વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાલ ગુજરાતના પ્રવાસે છે. આજે તેમના પ્રવાસનો બીજો દિવસ છે. પ્રવાસના પ્રથમ દિવસે તેમણે રોડ શો તેમજ સભાને સંબોધી હતી. જ્યારે બીજા દિવસે તેમણે કેવડિયા ખાતે આયોજીત એકતા પરેડમાં ભાગ લીધો હતો. જે બાદ બનાસકાંઠામાં જનસભા પણ સંબોધી હતી. પીએમ મોદીએ પાણી પૂરવઠા પરિયોજનાનો પ્રારંભ કરાવ્યો હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 8034 કરોડના વિવિધ કાર્યોનું ખાતમૂહુર્ત કર્યું હતું.
Gujarat | Prime Minister Narendra Modi lays the foundation stone of various projects in Banaskantha district's Tharad pic.twitter.com/3eokmhPbSF
— ANI (@ANI) October 31, 2022
રાજસ્થાનના મુખ્યમંત્રી પણ પીએમએ કર્યા પ્રહાર
મોરબીની ઘટના યાદ કરી વડાપ્રધાને કહ્યું કે મોરબી દુર્ઘટનામાં મોતને ભેટેલા લોકોના સ્વજનો પ્રત્યે મારી સંવેદના છે. કેન્દ્ર સરકાર ગુજરાત સરકારને તમામ રીતે મદદ કરી રહી છે. ગુજરાતના સીએમ પણ રાતથી મોરબીમાં છે. પોતાના સંબોધન દરમિયાન કોંગ્રેસ પર તેમણે નિશાન સાધ્યું હતું. નામ લીધા વગર અશોક ગેહલોત પર નિશાન સાધતા તેમણે કહ્યું કે બનાસકાંઠાની જનતા માટે જ્યારે સુજલામ સુફલામ યોજના અમે લાવ્યા ત્યારે રાજસ્થાનના તે વખતના મુખ્યમંત્રી અને જે અત્યારે પણ મુખ્યમંત્રી છે તેમણે આ સુજલામ સુફલામ યોજનાનો વિરોધ કર્યો હતો. હું માન્યો નહીં અને બનાસકાંઠાને પાણીની જરૂર છે તેના માટે આ યોજના લાવ્યા.
મન મજબૂત કરીને તમારી વચ્ચે આવ્યો - વડાપ્રધાન
પોતાના સંબોધનમાં વડાપ્રધાન મોદીએ કહ્યું કે હું દ્વિધામાં હતો, બનાસકાંઠામાં પાણીનું મહત્વ કેટલું છે, તે હું જાણું છું કે નહીં, મન મજબૂત કરીને તમારી વચ્ચે આવ્યો. થરાદ, બનાસકાંઠા અને ઉત્તર ગુજરાત એના માટે પાણી, 8000 કરોડ રૂપિયાની યોજનાઓ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા સહિત 6 જિલ્લાના 1000 કરતાં વધારે ગામોને, 2 લાખ હેક્ટર કરતાં વધારે જમીનને સિંચાઈની સુવિધા મળશે.
ટપક સિંચાઈ અને સુક્ષ્મ સિંચાઈએ આખા દેશનું ધ્યાન ખેંચ્યું - પીએમ
પોતાના પર થતા પ્રહારોનો પ્રતિઉત્તરમાં તેમણે કહ્યું કે આ ચા વેચવાવાળો ખેતીનું સમજાવે એવું કહેતા, પણ હું ટપક સિંચાઈ માટે પાછળ પડેલો. વડીલોએ મારી વાત માની, અને આજે બનાસકાંઠામાં ટપક સિંચાઈ અને સુક્ષ્મ સિંચાઈએ આખા દેશનું ધ્યાન ખેંચ્યું છે. બનાસકાંઠાની ચાર લાખ હેક્ટર જમીન ટપક સિંચાઈથી સુક્ષ્મ સિંચાઈ છે. જેના કારણે પાણીના સ્તર નીચે જતાં અટકાવ્યા. ભવિષ્યના બાળકોની જિંદગી બચાવવાનું કામ કર્યું છે.