વિપુલ ચૌધરીની સમસ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. હાઈકોર્ટે વિપુલ ચૌધરીની જામીન અરજીને ફગાવી નાખી છે. હાઈકોર્ટે આ મામલે અવલોકન આપતા કહ્યું કે આ ગંભીર ગુન્હો છે. રાજનૈતિક કિન્નાખોરીમાં તેમની ઉપર કેસ કરવામાં આવ્યો છે. તેમ કહી તેમણે જામીન માટે અરજી કરી હતી. પરંતુ હાઈકોર્ટે આ અરજીને ફગાવી દીધી છે.
હાઈકોર્ટે ફગાવી જામીન માટેની અરજી
એક તરફ દૂધસાગર ડેરીના પૂર્વ ચેરમેન વિપુલ ચૌધરીને મુક્ત કરવા અર્બૂદા સેના જેલ ભરો આંદોલન કરી રહી છે. ગાંધીનગર ખાતે તેવો આંદોલન કરી રહ્યા છે. આંદોલન કરનાર તમામ લોકોની પોલીસે અટકાયત કરી દીધી હતી. વિપુલ ચૌધરીએ નિયમિત જામીન માટે અરજી કરી હતી. ત્યારે તેમણે રાજકીય કિન્નાખોરીમાં પોતાની ઉપર ખોટો કેસ કરવામાં આવ્યો છે તેવું કહી તેમણે જામીન માટે અરજી કરી હતી. પરંતુ કોર્ટે તેમની અરજીનો અસ્વીકાર કરી ફજાવી નાખી છે.
આંદોલન કરી રહેલી અર્બુદા સેના વધારી શકે છે સરકારની મુશ્કેલી
ગુજરાત વિધાનસભા ચૂંટણી નજીક આવી રહી છે. જેને લઈ સરકાર ચૂંટણીની તૈયારીઓમાં લાગી છે. ત્યારે વિપુલ ચૌધરીના સમર્થનમાં આવી અર્બુદા સેના વાળા આંદોલન કરી રહ્યા હતા. જેલ ભરો આંદોલન કરી તેઓ વિપુલ ચૌધરીને જેલમાંથી મુક્ત કરવા મેદાનમાં ઉતર્યા છે. આ બધા વચ્ચે હાઈકોર્ટે જામીન અરજી ફગાવી દીધી છે. 100થી વધુ લોકોની અટકાયત કરી લેવામાં આવે છે. પોતાની માગ સાથે અર્બુદા સેના સત્યાગ્રહ છાવણીનો ઘેરાવો કરી રહી છે. 30 સપ્ટેમ્બર સુધી તેઓ ધરણા કરવાના છે. ત્યારે આ વાતને અર્બુદા સેના વાળા કેવી રીતે લે છે તે જોવું રહ્યું. ચૂંટણી સમયે આવા આંદોલન થાય છે તો તે સરકારીની ચિંતા વધારવાનું કામ કરે છે.