ભારતીય જનતા પાર્ટીએ 44મા સ્થાપના દિવસની ઉજવણી કરી હતી. આ પ્રસંગને ધ્યાનમાં રાખી ભારતીય જનતા પાર્ટી દ્વારા વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું. ભાજપના મુખ્ય કાર્યાલય પર ધ્વજ ફરકાવવામાં આવ્યો હતો. આ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ સંબોધન કર્યું હતું. પોતાના સંબોધનમાં પીએમએ કહ્યું કે હનુમાનજી બધું જ કરી શકે છે, દરેક માટે કરે છે. પરંતુ પોતાના માટે કંઈ કરતા નથી. ભાજપની પ્રેરણા છે. જ્યારે હનુમાનજીને રાક્ષસોનો સામનો કરવો પડ્યો ત્યારે તેઓ કઠોર બની હતા જ્યારે ભ્રષ્ટાચાર,પરિવારવાદ, કાયદો અને વ્યવસ્થાની વાત આવે છે, ત્યારે ભાજપ મા ભારતીને મુક્ત કરવા માટે સમાન રીતે સંકલ્પબદ્ધ છે.
જે.પી.નડ્ડાએ પીએમ મોદીના કર્યા વખાણ!
ભાજપના સ્થાપના દિવસ નિમિત્તે વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્થાપના દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કાર્યકર્તાઓને સંબોધિત કર્યા હતા અને વિવિધ મુદ્દાઓને લઈ ચર્ચા કરી. પોતાના સંબોધનમાં તેમણે હનુમાન જયંતીને લઈ વાત કરી હતી. ઉપરાંત ભાજપ દ્વારા કરવામાં આવેલા કામોની વાતો પણ કરી હતી. પીએમ મોદીએ સંબોધન કર્યું તે પહેલા જે.પી.નડ્ડાએ કહ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વવમાં પાર્ટીને કચ્છથી પૂર્વોત્તર સુધી અને કાશ્મીરથી કેરળ સુધી છાપ છોડ્યાની વાત કરી હતી. ઉપરાંત તેમણે કહ્યું હતું કે હજી સુધી જે મહાન લોકોએ પાર્ટીને સંભાળી છે, સમૃદ્ધ અને સશક્ત કર્યું છે. એ કાર્યકર્તાઓ અને નેતાઓના ચરણોમાં હું વંદન કરું છું.
પીએમ મોદીએ કાર્યકર્તાઓને આપી આ સલાહ!
પોતાના સંબોધનમાં પીએમ મોદીએ જણાવ્યું કે ભાજપને 21મી સદીના ભવિષ્યનો પક્ષ બનાવવો પડશે. વધુ પડતા આત્મવિશ્વાસનો શિકાર ન બનો. લોકો પહેલેથી જ કહી રહ્યા છે 2024માં ભાજપને કોઈ હરાવી શકશે નહી. આ વાત સાચી છે, પરંતુ ભાજપના કાર્યકર તરીકે આપણે દરેક નાગરિકના દિલ જીતવાના છે. દરેક ચૂંટણી એ જ ખંતથી લડવાની હોય છે.
હનુમાન દાદાને પોતાના સંબોધનમાં પીએમે કર્યા યાદ
પોતાના સંબોધન દરમિયાન અનેક વખત પીએમ મોદીએ હનુમાન દાદાનું ઉદાહરણ લઈ અનેક વાતો કરી હતી. તેમણે કહ્યું કે હનુમાનજીમાં અસીમ શક્તિ છ, તેઓ એ શક્તિનો ઉપયોગ ત્યારે જ કરી શકે છે જ્યારે તેમની આત્મશંકા સમાપ્ત થઈ જાય. 2014 પહેલાં ભારતમાં પણ આવી જ સ્થિતિ હતી. વાતો વાતોમાં તેમણે કોંગ્રેસ પર કટાક્ષ કર્યો હતો. તેમણે કહ્યું કે હનુમાનજી બધું જ કરી શકે છે. દરેક માટે કરે છે, પરંતુ પોતાના માટે કંઈ કરતા નથી. આ ભાજપની પ્રેરણા છે. જ્યારે હનુમાનજીને રાક્ષસોનો સામનો કરવો પડ્યો ત્યારે તેઓ કઠોર બની ગયા. જ્યારે ભ્રષ્ટાચાર, પરિવારવાદ, કાયદો અને વ્યવસ્થાની વાત આવે છે, ત્યારે ભાજપ મા ભારતીને મુક્ત કરવા માટે સમાન સંકલ્પબદ્ધ છે.