ દિવસમાં 40 બાળકોના મોત થઈ ગયા છે. વધી રહેલા વાયરસના સંકટને જોતા મમતાબેનર્જી સરકારે એડેનોવાયરસથી કેવી રીતે રક્ષણ મેળવવા માટે રાજ્ય સરકારની તૈયારીઓને લઈને જાણકારી આપી હતી. ત્યારે મળતી માહિતી અનુસાર રવિવારે પણ 6 જેટલા બાળકોના મોત થયા છે. 


શ્વાસ લેવામાં બાળકોને પડતી હતી મુશ્કેલી  

આ વાયરસને કારણે બાળકોના જીવને જોખમ વધારે રહેલું છે. આ વાયરસની ઝપેટમાં બાળકો જલ્દી આવી રહ્યા છે. મૃત્યુ પામેલા બાળકોની વાત કરીએ તો બાળકોને શ્વાસ લેવામાં તકલીફ પડતી હતી, ઉપરાંત તાવ, ઉધરસ જેવા સામાન્ય લક્ષણ જોવા મળ્યા હતા. સારવાર પણ બાળકોને આપવામાં આવી હતી પરંતુ બાળકો પર સારવારની અસર ન થઈ હતી. આ વાયરસ આંતરડાના ચેપનું કારણ બને છે. વાયરસ ત્વચાના સંપર્ક દ્વારા, ઉધરસ અને છીંક દ્વારા ફેલાઈ રહ્યો છે. 


નાના બાળકો વાયરસથી થઈ રહ્યા છે સંક્રમિત

આ અંગે ડોક્ટરોનું કહેવું છે કે બાળકો આ વાયરસની ઝપેટમાં આવી રહ્યા છે જેમની ઉંમર બે વર્ષ કરતા નાની છે. તે ઉપરાંત દસ વર્ષના બાળકો પર આ ચેપી રોગનો શિકાર બની રહ્યા છે. વધતા સંક્રમણને જોતા રાજ્યના આરોગ્ય વિભાગે પહેલેથી જ ડોક્ટરો માટે એડવાઈઝરી જાહેર કરી દીધી છે. આ વાયરસને કારણે અનેક બાળકોના મોત થયા છે. માત્ર નવ દિવસમાં 40 બાળકોના મોત આ વાયરસને કારણે થતાં ચિંતા વ્યાપી ઉઠી છે.     




વંદે માતરમ્ પાસે ફ્લેટમાં રહેતા નીલ પટેલ નામના એક વ્યક્તિનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થયો જેમાં એ એક ગોલ્ડન રીટ્રીવર કૂતરાના ચાર પગે દોરી બાંધી એને લાકડીથી માર મારે છે.

અમદાવાદના આંબલી બોપલ રોડ પર આજે સવારના સમયે ઓડી કાર લઈને એક નબીરો નીકળે છે અને અનેક વાહનોને અડફેટમાં લે છે... ત્યાં હાજર લોકોના જણાવ્યા અનુસાર કાર ચાલક ફૂલ પીધેલી હાલતમાં હતો અને અંદર બેસીને સિગરેટ પિતો હતો

વાવ બેઠકની પેટા ચૂંટણીનું પરિણામ આવી ગયું છે અને તેમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરની જીત થઈ છે...

ગુજરાતમાં ગુલાબી ઠંડીનો અનુભવ ધીરે ધીરે થવા લાગ્યો છે... વહેલી સવારે અને રાત્રે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે.. અનેક વિસ્તારો એવા છે જેનું તાપમાન 20 ડિગ્રીની નીચે નોંધાયું છે..